‘બ્યુટીફૂલ બાલી’ના શબ્દ સફરીઓ, આપણે ગત- સફરમાં વાત કરી રહ્યા હતા...બાલીમાં મળતાં ઓર્ગેનિક સૌન્દર્ય પ્રસાધનોની. વિશ્વના કુલ ૧૦% -ઔષધીય વૃક્ષ, ઇન્ડોનેશિયામાં મળે છે! નિસર્ગમાં અતિ-વિશ્વાસ અને પ્રેમ-પ્રમાણિકતા સાથે પ્રકૃતિનું જતન કરતી આ પ્રજાની, ઉષ્મા ભરી ‘સ્માઈલ’એ અહીં આવતા, વિશ્વભરના સેહલાણીઓ માટે એક ખરી ‘સ્પા’ ક્રિયા જ છે. મિત્રો, ‘સ્પા’ શું છે? જાણવા જેવી વાત એ છે કે અહીં ‘સ્પા’ની પરમ્પરા ક્યાંથી અને કઈ રીતે વિકસી!! #Bali
‘સેરત-ચેન્થીની’ નામની પૌરાણીક, જાવાનીઝ ‘હતપ્રત’માં, દક્ષીણપૂર્વીય એશિયામાં ૮મી-૧૬મી સદી સુધી સામરાજ્યનો સૂરજ ચમકાવનારા ‘મજાપહિત’ અને ‘મેદાંગ’ રાજ્યોમાં, ‘જવાળામૂખી’ના સત્વો-યુક્ત- આ વિસ્ત્તારની માટીવાળું, પ્રાકૃતિક ગરમ-કુંડનું પાણી, રાજા અને પ્રજા બેઉ માટે ગામમાં પ્રસારિત થતું! જ્વાળામુખી-વિસ્ત્તારની માટીમાં રહેલું ‘સલ્ફર’ ચામડીના સ્વસ્થ માટે હિતકારી છે અને ગરમ હોવાના કારણે, એમાં મિનરલ્સ-સહિત ‘શેક’ મળે છે, જે હાડકાને આરામ અને ચર્મ-રોગમાં રાહત આપે છે. ઈતિહાસની સાક્ષી પૂરતા આવા ‘સ્નાન-કુંડ’ ઇન્ડોનેશિયામાં, આજે પણ ઘણા જોવા મળે છે! #Bali
‘તમન-સારી’ એ યોગ્ય્કાર્તાનો ૧૮મિ સદીમાં નિર્માણ પામેલો અને બાલીમાં ‘તીરતા-ગંગા’- એ વિશાળ બગીચામાં આવેલા સ્નાન- કુંડ છે.જે, આપે બાલી- પ્રવાસ દરમ્યાન અચૂક જોવાના રેહશે! રાજવી ઘરના સભ્યો, પોતાના સ્નાનમાં દૂધ, હળદર, ચંદન, ફૂલ-પાંદડા, જેવી સામગ્રીનો ખાસ ઉપયોગ કરતાં. દૂધ,ચામડીને સુંવાળપ અને સુગંધી-ફૂલ-તેલ, શરીરને મેહ્ક આપી, મિજાજમાં એક અનેરી તાજગી અને ઉત્સાહની પૂરતી કરતા. પેહલાંના સમયમાં રંક પ્રજા રોજીંદી મજૂરી, અને કામ-કાજમાં દિવસ પસાર કરતી. દરરોજ સ્નાનની સ્વાસ્થ્ય-વિષયક જાગૃતિ નોહ્તી!
‘સ્નાન’નો મહિમા -પ્રસંગ, પૂજા અને અમૂક ‘ખાસ’ દિવસોમાં રેહતો. અમૂક ચોક્કસ અંતરે નાહવાના કારણે એ-જે તે દિવસે, નાહવામાં ઘણો સમય વ્ય્તીત થતો.શરીર ચોળી-ચોળી,ઘસી માણસો પોતાની જાતને હળવા/‘રેલેક્ષ’ ફિલ કરતાં. ઇન્ડોનેશિયાના ૧૦૦૦ વર્ષ જુના સૌથી મોટા બુદ્ધ-મંદીર- ‘બોરોબૂદુર’, અને હિંદુ ‘પ્રામ્બાનન’ મંદીરની કોતરણીમાં સ્નાન-કુંડ,મસાજ-ક્રિયા અને ફૂલનો શણગાર, સુંદર દર્શાવવામાં આવ્યો છે! #Bali
સ્નાન કુંડની આ સંસકૃતિમાં સ્ત્રીઓ એકબીજાના શરીર પર મસાજ અને સૌદર્ય પ્રસાધનોથી માલીશ કરતી ! અને એક બીજાના શણગારમાં મદદ કરતી નજરે પડે છે ! સમયજતાં, સ્નાન-કુંડના જળ સુકાયા, પણ આધુનિક સમયના વ્યવસાયલક્ષી મીજાજે-આ પરમ્પરા, કળા-વારસાને વ્યવસાય તરીકે વિકસાવી!! ‘સ્પા’ શબ્દ રોમન કાળથી અસ્તિત્વમાં છે, ‘એકવા સ્પાદાને’ નામે એક નાહવાનો કુંડ બેલ્જીયમના ગામમાં આવેલ આ કુંડ ત્યારબાદ ‘સ્પા’ તરીકે ઓળખવા લાગ્યો, અને આમ ‘સ્પા’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. #Bali
આજે આ સ્નાન -પ્રક્રિયા, અવનવા સંશોધન પામીને એક થેરાપી બની ચુકી છે! આજે આ થેરાપીમાં સોના, વર્લપૂલ, જેટ-બાથ, સ્ટીમ-રૂમ,મસાજ, મડ બાથ, સોલ્ટ-સ્ક્રબ, સી-વીડ બોડી, હર્બલ બોડી માસ્ક, રેફ્લેક્ષોલોજી, મેની-પેડી ક્યોરનો પણ સમાવેશ કરવામાં આવે છે. મને આશા છે, આ વાંચતા સુધીમાં તો આપે “બાલી જો જૈયે તો ‘સ્પા’ જરૂર કરીએ એવો મક્કમ નિર્ધાર કરી લીધો હશે!! પણ ક્યાં જશો-‘બાલીનીઝ સ્પા’ માટે? વાંચતા રહો ‘બ્યુટીફૂલ બાલી’... @WatchGujarat
(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)
More #Bali #Spa #Culture #Dr. Mittal Makrand #Watchgujarat