ક્રાઇમ પેટ્રોલ કે સાવધાન ઇન્ડિયાનો એક કલાકનો એપિસોડ જોવાની ઇચ્છા ખરી? ઝી-ફાઇવ તમારી આ ઇચ્છા પૂરી કરશે. ‘લાહોર કૉન્ફિડેન્શિયલ’ને ફિલ્મ કહું કે સીરિયલનો એપિસોડ, એ સમજમાં નથી આવતું. ફક્ત ૬૯ મિનિટની ફિલ્મ! એમાં પણ શરૂઆતની ત્રણ-ચાર મિનિટ અને પાછળની ચારેક મિનિટ બાદ કરી નાંખો તો છેવટે ૫૮-૫૯ મિનિટ બચે! થોડા મહિના પહેલાં ઝી-ફાઇવ પર રીલિઝ થયેલી અને પ્રમાણમાં ઠીકઠાક કહી શકાય એવી ફિલ્મ ‘લંડન કૉન્ફિડેન્શિયલ’ની આ સિક્વલ છે. પરંતુ બંનેની વાર્તા વચ્ચે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. પહેલી ફિલ્મમાં મૌની રોય મુખ્ય કિરદાર ભજવી રહી હતી, જ્યારે બીજી ફિલ્મમાં રિચા ચઢ્ઢા, અરૂણોદય સિંઘ અને કરિશ્મા તન્ના મુખ્ય કિરદાર નિભાવી રહ્યા છે.
વાર્તા છે પાકિસ્તાનના લાહોરની! એક આતંકવાદીને પકડવા માટે ભારતની ‘રીસર્ચ અને એનેલિસીસ વિંગ’ (રૉ) તરફથી અનન્યા (રિચા ચઢ્ઢા)ને લાહોરના ઇન્ડિયન કમિશન ખાતે મોકલવામાં આવે છે. પાકિસ્તાનના પ્રખ્યાત મુશાયરા આયોજક રાઉફ કાસિમ (અરૂણોદય સિંઘ) સાથે ઘરોબો કેળવીને તે ખૂફિયા માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે. ઇન્ડિયન કમિશનમાં કામ કરતી જૂની જાસૂસ યુક્તિ (કરિશ્મા તન્ના) પણ અનન્યાને આ કામમાં મદદ કરે છે.
ફિલ્મની શરૂઆતથી જ કલ્પી શકાય એવા ટ્વિસ્ટ્સ, અતિશય ચીલાચાલુ વાર્તા અને પ્રમાણમાં એવરેજ કહી શકાય એવા અભિનયને લીધે ‘લાહોર કૉન્ફિડેન્શિયલ’ ભયંકર કંટાળાજનક બની જાય છે. સાવધાન ઇન્ડિયાના ટીપિકલ એક કલાકના એપિસોડની માફક સેક્સ, ખૂનામરકી, બૉમ્બ-ધડાકા અને દગાખોરી જેવા સર્વસામાન્ય થ્રિલર એલિમેન્ટ્સ અહીં ઉમેરાયા છે. પરંતુ રિચા ચડ્ઢા અને અરૂણોદય સિંઘ વચ્ચેના સેક્સ-સીનનો અતિરેક, એક પ્રણયગીત ફિલ્મની ઑલમોસ્ટ પંદરેક મિનિટ ખાઈ જાય છે. મુશાયરા અને ફોન-કૉલ પર થતી વાતચીતનો ટાઇમિંગ ફિલ્મનો મોટાભાગનો સમય રોકી લે છે, જેના કારણે વાર્તા મૂળ ટ્રેક પર ફક્ત દસ-પંદર મિનિટ સુધી જ રહે છે. કુણાલ કોહલી દિગ્દર્શિત આ ફિલ્મ ઑટીટી-લવર્સ માટે તો વન-ટાઇમ વોચ પણ નથી!
bhattparakh@yahoo.com
ક્લાયમેક્સ: પૉલા હૉકિન્સ લિખિત ઇન્ટરનેશનલ બેસ્ટ-સેલિંગ નવલકથા ’ધ ગર્લ ઑન ધ ટ્રેન’નું ટ્રેલર જોયું કે નહીં? પરિણિતી ચોપરા અભિનીત આ ફિલ્મ આગામી ૨૩મી ફેબ્રુઆરીના રોજ નેટફ્લિક્સ પર રીલિઝ થવા જઈ રહી છે.
સાંજ સ્ટાર: એક ચોકલેટ
કેમ જોવી?: સીરિયલોના ચાહક, અને એમાં પણ ખાસ કરીને એકતા કપૂરની ’નાગિન’ના ચાહક પોતાની ફેવરિટ અભિનેત્રી કરિશ્મા તન્નાને જોવા માંગતા હોય તો!
કેમ ન જોવી?: અન્ય ઑટીટી પ્લેટફોર્મ પર પીરસાયેલો છપ્પન ભોગ ચૂકવા ન માંગતા હો તો!
This Week on OTT
(૧) એમેઝોન પ્રાઇમ: ધ લાસ્ટ કલર
(૨) ઝી-ફાઇવ: લાહોર કૉન્ફિડેન્શિયલ
(૩) વૂટ સિલેક્ટ: ઇન્ડિયા’સ મોસ્ટ સનસનીખેઝ કહાનિયાં
(૪) સોની લિવ: કૉલેજ રોમાન્સ (સિઝન-૨)
Next Week on OTT
(૧) નેટફ્લિક્સ: ધ બિગ ડે-કલેક્શન ૧