આપણે સમયની રાહ જોઇએ છીએ!! સમય કોઇની રાહ જોતો નથી.
"એકાંતમાં એવું બને ઘડિયાળનાં કાંટા તમે ખસતા સતત જોયા કરો!
ક્યારેક વરસોનો સમય પળમાં વિતીજાયે તરત એથી હવે લખતો નથી."
લોકડાઉનમાં સમયને એકદમ નજીકથી જોયો.લગનનાં ગીતો લગનમાં ગવાયને ચણિયાચોળી ગરબામાં પહેરાય. ગણપતિ-નવરાત્રી-દિવાળી અસરમાં ગાળી છે. આપણે ક્યારેક વહેલા કે મોડા પડવાની વાતે અવસર લ્હાવો ગુમાવ્યાનાં પ્રસંગોની પરિભાષાને અતિક્રમી જીવીએ છીએ. સારા નરસાં પ્રસંગોમાં કહેતાં.. 'લગ્નમાં ન જઇએ તો ચાલે પણ મરણ માં તો જવું જ પડે. ભાઇ કંઇક ગયેલા એવાંય પાક્યાં કે જેમની લાશનો કબ્જો ય મળ્યો નહીં..!! ટેકનિક બેસણા સ્ટાઇલમાં અનુકંપા વ્યક્ત કરીને કે આલિશાન ઘરનાં આંગણાં હોય ત્યાં ડ્રાઇવ-ઇન 'બેસણું'
મુદ્દો એ નથી કે સાવધાની ન વતૅવી પણ બાબત એમ છે કે મૂલ્યો બદલાતાં જાય છે. ફોન કરીને વાત કરવું એને વ્યવહાર કહેવાય છે. ખરેખર તો એકવાર ખાવાનુંને બે વાર ન્હાવાનું વિજ્ઞાન છેક અત્યારે સમજાય છે. લગ્ન કરવાં જેવી સ્થિતિ બેવ ઘટનામાં ભેદ ધરાવે છે. ભાગીને કરનારાઓ માટે આપણને કોઈ જોઇ ન જાયની દહેશત ને એરેંજ્ડમાં અમને બધાં જુએની તાલાવેલી. 'લગ્નગ્રંથીથી જોડાયાં છેની વકીલ દ્ધારા મુખ્ય અખબારોમાં અપાયેલી નોટીસ અને વડીલોનાં હાથેથી લખાયેલી કંકોત્રી. લગ્ન ઘટના એક વિવિધ પરિમાણી. વિચારો - સમજોને માણો.
ગરબા વગરની નવરાત્રીને.. A+વાતે નથી ભાંખવું. સમયાંતરે સમજાય એમાં મજા છે. ફરક પડ્યો છે એટલો જ કે થિયરી પ્રેક્ટિકલ બની ગઇ છે પ્રેક્ટિકલ થિયરી. Online class મારફતે Computer વિષયમાં બધું જ પ્રાયોગિક live ભજવાય છે. યાને થિયરી પ્રેક્ટિશનરી બની છે. રમતોત્સવનાં હેવાયાં 'ખેલ મહાકુંભ'નાં ખેલાડીઓ પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે ગ્રાઉન્ડમાંથી સીધા યોગામેટ પર આસન જમાવી બેઠાં છે. 'જબ પ્યાર કીયા તો ડરના ક્યાં' સાંભળીને રોમાંચિત થતી વિસરાતી પેઢીની સામે 90'sની પેઢી પણ હવે 40's માં આવી ગઇ છે. દસ વષૅ પહેલાં કેસેટોનું ખાનુ ખાલી કર્યું હતું. આ દિવાળીએ C.D'sનું ખાનુ ખાલી કર્યું છે. ભલેને એ કોમ્પેક ડિસ્ક હતી છતાં જગ્યા તો રોકતી જ હતીને? વિચારો - સમજોને માણો!!
આવતો બુધવાર ભાઇબીજ હશે. ત્યાં સુધી તબિયત જાળવજો. 20k20 એ ગુરૂ સાબિત થયું છે. અઘરું ગયું છે ગણિતનું પેપર સાબિત થયું છે. જેઓ ટક્યા છે એમની ટકાવારી આ પરથી નીકળશે. આપણે અત્યારે એવું માનીએ કે જવાવાળા યથા પ્રસંગે જતાં રહ્યાં છે fast જીવીને..
ગયાં સવાલનો જવાબ
Christopher Columbus.
આજનો સવાલ
આ વષૅ વિક્રમ સંવત કયું ? અને એને વિક્રમ સંવત કેમ કહેવાય છે?
જવાબ આટિૅકલનાં અંતે કોમેન્ટ કરો. અથવા ઇ-મેલ કરો.. આવતાં બુધવારે ફરી મળ્યાં ત્યાં લગી.. સ્વસ્થ રહો - મસ્ત રહો - વ્યસ્ત રહો. તથાસ્તુ!! Wishing You Happy "#A Positive" Diwali.
Share – Like – Comment
positivevaato@gmail.com