જાગૃતિની અવસ્થામાં અવાજો સંભળાય છે. આ અવાજની સૃષ્ટિ અનેરી છે. મનગમતાં નિશ્ર્ચિત અવાજો અવારનવાર થતાં આવતા હોવાથી આદત બને છે. લોલકવાળી ઘડિયાળનાં ટકોરા કે કાંટાની ટકટકથી વાત માંડીએ તો સમયાંતરે થતાં બદલાવ થકી રિમાઇન્ડર કે મોનિૅંગ એલામૅ સુધી પહોંચી જવાય.
A+ વાતે ધ્વનિનાં ઉદ્ભવ વિકાસનૌ વાત શીદને? પણ, એનું કારણ પરિપક્વ પરિવેશને ચિંધે છે માટે. અમારે ત્યાં રાધે રાધે ટન... રાધે રાધે ટન... બોલતા એક વયોવૃદ્ધ શિયાળાનાં ભળભાંખળે સોસાયટીમાં પ્રભાત ફેરી કરતાં એક ભજનિક મહિનાંતે સીધુ ઉઘરાવતાં એ દાદાનાં વ્હેલી સવારનાં ઘંટારવમાં ઉમેરાતા રાધે રાધે થી કે, હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી... હે નાથ નારાયણ વાસુદેવવાળી સવાર... પછી જયશ્રી કૃષ્ણ બોલતા ને સામેથી જયશ્રી કૃષ્ણ નો પરિચિત અવાજ.
નિકળતા પહેલાં ઘરની આરતીની ઘંટડી. લોટામાંથી જળ ચઢાવતાં પાણી પડવાનો અવાજ. કપડાંની દોરી પર સૂકવાતાં કપડાંમાંથી પાણી નિચોવી ઝાપટિયાંનો અવાજ. સાઇકલની ધંટડી, સ્કૂટર (હવે બાઇક)નાં એન્જિનનો અવાજ. એક નિશ્ર્ચિત હોનૅનો અવાજ ઘરેથી નિકળી ઓફિસ જતાં આવતાં રેલ્વે ફાટક કને થી પસાર થતી ટ્રેન નો અવાજ. Good morning sir થી રિવોલવિંગ ચેર પર ગોઠવાયાનો અવાજ. પ્યૂનને બોલાવવા માટે વગાડાતાં બેલનો અવાજ. મંદિરમાં વાગતી ઝાલરનો અવાજ.
હા, આપણાં જીવનનો ભાગ હોય છે આ બધા અવાજો. ક્યારેક ઉમેરાય છે પ્રકૃતિના તત્વોય એમાં પક્ષીઓનો કલરવ – કલશોર, ઝરણું દરિયાઈ મોજાં, તમરાંને લક્કડ ખોદની કટકટ, આ બધા અવાજ વચ્ચે જીવે છે ધકધક કરતું દિલ પણ!! યાદ હશે તમને ય એ આસપાસનાં નિશ્ર્ચિત અવાજોની અનૂભૂતિ.પર્યાય બની જતાં હોય છે અવાજો.
અમુક અવાજ સાંભળવાની આદત પડતાં પડતાં એ જીવનનો ભાગ બની જતાં હોય છે. ક્યારેક અવાજો તક્તિમાંથી સંભળાયા વગર તાકી રહે છે. ભણકારાં બની જતાં અવાજો આંખે દેખ્યાનો આભાસ કરાવી ગાયબ થઇ જતાં દિશાઓ આંધળી બનાવી દે છે. શરુનાં વૃક્ષો - લિમડાની લિંબોળી પડવાનો અને પિપળાનાં પાનની તાળીઓનો અવાજ દૂર દૂર લગી જોવા નથી મળતા ત્યારે કાન પોતે ચશ્મા પહેરી આંખો ચોળે છે. વાજિંત્રો વગર પણ કેટલાંક વિસ્મય કુદરતી રીતે વગાડે છે. છાપરા પર પડતાં ધોધમાર વરસાદની અનુભૂતિ એ જ છાપરે કબૂતરનાં ચણ નાખી કરી શકાય. કેટલાં કબૂતર આવી ઉતરે છે એ આપનું નસીબ.
A+વાતે દાણા - પાણી માટે પારેવાં અત્યારથી સાધો ગરમીમાં તમારામાં રામ જાગશે પણ એમને તમારું સરનામું કોણ ચિંધશે?
ગયાં વખતના સવાલનો જવાબ
મેરુ પવૅત ઉત્તરકાશી હિમાલયની ગિરિમાળાઓમાં ગંગોત્રીની આગળ આવ્યો છે.
A+ સવાલ
કે.લાલ.જાદુગર ક્યાંનાં અને કઇ જ્ઞાતિનાં હતાં?
આવતા બુધવારે ફરી મળ્યાં A+વાતે.
સ્વસ્થ રહો - મસ્ત રહો - વ્યસ્ત રહો. તથાસ્તુ!!
Share – Like – Comment
positivevaato@gmail.com
More #A+Vato #Positive #talk #Watchgujarat