અધ્યાહારનાં પરિણામો નરોવા કુંજરો વા માં જાણ્યાં પછી વ્યવહાર જગતમાં લાવવા કેટલાં હાનિકારક છે એ જાણવું રહ્યું. અમારા એક વડિલમિત્ર કહે કે.. ‘હું આવું તો મને લઇ જજો, નહીંતર રાહ ન જોતાં જતા રહેજો.’ અસમંજસવાળા આ વિધાનને શું સમજવું? વાયદા બાબતે પ્રસંગો અલગ હોય છે. લોકમિલાપ ટ્રસ્ટ દ્ધારા વાંચનયાત્રાનો સરસ સંપૂટ તૈયાર થયો છે. કિફાયતી દરે ઉપલબ્ધ છે. જેમાં ગુણવંત શાહના સંકલનમાં વાંચેલી વાત વ્હેંચુ છું.

ધમૅરાજ યુધિષ્ઠિરને આંગણે એક ભિક્ષુક આવે છે ને દ્ધવ્યની યાચના કરે છે. યુધિષ્ઠિર વ્યસ્ત હોવાથી તેને કાલે આવજો કહે છે… ભીમ આ સાંભળીને ઢોલ વગાડતાં કાળપર મેળવેલાં વિજયની વધામણી કરે છે અને કહે છે કે તમે એવું કેવી રીતે જાણ્યું કે કાલે તમે હશો જ? કાલે તમારી પાસે એને આપવાનું દ્ધવ્ય પણ હશે? કાલે યાચકને આની જરુરિયાત પણ હશે? અને સૌથી મોટી વાત કે આ બધું જ જે છે એવું ને એવું જ યથા રહશે? યુધિષ્ઠિરને સત્ય સમજાયુંને ભીમની વિચક્ષણ બુદ્ધિનો પરિચય થયોને પોતાની ભૂલ સમજાઇ.

આજની A+વાતે બે બાબતોને તાગવાનો ઉપક્રમ છે, ઠેલણ વૃત્તિ અને અસમંજસવાળો અભિગમ, વ્યવહાર જગતમાં બેવથી બેવડું નુકસાન થતું જોયું છે. મારા પોતાના ઓફિસયલ મોબાઈલનું સ્ક્રીન સેવર છે Now or never જે સતત મને ઠેલણવૃત્તિથી દૂર રહેવાનું શિખવે છે. યાદ કરાવે છે ને મારા કામ કરવાની પધ્ધતિમાં ખાસ્સો એવો ફકૅ પાડે છે. અમારું મેનેજમેન્ટ પણ એ બાબતોમાં શ્રધ્ધા સેવે છે કે જ્યારે કોઇ તમારી કને યાચક બની આવે છે ત્યારે એ તમારામાં ભગવાન જેટલી જ શ્રધ્ધા મૂકીને આવે છે એને બનતી મદદ કરવી.

સૌથી ખતરનાક છે અસ્પષ્ટ વલણ હા તો હા ને ના તો ના પાડવાની આદત. જોઇશ, લગભગ, બને ત્યાં સુધી, મોટેભાગે, કદાચ, થશે તો… વગેરે વગેરેની બાબતો કરતાં જો અથવા ઉમેરાય તો મજા પડે. અથવામાં રસ્તો છે. પરિણામો નિશ્ર્ચિત છે. જો આ કરશો તો આ થશે ને આ કરશો તો આવું અને એનાથી સવાયું કે નહીં કરો તો આ બેવમાંથી કશુંજ નહીં થાય!! A+વાતે ફક્ત આટલું જ કે સ્પષ્ટવલણ ને કાલ પર કઇંજ નહી.

ગયાં વખતના સવાલનો જવાબ

સપ્તષિૅઓનાં નામ વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્ર્વામિત્ર, ભારદ્વાજ છે. જ્યારે પેટા પ્રશ્ર્નનો ઉકેલ.વશિષ્ઠ અરુંધતી ન્યાય એનો અર્થ એવો થાય કે સ્થૂળ તરફથી સૂક્ષ્મ તરફ જવું. કોઈ સૂક્ષ્મ વસ્તુ ને દર્શાવવા માટે સ્થૂળ વસ્તુનો આશ્રય કરવો. નાની અથવા તો ન જોઈ શકાય તેવી વસ્તુને બતાવવા માટે તેની નજીકની સરળતાથી જોઈ શકાય તેવી વસ્તુઓ બતાવી પેલી ન જોઈ શકાય તેવી વસ્તુઓ ની પાસે દષ્ટિ લઈ જવી. વધુ ઉમેરણ કરું તો મોટા લક્ષ્યને સિધ્ધ કરવાં માટે નાની તૈયારીઓ પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. મજાની વાત તો એ છે કે આ બધા સરળ સહજ અદ્ભુત ન્યાય આપનાર સપ્તષિૅઓમાં ગૌતમ ઋષિ જ છે. મોજેદરિયા કરો.

આજનો સવાલ

યુથ -ડેની ૨૦૨૧ થીમ કઇ છે? અને એ કેમ ઉજવવામાં આવે છે.

આવતા બુધવારે ફરી મળ્યાં A+વાતે.

સ્વસ્થ રહો – મસ્ત રહો – વ્યસ્ત રહો. તથાસ્તુ!!

Share – Like – Comment

positivevaato@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud