#BALI – ચોકલેટનું ઉત્પાદન, વેપાર અને નિકાસ પણ બાલી ખૂબ કરે છેઃ ડો. મીતલ મકરંદની કલમે

બ્યુટીફૂલ બાલીના શબ્દ-સફરીઓ…. તમે તો મારી સાથે ગતાંકમાં સોના-ચાંદીના દાગીનાની અને બાલીમાં ઘરેણાના અમૂલ્ય ખજાના જેવા કારીગરો વિષે જાણ્યું આજે હાલો, બાલીમાં આવેલી ‘ચોકલેટ ફેક્ટરી વિષે’, જાણીએ.

આપણા ભારતીય પ્રવાસીઓ અહીં ખરીદતા નથી, એટલી તો ચોકલેટ ચાખે છે અને હા, ચાખવાના પૈસા નથી હોં!! જો આ મુલાકાતમાં બાળકો સાથે હશે તો એમને તો ‘મૌજે ચોકલેટ પડી જશે’  હોં!! કાળી, ધોળી, બ્રાઉન, ક્રીમ, મરૂન, ગળી, કડવી, મોળી, નટ, ફ્રૂટ, હની… નવી પેઢીની ‘ઓવેન’-મમ્મીઓ, આ બધીજ ચોકલેટ્સ ઘરે બનાવી જાણે છે અને બજારમાં એના મોલ્ડસ પણ મળે છે, અને યુ-ટ્યુબ પર થોકબંધ રેસીપી, અને બાળકોને ઘરની બનાવટ ખવડાવ્યાનો સંતોષ પણ રહે છે પણ આ ફેકટરીમાં જે જોવાનું છે, એમાં બાળકો માટે ખાસ એ છે કે, જે ચોકલેટ માટે તેઓ ગાંડા છે, તેની બનાવટ સમજવા, જાણવા અને પ્રક્રિયા અનુભવવાનો આ એક અનેરો મોકો છે, સાથે હાયજીનના ધોરણની મહત્તા!

#BALI – ચોકલેટનું ઉત્પાદન, વેપાર અને નિકાસ પણ બાલી ખૂબ કરે છેઃ ડો. મીતલ મકરંદની કલમે

ચોકલેટમાં જે મુખ્ય તત્વ પડે છે તે છે ‘કોકો’, અને તે બાલીમાં મબલખ પાકે છે, કોફી વિષે તો આપણે આ પૂર્વે પ્રવાસમાં જાણી ચૂક્યા છીએ પણ ચોકલેટનું ઉત્પાદન, વેપાર અને નિકાસ પણ બાલી ખૂબ કરે છે, જેમાં કાચો માલ અને ફીનીશ ચોકલેટનો સમાવેશ થાય છે ! મેસોન ગોર્મેટ, પોડ બાલી, ક્રકાઓ, કોબા, પ્રીમાં, બાલી બોન-બોન, એ બાલીની મોખરે ગણાતી ચોકલેટ ઉત્પાદન કંપનીઓ છે. અમે લીધેલી ‘પોડ-ચોકલેટ ફેક્ટરી’ વિષેની મૂલાકાત વિષે વાત કરૂ તો મોટા હરિયાળા પાર્કમાં આપની ગાડી પ્રવેશ કરશે જ્યાં આપને આપનાથી થોડા સુરક્ષિત અંતરે કાળા રીંછ જોવા મળે છે અને વાંસમાં રમતા આ રીંછના બચ્ચા જોવાની બળકોને મજા પડે છે.

હાથી સવારી પણ આપ માણી શકો જો, પ્રવેશ ટીકીટ સાથે આપને એક બાલીનીઝ ચોકલેટ શેક અને એક ગ્લાસ પાણી ફ્રી આપવામાં આવે છે. ‘પાણી’નો ઉલ્લેખ અનિવાર્ય છે કારણકે ઇન્ડોનેશિયામાં પીવાલાયક પાણી ખૂબ મોંઘુ છે અને ક્યાંય નિશુલ્ક નથી મળતું!! આ ફેકટરીમાં આપને કોકોના પીડા -પાકી ગયેલા ફળમાંથી તેના બીજ કાઢી-સુકવણી કરી, ત્યારબાદ શેકી, ખાંડી, ચાળી, તેમાં કેરામેલ(પ્રવાહી ખાંડ) અને દૂધ ભેળવી, ઉકાળી, ઠંડી પાડવાની પ્રકિયા જોવા મળે છે. કઈ રીતે તે મોલ્દ્સમાં ઢળે છે અને રેપરમાં આવે છે!!? ૧૦૦ ઉપરાંત ભાતની ચોકલેટ, બનાવટ, જેમાં વિદેશીઓને સૌથી પ્રિય સ્વાદ ‘તજ’, ‘લેમન ગ્રાસ’(લીલી ચા) ફ્લેવરની ચોકલેટનો છે.

#BALI – ચોકલેટનું ઉત્પાદન, વેપાર અને નિકાસ પણ બાલી ખૂબ કરે છેઃ ડો. મીતલ મકરંદની કલમે

બાલીના તજનો તો ભારત અને શ્રીલંકામાં પણ નિકાસ થાય છે !! બાલીની તમામ ચોકલેટ કંપનીઓ મેન્યુઅલ હોવાથી, સ્થાનિકોનો આ રોટલો છે !! (અહીં રોટલો નથી ખવાતો એટલે ભાત કહીશ) ક્રકાકાઓ અને ચાર્લીઝ એ બેઉ ફેક્ટરી દરિયા કિનારે આવેલી છે અને હા એની રચના જોઇને એ રેહવા યોગ્ય રિસોર્ટ છે કે કોઈ ચોકલેટ ફેક્ટરી એ કળવું મુશ્કેલ છે!! એક બાજુ દરિયા ખારાશ બોલાવે અને બીજી બાજુ મીઠ્ઠી, ચોકલેટ લલચાવે ….કઈ બાજુ જવું !!? મિત્રો, પ્રવાસ છે ને, એક્દમ ‘ચોકલેટ’ જેવો…જ છે! બરાબર મમળાવવામાં રસ પડતો થાય છે અને ત્યારે….જ, પૂરો થવા આવે ! આવતા પ્રવાસ વર્ણન સુધી આપ આ અંકને આશા છે ચોકલેટની જેમ ચગળશો …!! વાંચતા રહો…બ્યુટીફૂલ બાલી @WatchGujarat

(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)

 

 

More #ચોકલેટ #Bali #chocolate #Doctor #Mital Makrand #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud