સચવાયેલું જૂનુંને વપરાયેલું નવું યાને tested OKનો યુગ છે. આપણે Update થતી પેઢીનાં વારસ છીએ. જુનાગઢમાં રોપ વે ભલે નવું સવુ શરૂ થાય પણ, એ શ્હેરની બજારમાં નૈનેશ જાનીનાં કંમ્પોઝિશન અને તુષાર શુક્લનાં શબ્દો કને કે સદા અમર અવિનાશનાં પાટણનાં પટોળા પ્રિયંકા ખેર જેવાં તરોતાજા સિંગર કને ફરી ફરી સાંભળવા મળે તો આપણને જોડાતાં વાર નથી લાગતી… પણ સાચું કહું તો વન ડે વન્ડરનાં જમાનાની હોડમાં દોડ છે.

આપણી કાયમી નિસ્બત માટીની રહી છે. જુનાગઢ શ્હેરની કેફિયત અને પાટણનાં પટોળો ખરીદવાની હેસિયત આપણને વારસામાં મળી છે એનો ગવૅ છે. કોલાવરી ડી ની પેઢી… અપના ટાઇમ આયેગાં કને રાહ જોતી બેઠી છે. ફેસબુકિયા કવિઓ ભાષા પર પોતાની રીતે પાસા પાડીને એને બળકટ પાણીદાર બનાવતાં જાય છે. હિરાની જેમ ભાષાનું તળિયું મથાળું છે જ છે ને ઝવેરી એને મલમલ પર બિછાવી આંખે જાડો કાચ લગાવી શુધ્ધિની ખરાઇ કરી જ રહ્યાં છે… ત્યારે નાક સાથે નિસ્બત ધરાવતી સુગંધ તમારે બગીચામાં ફૂલો બતાવીને પણ અત્તરની શીશીમાં ભરીને પહોંચાડવાની છે.

આજે આ YUVA પેઢીના નવાં સુકાનીઓને મધદરિયે લઇ જઇને સંસ્કૃતિનું life jacket બાંધીને મઝધાર લગી તરાવવાનાં છીએ. આ પેઢીને ચવાયેલું – સચવાયેલું ધરવાનું છે. ફોટો-વિડિયો ગ્રાફી.યુટ્યુબોવાસી બનીને વાતાવરણમાં લ્હેરાય છે connectivity મળતાં તરત સ્ક્રિનિસ્ત થાય છે એ સમયે જવાબદારી બમણી બને છે. A+વાતે આજે ફકત એટલું કે connect રહો. મને ફોન નથી આવડતોની વાત જ નહીં પણ, મારો ફોન update કેમ નથી? ની ચિંતા કરવાની જરુર છે.

સુગમ સંગીતમાં rock band ઉમેરવા સૌ ઉતાવળા છે. ૯૦ની પેઢી ૪૦ વટાવી બેઠી છે. હજુ રાહુલ સિમરનનાં ગીતોમાં પોતાની દુનિયા જીવે છે. જેમનાં ઘરે સવારે પ્રભાતિયું નરસૈયો ગાય છે. બપોરે તેરે લીયે હમભી જીએ વાગે છે ને સાંજે નવી પેઢી “AAPNA TIME AYEGA”ને રાત્રે હનુમાન ચાલીસા earplugમાં વિતાવે છે. એમની પાસે વારસામાં શું આપશું? ના પ્રશ્ર્નો છે. Time Please…!! નો સમય પણ હવે unlocked થવા માંડ્યો છે. નવાં વરસે A+વાતે એટલું જ કે… જીઓ જી ભર કે..!!

ગયાં વખતના સવાલનો જવાબ

‘સોનાનો પથ્થર’ ભરૂચમાં છે.

આજનો સવાલ

આ વખતનો સવાલ સપ્તષિૅઓનાં નામ જણાવો? ક્રમાનુસાર હોય તો સારું. વશિષ્ઠ અરુધતિ ન્યાય સમજાવો?

આવતા બુધવારે ફરી મળ્યાં A+વાતે.

સ્વસ્થ રહો – મસ્ત રહો – વ્યસ્ત રહો. તથાસ્તુ!!

Share – Like – Comment

positivevaato@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud