Permanent એ દુનિયાનું સૌથી મોટું જુઠ્ઠુ છે! ઉત્તમ ધંધો – મધ્યમ ખેતી – કનિષ્ઠ નોકરી. આખુ સમીકરણ ફરી ગયું. વાત જાણે એમ છે કે.. અર્થાત્ જાણીતી વાત છે. હજી ફેરબદલ કરું તો સૌના જીવનમાં બનતી વાત છે. એક સમયે કાયમી શબ્દ માત્રથી ઓડકાર આવતો. પંચવર્ષીય વધારો આવતો. પગાર પંચની જોગવાઈને છેક જીવતાં રહ્યાં તો.. પેન્શન ને અધવચ્ચે છૂટી ગયાં તો રહેમરાહે પત્ની કે પૂત્ર.

ઘંધામાં પેઢીએ વળગવાની વાતે પિતા દિકરો કાચાપાકા અનુભવે શીખે-શીખવે.સરનામું જ્યાં લગી સ્થાનિક છે ત્યાં લગી બધું સહ્યને સચવાતું રહે છે. અર્થોપાજૅન માટે જ્યારે વતન છૂટેને ત્યારે સરનામું? જ્યાં ફાવ્યું ત્યાં નહીં પણ જે મળ્યું ત્યાં રહેવાનું.પોકેટ મુજબ. બને એટલાં વધુ બચાવીને ઘરે મોકલવાની ગણતરીમાં મન જોતરાય. એક મિત્ર છે આજીવન ભાડાનાં મકાનમાં જ રહ્યાં. એમને ઘણું સમજાવ્યા કે મકાનનાં હપ્તા ભરો તો સમયાંતરે ઘરનું ઘર થાય.. ‘એય મૂકીને જ જવાનું છે ને?’ કહી ટૂંકમાં પતાવ્યું. મને થયું આ વ્હેલું પામી ગયો છે.. ખેર, લાંબી રજાઓ ભોગવવાં વતન જતાં નોકરીયાતો ગયાં દિવસો નહીં પણ રહ્યાં દિવસો જ ગણતા હોય છે. 90’s વાળા વાંચકો માટે Border મૂવીનું એ જાતે હુએ લમ્હો.. Time line પર મૂકીને આગળ વધુ તો બક્ષીબાબુનો નિબંધ ‘બેવતન’ કાનવગો છે. મારી FB wall પર Mital Makrand ‘વાચિકમ્ સવૅ વાંગઙમયમ્’ માં વાજીદઅલી શાહની સાઈગલની ઠુમરી મૂકીને શણગારે છે એની મજા છે.

અમેરિકા જવાની ફેશનને ફરફરિયું પકડાવનાર અમારા ગોપાલ પંડ્યા અમેરિકાનાં મળેલાં PR પડતાં મૂકીને સ્વદેશનાં સરનામે છે. કેટલાંકનાં fundamental પહેલેથી જ clear હોય. કઇ ખોટું નથી. આજીવન અહીંના સંબંધોના સરનામાં નથી બદલાતાં તો આપણે ત્યાં જઇને શું કરવું છે? અમેરિકન દોસ્ત પાછા જતાં કહેતાં હોય છે કે મેં Indiaને બહુ Chance આપ્યા પણ ?? તેઓ અહીંથી ગયા ને ત્યાંનાં થયાની વચમાં બદલાવ -અલગાવને ન તો સ્વિકારી શક્યા ન તો છોડી શક્યાં.

કાયમી સરનામું એક જ નોકરી કરનારાઓનું થઇ શકે. હોઇ શકે પણ, ‘જીસકા ખાવ ઉસકા ગાવ’વાળાંઓનું તો ક્યારેય નહીં. ફૌજીઓની વાત અલગ છે એમનાં સમપૅણને સલામ. લતાજી એ ગાયું છે. એ મેરે વતન કે લોગો.. દરવખત રડાવે છે. કોઈ ફૌજીને સમાજ વ્યવસ્થા નહીં સમજાય કારણકે એ દેશની સરહદો સાચવે છે એ ઉપર ઉઠી ગયો છે. ગોળી ખાવાની છે યાતો મારવાની છે. એમની વ્યાખ્યામાં નથી હોતું દેશ હોય છે. મા ભોમકા સર્વોપરી છે. એક સૈનિકનો પિતાને પત્ર.રુંવાળા ઉભા કરાવે છે. ખેર, પાછા સરનામે ફરીએ.. તો ઘર-મકાનનાં ભેદ જેઓ જ‍ાણે છે એને સમજાવવ‍ાની જરુર નથી. ધરતીનો છેડો ઘર છે તો બીજીબાજુ ફરે એ ચરે બાંધ્યું ભૂખે મરે નું સત્ય પણ વ્યાજબી જ છે.
A+વાતોમાં આજે એટલું જ કે તમારી ઈચ્છા શક્તિ મુજબની ચાદર હોય છે. કશુંક નવું શરૂ કરવા આ ઘડી સૌથી શુભ છે. ‘તેન ત્યકતે ન ભૂંજીથા’તું આપીને ભોગવનો ભાવ છે જેમાં સાક્ષીભાવ છે. કોલંબસ નિકળ્યો તો ક્યાંથી ક્યાં પહોચ્યો. નમૅદ યા હોમમાં સાહસને બિરદાવે છે. રહો એ સરનામું કરો એ કામ ને જીવાયું એટલું સુખ. સ્વસ્થ રહો-વ્યસ્ત રહો-મસ્ત રહો.
Share – Like – Comment
positivevaato@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud