૨૦ સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર પોલીસ પાસે પ્રજાને લૂંટવાનો પરવાનો આવી ગયો છે! સુપ્રિમ કૉર્ટની રોડ સેફ્ટી કમિટીએ નોંધ્યુ કે રોડ અકસ્માતોમાં વધારો નોંધાયો છે. કારણ શું દર્શાવાયું? હેલ્મેટ!! આજથી શરૂ કરીને આવનારા બાર દિવસો સુધી ગુજરાત પોલીસ દરેક શહેરોમાં પ્રજાને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ કરશે. કેમ સાહેબ? રોડ અકસ્માતો ફક્ત હેલ્મેટ ન પહેરવાને કારણે જ વધી શકે? વરસાદી ઋતુમાં રસ્તા પર પડેલા ખાડાને કારણે નહીં? રસ્તા બનાવતી વખતે તમે કરેલા ભ્રષ્ટાચારને કારણે નહીં? અરે હરામખોરો, મૂરખના સરદારો, દાનતખોરો… જરાક તો શરમ કરો. શેક્સપિયરના પ્રસિદ્ધ નાટક હેલ્મેટમાં નાયકનો એક પ્રખ્યાત સંવાદ છે To be, or not to be: that is the question જેનો રૂપાંતર થાય કે જીવવું કે મરવું એ જ મોટો પ્રશ્ન છે... હેલ્મેટના મામલે પ્રજાના હાલ હેલ્મેટ જેવાં જ થયાં છે.
રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરો અને કંપનીઓને સજા આપવાને બદલે ભોળી ગુજરાતી પ્રજાને ત્રાસ આપવાનું બંધ કરો. લૉકડાઉનને કારણે લોકો ઑલરેડી ભીંસમાં છે. મોટાભાગના પરિવારો નાણાતંગીનો ભોગ બન્યા છે. ઓ લૂંટારાઓ, લૂંટવાની પણ હદ્દ હોય. માસ્ક ન પહેર્યા હોય એને તો બહુ લૂંટ્યા, કરોડોનું ભંડોળ ભેગું કરી લીધું. હજુ ચેન નથી પડ્યું? રોડ-રસ્તાના ટેન્ડર જેમને મળ્યા છે, એમને દાનતખોરી બદલ સજા નહીં આપો? કાગળ પરનો વિકાસ અને કાગળ પરની નીતિઓ! પ્રજાની કોણીએ ગોળ ચોપડવાનું બંધ કરો.
આ મારી ભાષા નથી, પણ આજે સરકારના નપાવટ તંત્રના નિર્દયી નિર્ણયને લીધે હ્રદયમાંથી ઉઠેલો આક્રોશ ભભૂકતા શબ્દો સ્વરૂપે બહાર નીકળી રહ્યો છે. અત્યાર સુધી માસ્કના નામે લૂંટ્યા, હવે હેલ્મેટના નામે લૂંટશે! સુપ્રિમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીના નિરીક્ષણ મુજબ, છેલ્લા કેટલાક મહિનાઓની અંદર રોડ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. આથી એમણે એ રોકવા માટે દરેક રાજ્યોને ‘હેલ્મેટ ડ્રાઇવ’નું આયોજન કરવાનો આદેશ આપ્યો. ગુજરાત પોલીસ માટે તો ભાવતું’તું ને વૈદ્યે કીધું જેવો ઘાટ થયો. આમ પણ અંગ્રેજો આપણને લૂંટવાની ઘણી બધી રીતો શીખવતાં ગયા છે.
સત્તાવાર આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષોની અંદર રાજકોટની જનતા પાસેથી દંડ સ્વરૂપે ૧૦૦ કરોડ રૂપિયા ખેરવી નાંખવામાં આવ્યા છે. પૂરો ૧ અબજ રૂપિયો, સાહેબ! અનલૉક ફેઝ દરમિયાન સરકારી તિજોરીઓ ભરવા માટે બેફામ દંડ વસૂલવામાં આવ્યા. એનો પણ વાંધો નહીં. રસ્તા સારા બનતાં હોય, પોલીસ અને પ્રશાસન ઇમાનદારીપૂર્વક પોતાનું કામ કરતા હોય, ફરજનું નિષ્ઠાપૂર્ણ રીતે પાલન થતું હોય તો બધું લેખે છે. ગુજરાતની જનતા એક અબજ નહીં, એકસો અબજ રૂપિયાનો દંડ ભરવા પણ તૈયાર છે. પણ સરકાર તરફથી ‘ઑલ ઑકે’ છે ખરું? કાગળ પરના વાઘ તો બહુ જોયા આપણે! છેલ્લા કેટલાય મહિનાઓથી જોઈ રહ્યા છીએ.
મને ઘણી વખત આશ્ચર્ય એ વાતનું થાય કે, દંડ વસૂલવાની વાત હોય કે પછી યેનકેન પ્રકારેણ પ્રજાને લૂંટવાની બાબત હોય એવા પ્રકારની મેટરમાં તાત્કાલિક પરિપત્રો મોકલી આપવામાં આવતાં હોય છે! એના પર અમલવારી પણ તાત્કાલિક શરૂ થઈ જતી હોય છે. પરંતુ જ્યારે પ્રજાના પ્રશ્નો ઉકેલવાની વાત આવે ત્યારે તંત્ર શા માટે ઠંડાબોર પાણીમાં બેસી જાય છે? પ્રજાના હિતની વાત હોય, એમને આર્થિક ફાયદો અપાવવાની વાત હોય એમાં કેમ દિવસો-મહિનાઓ કાઢી નાંખવામાં આવે છે? થોડા દિવસો પહેલાં રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે પોકળ વાયદો આપતાં કહ્યું હતું કે, ‘દિવાળી પહેલાં રાજકોટના તમામ રસ્તા પરના ખાડા પૂરી દેવામાં આવશે.’ એમને ખુલ્લો પડકાર છે, એક વખત રસ્તાનું સમારકામ પૂરું થાય પછીના પાંચ વર્ષ સુધી વરસાદ દરમિયાન એમાં ખાડા ન થવાની બાંહેધરી લેવા તૈયાર હોય તો આ બંદાને હેલ્મેટ માટે લેવાતાં દંડથી કોઈ વાંધો નથી!
સોશિયલ મીડિયા પર લોકો આ અંગેના વીડિયો બનાવી-બનાવીને થાક્યા. થોડા દિવસો પહેલાં જસદણ ટોલનાકાનો એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં કાર ચલાવનાર ચાલક રસ્તા પર ખાડા દર્શાવે છે. ૩૦ લાખથી વધુ લોકો એ વીડિયો જોઈ ચૂક્યા છે. અને આવા તો કંઈ કેટલાય વીડિયો રોજેરોજ વાયરલ થઈ રહ્યા છે. આમ છતાં એ મુદ્દે ગંભીરતાપૂર્વક કામ કરવાને બદલે ‘હેલ્મેટ ડ્રાઇવ’ ગોઠવવાનો શો અર્થ? ઢાંકણામાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, નકામાઓ! રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર, દંડ વસૂલતી વખતે પાવતી ન આપીને કરવામાં આવતો ભ્રષ્ટાચાર, ફાઇલ પાસ કરવા માટે ટેબલ નીચેથી થતી લેવડ-દેવડ, ટેન્ડર પાસ કરાવવા માટે ભ્રષ્ટાચાર, કૉન્ટ્રાક્ટરથી શરૂ કરીને ઉપરી અધિકારીઓનું ‘પેટ’ ભરવા માટે થતો ભ્રષ્ટાચાર…!! આ વિષચક્ર છે, વાચકમિત્રો. કમનસીબે, આપણે આની અંદર દાયકાઓથી ફસાયેલા છીએ. ભાજપ હોય કે કોંગ્રેસ, અંતે તો જ્યાં સુધી લૂંટવાની નીતિ રહેશે ત્યાં સુધી સુખી થવાના સ્વપ્નો ભૂલી જાઓ. ઇરફાન ખાનની ફિલ્મ છે : મદારી! જેમાં એક ચોટદાર ડાયલોગ છે. તે કહે છે કે, ‘દૂરથી કચરાનો ઢગ જેવું દેખાતું આ તંત્ર અંદરખાને અતિશય વ્યવસ્થિત રીતે કામ કરી જાણે છે. બારીકાઈપૂર્વક જુઓ તો સમજાય કે સરકારી તંત્રના દરેક હિસ્સાને બરાબર ખ્યાલ છે કે તેણે શું કરવાનું છે! કેટલો ભ્રષ્ટાચાર કરવાનો છે, કેટલી હેરફેર કરવાની છે!’
બીજી બાજુ, રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ છે.. જેઓ ગાંધીનગરને વહાલા થવાનો એકેય મોકો છોડતાં નથી. એક અંદરની વાત જણાવું. પી.આઈ. ગડ્ડુનું નામ સાંભળ્યું છે? ખ્યાલ ન હોય તો જણાવું કે, કોરોનાકાળ દરમિયાન પી.આઈ. ગડ્ડુએ રાત-દિવસ એક કરીને ડ્યુટી કરી. પોતાના ઘરના લોકો સંક્રમિત ન થાય એ માટે બારીએથી કૂદીને કમરામાં જતાં અને સવારે ફરી ત્યાંથી કૂદકો મારીને ફરજ પર હાજર થઈ જતાં! અમદાવાદ-મુંબઈના અંગ્રેજી-હિન્દી અખબારોએ પણ એમની ખાસ નોંધ લીધેલી. પરંતુ મનોજ અગ્રવાલ સાહેબને એમની આ પોપ્યુલારિટી ખાસ પચી નહીં. આજે સ્થિતિ એવી છે કે પી.આઈ.ગડ્ડુનું નામ ફરી અખબારોમાં ન ચમકે એ માટેના પ્રયત્નો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવી રહ્યા છે.
પૈસો અને પ્રસિદ્ધિની ભૂખ સૌને હોય, એમાં ના નહીં. પણ કામ કરીને ઉજળા થવાય. ગુજરાતીમાં એક કહેવત છે, ‘ખાલી ચણો, વાગે ઘણો’! રાજકોટ શહેર પોલીસ અને પ્રશાસનનું કામકાજ ખાલી ચણા જેવું છે. વર્ષે-દા’ડે એકાદ-બે વખત લોકહિતાર્થના કામો કરશે ને દેખાડો તો એવો કરશે જાણે પ્રજા માટે જ જીવન સમર્પિત કરી દીધું હોય. જોકે, આ માટે મીડિયા પણ એટલું જ જવાબદાર છે, એની ના નહીં. આવાઓને પ્રોત્સાહન આપીને ચણાના ઝાડ પર ન ચડાવવા એ જોવાની જવાબદારી મીડિયાની છે.
‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ ઇન્ડેક્સ તરફ નજર કરી? કંપની સ્થાપવા માટે ગુજરાત કેટલું મિત્રતાભર્યુ વાતાવરણ પૂરું પાડે છે, એનો ફેંસલો આ ઇન્ડેક્સને આધારે થાય છે. ગયા વર્ષની સરખામણીએ આપણો નંબર પાંચમા પરથી સીધો દસમા ક્રમ પર આવી ગયો છે. ૨૦૧૫ની સાલમાં ગુજરાત પહેલા ક્રમ પર હતું! આ છે ‘વિકાસ’? ઉત્તરપ્રદેશ ભલે ગુંડાઓનું રાજ્ય ગણાતું હોય, પણ આ લિસ્ટમાં તે બીજા ક્રમે છે. અને કહેવાતું ‘વાઇબ્રન્ટ ગુજરાત’ દસમા ક્રમે! હદ્દ થઈ ગઈ કહેવાય. આંધ્રપ્રદેશ સતત ત્રીજા વર્ષે આ યાદીમાં પ્રથમ ક્રમાંક હાંસિલ કરી શક્યું છે. તેલંગણા, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને બંગાળ આપણા કરતા આગળ છે. મમતા દીદીની આપણે ભલે છાશવારે ઠેકડી ઉડાવતાં હોઈએ, પણ બંગાળને આગળ લાવવા માટે એમણે વિજય રૂપાણી કરતા વધુ મહેનત હોય એવું અહીં સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
કંપનીઓ ઉચાળા ભરી રહી છે. નાના-મોટા રોજગારો ધડાધડ બંધ થઈ રહ્યા છે. ગઈકાલે જ ગુજરાતના અગ્રણી દૈનિકે અહેવાલ છાપ્યો હતો કે, પ્રાઇવેટ બસ-માલિકો હવે પોતાની બસો વેચીને અન્ય ધંધા તરફ નજર દોડાવી રહ્યા છે. કેટલાક શાકભાજી વેચી રહ્યા છે, તો કેટલાક કરિયાણું! એક સમયે લાખો-કરોડોમાં રમતાં ધંધાદારીઓની આ હાલત છે, વિચાર કરો. મજૂરો અને અન્ય કામદારોની દુર્દશાની તો કલ્પના જ કરવી રહી.
ઇટ્સ હાઇ-ટાઇમ, ગુજરાત સરકાર! રેલીઓ કાઢવાનું બંધ કરી પ્રગતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરો. લોકો પાસેથી દંડ વસૂલીને તિજોરી ભરવાનું બંધ કરીને ગુજરાતમાં સારી-સારી કંપનીઓ ખેંચી લાવો, જેથી અર્થતંત્ર ફરી વીજળી વેગે દોડતું થઈ શકે. નાગરિકો પાસેથી પૈસા ભીખીને સરકાર ચલાવવાને બદલે એવી યોજનાઓ બનાવો, જેથી લોકોને રોજગારી મળે અને સરકારને મૂડી! બાકી તો, ૨૦૨૨ વધુ દૂર નથી એ યાદ રાખજો. આજે દિલથી ઉકળાટ ઠાલવ્યો છે. નિંભર થઈને બેઠા ન રહો તો સારું. પ્રજા માટે અંતરથી કંઈક સારું કરવાની ખેવના રાખશો, તો આ જ પ્રજા તમને પાંપણ પર સજાવીને રાખશે એટલી દિલદાર છે, સાહેબ. હાલો ત્યારે, કોઈ શબ્દોથી દિલ દુભાયું હોય તો, મિચ્છામી દુક્કડમ!
‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ (ધંધો સ્થાપવા માટેની સરળતા) ના રેન્કિંગમાં ૨૦૧૫ની સાલમાં ટોચ પર રહી ચૂકેલું ગુજરાત રાજ્ય ઇટ્સ હાઇ-ટાઇમ, ગુજરાત સરકાર! રેલીઓ કાઢવાનું બંધ કરી પ્રગતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરો. લોકો પાસેથી દંડ વસૂલીને તિજોરી ભરવાનું બંધ કરીને ગુજરાતમાં સારી-સારી કંપનીઓ ખેંચી લાવો, જેથી અર્થતંત્ર ફરી વીજળી વેગે દોડતું થઈ શકે. નાગરિકો પાસેથી પૈસા ભીખીને સરકાર ચલાવવાને બદલે એવી યોજનાઓ બનાવો, જેથી લોકોને રોજગારી મળે અને સરકારને મૂડી! બાકી તો, ૨૦૨૨ વધુ દૂર નથી એ યાદ રાખજો. આજે દિલથી ઉકળાટ ઠાલવ્યો છે. નિંભર થઈને બેઠા ન રહો તો સારું. પ્રજા માટે અંતરથી કંઈક સારું કરવાની ખેવના રાખશો, તો આ જ પ્રજા તમને પાંપણ પર સજાવીને રાખશે એટલી દિલદાર છે, સાહેબ. હાલો ત્યારે, કોઈ શબ્દોથી દિલ દુભાયું હોય તો, મિચ્છામી દુક્કડમ!
‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ (ધંધો સ્થાપવા માટેની સરળતા) ના રેન્કિંગમાં ૨૦૧૫ની સાલમાં ટોચ પર રહી ચૂકેલું ગુજરાત રાજ્ય આજે દસમા ક્રમ પર ધકેલાઈ ગયું છે. ગયા વર્ષ સુધી આપણું સ્થાન પાંચમુ હતું, જે ફક્ત એક વર્ષની અંદર જ દસમું થઈ ગયું. મમતા દીદીનું બંગાળ આપનાથી આગળ છે, વિચાર કરો! પણ બિચારી સરકારનો વાંક થોડો કાઢવાનો હોય? એ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રેલીઓ કાઢવામાંથી નવરી પડે તો વિકાસ તરફ ધ્યાન આપી શકે ને..!!
bhattparakh@yahoo.com
યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)
યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.