#BALI – બાલીનો વિસ્તાર ચાંદીની ખાણ – કામ માટે વિશ્વ વિખ્યાત છેઃ ડો. મીતલ મકરંદની કલમે

મિત્રો, બાલીમાં ફરીએ તો જાણીએ કે નૈસર્ગિક સૌન્દર્ય,મંદિરો, દરિયા કિનારાઓ ઉપરાંત, બાલી સમૃદ્ધ છે જાત ભાતના વ્યાપારોમાં, ‘ગુજરાતી’ જેવી વેપારી પ્રજાને જાણવું અને જોવું ખૂબ ગમશે એવી વાતો આજે કરીએ!! #Bali

બાલીનો વિસ્તાર ચાંદીની ખાણ-કામ માટે વિશ્વ વિખ્યાત છે અને માટે અહીં ચાંદીના કારખાના ઘણા છે, પોલીશ દાગીનાના શો-રૂમ્સ સાથે, કાચી(રો) ચાંદીનું કામ આપ આવી ફેક્ટરીઝમાં અચૂક જોઈ શકશો. આવી જ એક ખૂબ જૂની અને વિશ્વસનીય ચાંદીની બનાવટો વેચતી એક ફેક્ટરીની મુલાકાતે અમે ગયેલા એનું નામ- ‘યુ.સી-સિલ્વર & ગોલ્ડ ફેક્ટરી’. આ ફેક્ટરીનું આર્કિટેક્ટ અને બાંધણી અને ઇન્ટીરીયર્સ…જોઇને એમ થયું કે કદાચ જો આ જગાની પ્રવેશ- ટીકીટ પણ રાખવામાં આવે તો ‘બોસ- વસૂલ’ છે! !!

#BALI – બાલીનો વિસ્તાર ચાંદીની ખાણ – કામ માટે વિશ્વ વિખ્યાત છેઃ ડો. મીતલ મકરંદની કલમે

આ ફેક્ટરીના પ્રવેશ દ્વારથી..જ તમે ફોટા પાડવાનું શરુ કરી દો છો, શ્વેત કાચબા,વાંદરા, શ્વેત દેડકા,શ્વેત પતંગીયા,શ્વેત સુમો, મહાકાય પાંખોવાળો ઘોડો અને ડ્રેગન,અને આભ ઊંચા સ્તંભને વીંટળાયેલા પાંખોવાળા નાનકડા દેવદૂતો,  ત્રિમુખી સ્વરૂપવાન દેવી,…જાણે સ્વર્ગનો કોઈ ‘નેચર-પાર્ક’ નજર સામે ઉઘડતો હોય એમ લાગે! આ ફિલને પગલે પશ્ચિમી ટુરીસ્ટસમાં આ જગા ‘એન્જલ તો એન્જલ’-તરીકે પણ પ્રચલિત છે.

અહીં આપ કાચી-ચાંદી પર કારીગરો, દ્વારા થતી પ્રક્રિયા જોઈ શકો છો, તેને અપાતા ઘાટ- બીબાં, ઘસાઈ, તેમાં નંગ કે પત્થરનું ફીટીંગ એ -એક લર્નિંગ પ્રોસેસ છે. આપણે આપણા બાળકોને ફીનીશ પ્રોડક્ટ્સ અપાવીએ છીએ ત્યારે ક્યારેક તેમને એની તૈયારી પાછળની પ્રક્રિયા પણ અચૂક સમજાવવી જોઈએ !! ૧૨૫ ઉપરના કારીગરો…પોતાના કામમાં રત છે ! અને તેમના મોઢે બાંધેલા માસ્કમાંથી પણ એમનું વેરાતું- સ્મિત, આપ જોઈ શકો છો,વર્કશોપની મૂલાકાત પતાવીને આપ જાજરમાન શોરૂમના પ્રવેશ દ્વારથી, જયારે અંદર પ્રવેશો છો ત્યારે ચાંદીના દાગીનાની વણથંભી વણઝાર, જોઈ બેહનો આભી બની જશે!! મોટા ભાગના એશીયાઇ દેશો અને ભારતીયોને પીળી ધાતુ આકર્ષે છે, અને વારસામાં પણ એ સ્ત્રી-ધન તરીકે આપવા કે મેળવવાની પ્રણાલી છે! જયારે યુરોપિયન્સમાં સિલ્વર અને સ્ટોનનું ચલણ ઘેલછાની હદે છે ! #Bali

#BALI – બાલીનો વિસ્તાર ચાંદીની ખાણ – કામ માટે વિશ્વ વિખ્યાત છેઃ ડો. મીતલ મકરંદની કલમે

આપની સાથે અહીં એવા ઘણા યુરોપિયન પ્રવાસીઓ હશે, જે જરૂર ખરીદી કરે છે અને ભારતીયોની જેમ આપણે ‘ત્યાં’ આ કેટલામાં પડે? એવો વિચાર કરતા નથી! આપણે ત્યાં, ચાંદીમાં આ ઘાટ ભાગ્યેજ જોવા મળશે અને હા..જો તમે આ દાગીનાની બનાવટમાં ગુણવત્તા પર સંશય કરતા હોવ તો…. ૯૨.૫%ની ચાંદી પેહરીને, આપ વ્હાઈટ ગોલ્ડના વ્હેમમાં રાચી શકો છો એટલે આ ઓફર ખોટી તો નહીં..જ. આ ફેક્ટરીની બનાવટો મોટા ભાગે એક્ષ્પોર્ટ થાય છે અને રાજવી પરિવારો માટે ઓર્ડરથી તૈયાર થાય છે. આ વર્કશોપ ઉપરાંત ચેન્ઝ મોનીક, સ્ટુડીઓ પીરાક, WS-આર્ટ સ્ટુડીઓ, જ્હોન હાર્ડી વર્કશોપ અને પ્રપેન જેવા વિશ્વકક્ષાના સિલ્વર-કારીગરોના કસબને વિશ્વકક્ષા પર મૂકતી ફેકત્રીઝ છે!! જેમાં બિન-ઇન્ડોનેશિયન માલિકી અને ઉત્પાદકો પણ છે. #Bali

બાલી ‘અઈલેન્ડ ઓફ ગોડ’ સાથે ‘આઈલેન્ડ ઓફ સિલ્વર’ તરીકે પણ ઓળખાય છે એ ખૂબ ઓછા પ્રવાસીઓ જાણે છે… વાંચતા રહો… બ્યુટીફૂલ બાલી @WatchGujarat

(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)

More #Bali #Silver Fields #Dr Mital Makrand #Watch Gujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud