#BALI સૌથી વધુ ઇસ્લામ વસ્તી ધરાવતા દેશમાં, ‘સરસ્વતી પૂજન’ના દિવસે રજા પાડવામાં આવે છે - ડો. મીતલ મકરંદની કલમે

#Bali – અમે બેઠા હતા… સરસ્વતી મંદિરના પ્રાંગણની લગોલગ, આવેલ ‘કાફે-લોટસ’માં, અમારી બાલીનીઝ કોફી આવી ચુકી હતી!! અને ચર્ચા ચાલી રહી હતી, કે બાલી તો ઈન્ડોનેશિયાની હિંદુ-ધર્મ નગરી છે પણ વિશ્વના, સૌથી વધુ ઇસ્લામ વસ્તી ધરાવતા દેશમાં, ‘સરસ્વતી પૂજન’ના દિવસે રજા પાડવામાં આવે છે અને એ રજા સરસ્વતીના પૂજન માટે..જ હોય છે !! શાળા, ઓફીસ અને વિશ્વવિદ્યાલયો, ‘સરસ્વતી’ના-ઉપાસકો છે, એ એમની પૂજા પ્રત્યેના ડીસીપ્લીનને જોતાં…માનવું પડે!

આધુનિકતા સાથે ‘સંસ્કૃતિ’નું અધભૂત સમન્વય એટલે ઇન્ડોનેશિયા.બાલીમાં અત્યારે બેઠા છીએ એટલે એક બાબત સંસ્કૃતિના સંદર્ભે કરું તો… કે જકાર્તામાં જેમ પરોઢ-સવાર-બપોર-સન્ધ્યા, રેડીઓ,ટીવીના સમૂહ માધ્યમ (ખાનગી કે સરકારી)પર નમાઝનું જે પ્રસારણ છે એમ બાલીમાં આપ ચાર વખત, ‘ગાયત્રી મંત્ર’ સાંભળી શકો છો ! અમે આ અમારી કાર-ટ્રાન્સપોર્ટ દરમ્યાન બાલીના એફ એમ, રેડિયો પર સાંભળ્યું અને ‘હોટલ સ્ટે’, દરમ્યાન સ્થાનિક ટીવી ચેનલ પર જોયું!

સ્થાનિક લોકો,પર્યટકોની આવક પર નભતા હોવાથી,પર્યટકો પ્રત્યે અતિ પ્રમાણિક છે !  સ્થાનિક બેહનોમાં સરસ્વતી નામ ધરાવતી, માત્ર હિંદુ સ્ત્રીઓ..જ નહી!  ’મુસ્લિમ સ્ત્રીઓ’  પણ મળી રહે છે! !  ‘સર’ એટલે સરોવર / પાણી અને ‘વતી’ તેને ધારણ કરતી ! જે પાણીને ધારણ કરે છે, તેવી!! ‘પાણી’ એ સમૃદ્ધિની નિશાની છે ! અને માટે એ જેની પાસે હોય છે તે સમૃદ્ધ હોય છે એમ જણાય.ભારતના ભૌગોલીક ઇતિહાસમાં સરસ્વતી નામની નદી મળે છે!

સમય જતાં તે સુકાઈ. બ્રહ્માપુત્રી, દેવી સરસ્વતીની મૂર્તિમાં તે હંસ-સવારી કરે છે, ક્યારેક મોર કે કમળ પર બિરાજવાન રહે છે, તે સ્થપતિ / ભાવકની કલ્પનાને આભારી છે. તેના ચાર હાથ, જેમાં બે હાથમાં વીણા,પુસ્તક, કલમ, છે. ભારતીય શાસ્ત્રોમાં વિદ્યાની દેવી તરીકે વિદ્વાનોની ઉપાસના પામે છે અને જીહવા પર બિરાજે છે! જેથી ‘સારસ્વતો’ની ઉપમા, કલાકારો અને વિદ્વાનોને મળે છે. અમેરિકામાં, ઈન્ડોનેશિયાએ-અમેરિકા સાથેની મૈત્રી-સંબંધની ભેટરૂપે ૧૬ફૂટની સરસ્વતી પ્રતીમાં આપેલ છે. કારણકે ઇન્ડોનેશિયા માને છે કે પરસ્પર સમૃદ્ધિ અને વિકાસની જો મૈત્રી બાંધવી હોય તો જ્ઞાનની દેવી, સરસ્વતીની કૃપા અનિવાર્ય છે, સરસ્વતી પ્રત્યેની મહત્તા, ઇન્ડોનેશીયનો માટે અહીં સમજી શકાય છે. તમે વોશિંગ ટન-DCમાં ફરવા જાવ તો પ્રતિમાને જોઈ, તેને ભારતીય સન્સ્કૃતિનો અધિકાર-દાવો કે પ્રભુત્વ માની બેસવાની રખે ભૂલ કરતાં!

ॐ ऐं महासरस्वत्यै नमः।।

शुक्लां ब्रह्मविचारसारपरमांद्यां, गद्व्यापनीं,

वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यांधकारपहाम्।

हस्ते स्फाटिक मालिकां विदधतीं पद्मासने संस्थिताम्

वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्।।

એ સંસ્કૃત મંત્ર, ઇન્ડોનેશિયામાં સંસ્કૃત ભાષામાં આજે પણ પઠન કરાય છે !….વાંચતા રહો બ્યુટીફૂલ બાલી!! આવતા અંકે @WatchGujarat

(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)

#Bali #Saraswati Pujan #WatchGujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud