ભારતીય વાયુસેના પાસે હાલ 10 મહિલા પાઇલટ્સ અને ૧૮ મહિલા નેવિગેટર્સ છે. વાયુસેનામાં કુલ ૧૮૭૫ મહિલા ઑફિસર્સ અલગ-અલગ હોદ્દા પર ફરજ બજાવી રહી છે. થોડા દિવસો પહેલાં જ મિગ-21ની મહિલા પાઇલટ શિવાંગી સિંઘ ટૂંક સમયમાં રાફેલ ઉડાવનાર પહેલી મહિલા પાઇલટ બનશે, એવા સમાચારો આવ્યા. શિવાંગી સિંઘ હાલ અંબાલા ખાતે રાફેલની ટેક્નિક્સ અને મિકેનિઝમ સમજવા માટે તાલીમ લઈ રહી છે.
અંબાલાની ‘સ્ક્વૉડ્રન-17’ કે જે ગૉલ્ડન એરો તરીકે પણ જાણીતું છે, તેના પરથી થોડા સમય પહેલાં જ બોલિવૂડ પ્રોડ્યુસર રશ્મિ શર્મા એક ફિલ્મ બનાવવાની જાહેરાત પણ કરી ચૂક્યા છે. કારગિલ ગર્લ ગુંજન સક્સેનાની જેમ ‘ગૉલ્ડન ગર્લ’ શિવાંગી સિંઘના જીવન ઉપરથી પણ પ્રેરણાદાયી ફિલ્મ ટૂંક સમયમાં રૂપેરી પડદે જોવા મળશે એ નક્કી છે.
રશિયાથી ભારત લાવવામાં આવ્યા એ વાતને ઝાઝો સમય નથી થયો. તેને ઉડાવવા માટે પાઇલટ્સને હાલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એવામાં થોડા સમયમાં જ શિવાંગી સિંઘના સમાચાર આવ્યા, જે રાફેલ ઉડાવનારી પહેલી મહિલા પાઇલટ બનવા જઈ રહી છે. વારાણસીમાં તેનો ઉછેર! કાશીમાં જ તેનું બાળપણ વીત્યું. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં એન.સી.સી.નો કોર્ષ પૂરો કર્યા બાદ આજે શિવાંગી સિંઘ વાયુસેનામાં ફરજ બજાવી રહી છે. ઇન્ડિયન એરફોર્સ ખાતે તેણે 2016ની સાલમાં તાલીમ લેવાની શરૂઆત કરી, ત્યારબાદ 2017માં તેનું સત્તાવાર જોઇનિંગ ગણી શકાય. અત્યાર સુધી મિગ-21ની મહિલા પાઇલટ રહી ચૂકેલી શિવાંગી સિંઘ હવે તદ્દન મોર્ડન ટેક્નિક્સ અને મિકેનિઝમથી સજ્જ એવા રાફેલ ઉડાવવા માટે અંબાલા ખાતે તાલીમ લઈ રહી છે, જે વધુ અઘરી છે કારણકે મિગ-૨૧ની સરખામણીમાં રાફેલની તકનિક ઘણી વધારે કૉમ્પ્લેક્સ અને અત્યાધુનિક છે.
શિવાંગી સિંઘનો સમાવેશ રાફેલની 17 ગોલ્ડન એરો સ્ક્વૉડ્રન ટીમમાં કરવામાં આવ્યો છે, જેના પરથી પ્રેરણા લઈને બોલિવૂડ પ્રોડ્યુસર રશ્મિ શર્મા આગામી સમયમાં ફીચર ફિલ્મ બનાવવા જઈ રહી છે. શિવાંગી સિંઘના પિતા ટ્રાવેલ્સનું કામકાજ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. 2016ની સાલમાં મૈસુર ખાતે શિવાંગીએ ભારતીય વાયુસેનાની કૉમન એપ્ટિટ્યુડ ટેસ્ટ ક્વૉલિફાય કરી અને ત્યારબાદ તેની તાલીમ શરૂ થઈ.
શિવાંગીના પિતાનું નામ કામેશ્વર સિંહ છે. તેઓ ટ્રાવેલ્સનું કામકાજ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. શિવાંગીના નાના પણ સૈનિક હતાં. શિવાંગી જ્યારે નવમા ધોરણમાં હતી ત્યારે તે પોતાના નાનાને ઘરે ગઈ હતી, એ વખતે એમણે શિવાંગીને એરબેઝ અને મ્યુઝિયમમાં સૈર કરાવી હતી. ત્યાં રાખવામાં આવેલા પ્લેન જોઈને શિવાંગી એ જ વખતે બોલી ઉઠી હતી કે, ‘મારે પણ પ્લેન ઉડાવવું છે, નાનાજી!’ હકારાત્મક વાત એ છે કે ભારતીય એરસેનામાં જોડાવવા માટે શિવાંગીએ ઝાઝો સંઘર્ષ કરવાની જરૂરિયાત નહોતી પડી. તેના પરિવારજનોએ શરૂઆતમાં કરેલી થોડી આનાકાની બાદ તેને લીલી ઝંડી આપી દીધી હતી. શિવાંગીના તમામ સપના પૂરા કરવા માટે તેઓ હંમેશા અડગ રહ્યા.
શિવાંગી સિંહના માતા સીમા સિંહ પણ કહે છે કે, ડર જેવું કોઈ પરિબળ શિવાંગીમાં ક્યારેય રહ્યું જ નથી. આકાશમાં ઉડતાં વિમાનોને જોઈને તે હંમેશા પ્લેન ઉડાડવાની ચાહત વ્યક્ત કરતી હતી. નાનપણથી જ તેને વિમાનોમાં અત્યંત રસ પડ્યો છે. શિવાંગીનો ભાઈ સુભ્રાંશુ સિંહનું કહેવું છે કે, હાલ ભારત - ચીન વચ્ચે જે તનાવ ચાલી રહ્યો છે એમાં અગર શિવાંગીની જરૂર બોર્ડર પર પડશે, તો તે અચૂકપણે દેશસેવા માટે પોતાની જાન ન્યોચાવર કરવામાં પાછીપાની નહીં કરે એટલી બહાદુર છે.
શિવાંગીનું ભણતર સેન્ટ મેરી કૉન્વેન્ટ સ્કૂલમાંથી થયું છે. આઠમા ધોરણ સુધી ત્યાં ભણતર લીધા બાદ તેણે નવમાથી બારમા ધોરણ સુધીની શિક્ષા શિવપુરની સેન્ટ જોસફ સ્કૂલમાંથી લીધી. ત્યારબાદ ‘બેચલર ઇન સાયન્સ’ ભણવા માટે 2013ની સાલમાં ‘સન-બીમ વુમન્સ કૉલેજ’માં એડમિશન લીધું. 2015-16 સુધી તેનું ગ્રેજ્યુએશન ચાલ્યું, એ દરમિયાન તેણે ‘બનારસ હિન્દુ યુનિવર્સિટી’માંથી એન.સી.સી.નો કોર્ષ પણ કર્યો. પરિવારમાં શિવાંગીને એક નાનો ભાઈ છે, જેનું નામ મયંક છે. તે અત્યારે બારમા ધોરણનું ભણતર સ્મિથ સ્કૂલમાંથી લઈ રહ્યો છે.
ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ જ્યારે ભારતીય વાયુસેનામાં જોડાઈ ત્યારે તેણે ભારતનું સૌથી મુશ્કેલ ગણાતું મિગ-21 વિમાન ‘બાઇસન’ની તાલીમ લીધી છે. હાઇ ટેક-ઑફ્ફ અને...