[caption id="attachment_27520" align="aligncenter" width="1250"] Beautiful Bali[/caption]
‘બ્યુટીફૂલ બાલી’ના શબ્દ સફરીઓ, આનંદથી ચોકલેટો ખાધી?? ઢોલ વગાડ્યા ?? શેના ?? અરે આપણે ગતાંકમાં જે ચોકલેટ ફેક્ટરી અને ડ્રમ્સ ફેકટરીમાં ગયા,અને શબ્દ-પ્રવાસ કર્યો, એના..સ્તો વળી! ચાલો, હવે બાલી- ઉદ્યોગની સફરે નીકળ્યા...જ છીએ, તો જાણી લો કે બાલીના અન્ય મોટા ઉત્પાદન ક્ષેત્રોમાં-બાલીમાં મળતી ‘હર્બલ કોસ્મેટીક્સ’ અને લાકડાના એન્ટીક અને બાલીનીઝ ઘાટના અજોડ ‘ફર્નીચર’ અને ગૃહ શુશોભનની કળાત્મક બનાવટોનો મહામૂલો ઉત્પાદન-ખજાનો છે!
બાલીની ખરીદી આમ તો શોખીન માણસોને ગાંડા કરી મૂકે એવી છે, કારણકે આપનું મન ૫૦% સામગ્રી, ખરીદ્યા બાદ,એવી દ્વિધામાં મૂકાય કે ‘એ’ ચીજ પોતે વાપરવી કે જેના માટે લીધી હોય તેને આપવી? વેલ, બેહનો મારી ગમે એટલી રૂપાળી હોય પણ રખેને એ કોસ્મેટીક્સ, તરફ નજર નાખવાનું ચૂકે ! પણ વ્હાલીઓ, બાલીમાં આપને ‘બ્યુટી-કેર’ રેંજ કોસ્મેટીક્સ મળશે જેમકે કે હર્બલ -બોડી, ફેસ, લેગ, હેંડ-સ્ક્રબ, લોશન, શેમ્પૂ, સાબુ, તેલ, કન્ડીશનર, વાળનું-ટોનિક, મસાજ ક્રીમ- તેલ, તડકાથી ટેન(દાઝી / કાળી) પડી ગયેલી સ્કીન માટે ક્રીમ, ફેરનેસ, ચામડીની સુંવાળપ માટે ટોનિક. સંતરા, અવાકાડો, પપૈયા, દુરિયન...જેવા ૨૫થી પણ વધુ ફળોની ખુશ્બો અને સત્વવાળા, ફળોના ફેસ પેક, ક્રીમ કીટ્સ, અને એ પણ સમ્પૂર્ણ ઓર્ગેનિક! જે બેહનો સલૂન કે હર્બલ ‘બ્યુટી ટ્રીટમેન્ટ’નો વ્યવસાય ધરાવે છે એમને તો જાણે કે ખજાનો મળી ગયો!!
[caption id="attachment_2152" align="aligncenter" width="1366"] Beautiful Bali[/caption]
બાલીમાં આવેલી બાલી –બેલેન્સ (ઓસ્ટ્રેલિયન માલિકી), સેન્સેટીયા-બોટાનીકલ્સ & ઉત્તમા-સ્પાઈસ(બેઉ સ્થાનિક) એ હર્બલ સ્કીન રેંજ ઉત્પાદનમાં મોખરે છે. કુદરતે ઇન્ડોનેશિયાના જંગલોને ૩૦,૦૦૦ ઉપરાંત વૈવિધ્યસભર ઔષધીયોની અમૂલ્ય બક્ષિશ આપી છે અને જેનો તેઓ ખૂબ જતનથી અદભૂત ઉપયોગ કરી જાણે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ અને સંશોધન દ્વારા તૈયાર કરવામાં આવેલ નખશીખ- અસલી, ઔષધી અને તેના સચોટ પરિણામો મેળવી આપતી દવાઓ, તેલ, પાવડરનું વેચાણ અહીં વિશ્વસ્નીય છે અને વિશ્વસ્તરીય છે. ASEANદેશોમાં, આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટ્સ બનાવવા માટેની ગાઈડ-લાઈન સૌ પ્રથમ વાર ઈન્ડોનેશિયાએ તૈયાર કરેલી. #Beautiful Bali
અહીં હર્બલ-બ્યુટી, બીઝ્નેસ પોતાની ગુણવત્તા પ્રામાણીકતાથી જાળવી રાખે એ માટે ૪-સરકારી વિભાગની તેના પર ચીલ નજર રહે છે. ‘સવાસ્થ વિભાગ’(વપરાતા હર્બલ્સની ગુણવત્તા, સ્વાસ્થ વિશેષતાઓને ધ્યાનમાં રાખે છે), ‘શિક્ષણ વિભાગ’(હર્બ્સના સંશોધન અને નવા ઉપભોગ ક્ષેત્ર વિષે તપાસ કરે છે), ‘લેબર’(આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં વર્કરોના જ્ઞાન, કુશળતા અને હિત માટે કામ કરે છે), ‘સન્સ્કૃતિ અને ટુરીઝમ’(તૈયાર થયેલ પ્રોડક્ટના સાંસ્કૃતિક મહત્વને માર્કેટિંગ દ્વારા પ્રસાર-કરવાનું કામ કરે છે).આ ચારેય વિભાગ મળીને વિશ્વ સેહલાણીઓ સમક્ષ, જે ‘મીલીયન-ડોલર’ માર્કેટ મૂકે છે, તે દાદને પાત્ર છે, અને ‘અહીં, સૌનો સાથ સૌનો વિકાસ’....સૂત્ર સાકારીત લાગે!! વિવિધ જડી બુટીઓના ‘સ્પા-થેરાપી’નું પણ અહીં ખૂબ ચલણ છે અને લોકો પોતાની અનુભૂતિના આધારે, સારા એવા પૈસા આ થેરાપીઝ પાછળ ખર્ચી જાણે છે.
[caption id="attachment_27519" align="aligncenter" width="800"] Beautiful Bali[/caption]
મારો પોતાનો અનુભવ એવો છે કે બાલીમાં જાવ તો હર્બલ સ્પા / મસાજ જરૂર કરાવવું, મને તો એમ લાગ્યું કે “બોસ્સ--બાલી પ્રવાસની ટીકીટ વસૂલ છે” !! અહિયાં મોટે ભાગે સ્થનિક પ્રજા ટૂર ગાઈડ, હોટલ, ડ્રાઈવર અને મસાજના વ્યવસાયમાં છે. અમારા ડ્રાઈવર ‘ન્યોમન’ના પત્ની, મસાજ-પાર્લરમાં કામ કરતા હોવાથી અમે એમની..જ સેવા લેવાનું નક્કી કર્યું, એમનું નામ ‘કૃષ્ણા’ અને એ એક ક્લાક્મા તો એમણે અમારા પ્રવાસના થાક-ભારવાળા શરીરને ચંપાના ફૂલ જેવું હળવું કરી નાખ્યું...! મન-રીલેક્ષ્ડ! ‘સ્પા’ એટલે શું? અને આ સન્સ્કૃતિની અહીં શરૂઆત કેવી રીતે થઇ. જાણવા માટે વાંચતા રહો.....બ્યુટીફૂલ બાલી.... @WatchGujarat
(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)
More #Beautiful Bali #Tour Blog #Doctor Mital makrand #Golibar publication #Watchgujarat