કીડાની જેમ કોષેટો વણતો કમઅક્કલ જાડો થતો જાય છે. ભાષાથી જાડો થતાં હવે શબ્દ કને ઉગડો પડતો નથી. એકની એક જગ્યાએ રહીને ખાલી ચઢી’તી..!! એનાં પૂવૅજો લખી ગયાં’તા… કે કવિતા ન લખીએ તો શું થાય? અંતે પોતે સમજી વિચારીને થંભ્યો હતો. કમઅક્કલ.એની કલમમાં નવી ટરકોઇશ બલ્યુ રંગની inkની રાહ જોવામાં થંભ્યો તો..!

સકારણ જ હતું એ ‘નથી લખવું જાવ.. કહીને રુસણું હતું.. તેનું કારણ સ્ટેમ્પેડ… copy paste કલમ ના ચાલે ને એ અરસામાં ભરત ત્રિવેદીને વાંચવાની ચાહવાની ચાનક ચઢીને મૂડ બની ગયો. વડોદરિયો… મોજેદરિયો છે.

 

રોડ પર રડતું બાળક – એન્ટી પોએમ

રોડ પર એક બાળક

ઉભું ઉભું રડતું હતું

પણ હું ઉભો  ના રહ્યો

આગળ જતાં  વિચારતો હતો

કે તે કેમ રડતું હશે ?

ઘરનો માર્ગ ભૂલી ગયું હશે ?

માં- બાપે તેને ઘરની બહાર કાઢી મૂક્યું હશે ?

કેમ કાઢી મૂક્યું હશે ? સાવકી માં હશે ?

હું તેની પાસે ઉભો રહી ગયો હોત  તો ?

તેને કદાચ બે પૈસા માગ્યા હોત , કે

બ્રેડ કે બિસ્કિટ માગ્યું હોત !

કે પછી મારો ઝભ્ભો પકડીને

મારે ઘેર લઇ જવા કરગર્યો હોત 

પણ હવે શું ?

હું તો ખાસ્સો આગળ નિકળી ગયો છું

કવિ છું એટલે આ બધાની કવિતા કરું

જે નથી તેય ઉમેર્યા કરું

બહુ બહુ તો ફેસબુક પર ચિપકાવી દઉં , ને

લોકો તે વચ્ચે કદાચ – કદાચ ના પણ વાંચે

અહીં મારે બે/ચાર  વાત યાદ રાખવા જેવી છે કે

એક બાળક રોડ પર રડતું હતું

મેં તેને જોયું, સાંભળ્યું ને આગળ નીકળી ગયો

મેં વિચારી ને તેની કવિતા કરી

હવે ફેસબુક પર તેને કોણ વાંચે છે

તે જોતો બેઠો છું .

– ભરત ત્રિવેદી

ફેસબુકિયા છોને સંબધો રહ્યાં પણ, પરસ્પર દેવો ભવઃ ની વાતે અમે બેવ પ્રેમહઠિલાં. એ રહેવાં દે નૈ… ને હું એમને મૂકું નહીં. બેવ તરબતર.. મળ્યાં પાછા કમઅક્કલે દરવખત જેવું જ… જિંદા હૂં.. મેં કમઅક્કલ is back!!

kamakkalisonsunday@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud