હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યશરાજ ચોપરાથી માંડીને રોહિત શેટ્ટી જેવા તમામ ડિરેક્ટર સાથે કામ કરી ચૂકેલ નીલ નીતિન મુકેશનો પરિવાર વર્ષો પહેલાથી ગુજરાત સાથે સંબંધોનાં તાંતણે બંધાયેલો છે. સુપ્રસિધ્ધ ગાયક મુકેશનાં પૌત્ર અને નીતિન મુકેશનાં સુપુત્ર એવા નીલે કહ્યું કે પિતા અને દાદી સાથે ખૂબ જ લગાવ હોવાને લીધે ગુજરાત તો તેમનાં રગેરગમાં વસેલું છે. આજની તારીખે પણ તેનાં ઘેર થેપલા, છુંદો, અથાણું અને ઢેબરાની બોલબાલા છે. ભાતભાતનાં પકવાન તથા ગુજરાતી થાળી વચ્ચે પસંદગી કરવાની વાત આવે તો આજે પણ તેઓ રોટલી-શાક, દાળ-ભાતને અગ્રતા આપે!
ગાયિકીનો વારસો નીલ નીતિન મુકેશનાં ખૂનમાં છે. છતાં તેમણે પોતાની કરિયર અભિનય ક્ષેત્રે કયા કારણોસર બનાવી તે પ્રશ્નનાં જવાબમાં તેઓ જણાવે છે કે, ક્રિએટીવ ફિલ્ડ ખૂબ વિશાળ છે. ગાયકનો દીકરો ગાયક જ બને એ તો જરૂરી નથી. મારા રસનો વિષય એક્ટિંગ હતો. પિતા અને પરિવાર તરફથી પણ ઘણો સાથ-સહકાર મળ્યો. નાનપણથી એક્ટર બનવાની એવી તે ધૂન ઉપડેલી કે બીજું કશું સૂઝ્યું જ નહી! ઈનફેક્ટ, મારો નાનો ભાઈ નમન બોલિવુડમાં પોતાનું ડિરેક્ટોરિયલ ડેબ્યુ કરી રહ્યો છે, જે ‘નીલ નીતિન મુકેશ પ્રોડક્શન્સ’ બેનર હેઠળ બનનારી અમારી સર્વપ્રથમ ફિલ્મ છે.
પાણીમાં ઉતરો નહી ત્યાં સુધી તરતાં તો કઇ રીતે આવડે!? એન.એન.એમ. પ્રોડક્શન્સ નીતિન અને મુકેશનાં વારસાને આગળ ધપાવવા માટેનું પહેલું પગથિયું છે. અનુષ્કા શર્મા જે રીતે નવા-નવા પાત્રો સાથે પોતાની અંદરનાં એક્ટરને એક્સપ્લોર કરી રહી છે તે નીલ નીતિન મુકેશને ચેલેન્જીંગની સાથોસાથ પ્રેરણાત્મક લાગે છે! એન.એચ.૧૦, ફિલ્લૌરી, પરી દ્વારા અનુષ્કા શર્માએ સાબિત કરી દીધું છે કે ખુદનાં પ્રોડક્શન હેઠળ બનનારી ફિલ્મોમાં કેટલી તાકાત હોય છે! તેની આ હિંમતને નીલ નીતિન મુકેશ ખૂબ બિરદાવે છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ભારતીય સિનેમાની બિગેસ્ટ એકશન ફિલ્મ ‘સાહો’ કરતી વેળાનો અનુભવ ઘણો સારો રહ્યો. બાહુબલિ ફિલ્મને જે રીતે વિશ્વએ બિરદાવી તે જોતાં લાગી રહ્યું હતું કે પ્રભાસ કદાચ બહેકી જશે! પરંતુ તેની સાથે સ્ક્રીન શેર કરતી વેળાએ ખ્યાલ આવ્યો કે તેનો સ્વભાવ એટલો સાલસ અને મળતાવડો છે કે કોઈને પણ ગમી જાય! મારી અને શ્રધ્ધા (કપૂર)ની પરેશાની એ હતી કે અમારે ત્રણ-ત્રણ લેંગ્વેજમાં ડાયલોગ બોલવા પડતાં હતાં! બેશક, શીખવા ઘણું મળ્યું પણ શૂટિંગ દરમિયાન તો પરસેવો છુટી ગયો! (હસતાં-હસતાં) ભવિષ્યમાં અગર કોઈ સારો રોલ ઓફર થાય તો ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની પણ ઈચ્છા ખરી!
ભારતીય સિનેમાને આજકાલ જે પ્રકારે સો/બસ્સો કરોડ ક્લબને આધારે તોલવામાં આવે છે તે નીલ નીતિન મુકેશને ઘણું અયોગ્ય લાગી રહ્યું છે. તેમનાં મત મુજબ, આજે વૈશ્વિક સિનેમા એવા સ્તર પર પહોંચી ગયું છે જ્યાં સફળતા પૈસાથી નહી પરંતુ ફિલ્મની ગુણવત્તા વડે નક્કી કરાય છે. આજે અગર એક સાવ સામાન્ય વ્યક્તિમાં પણ જો હુનર હશે તો તેને પ્લેટફોર્મ ખૂબ સરળતાપૂર્વક મળી જશે. સોશિયલ મીડિયા થકી નેમ-ફેમ-મની મુઠ્ઠીવેંતમાં આવી ગયું છે. અબજથી પણ વધારે વસ્તી ધરાવતાં આપણા દેશમાં ટેલેન્ટેડ લોકોની જરાય કમી નથી. મુકેશ છાબરા અને સુનીલ શેટ્ટીનાં સંયુક્ત સાહસ ‘એફ ધ કાઉચ’ વડે તદ્દન ગરીબ વ્યક્તિ પણ એક્ટર બનવાનું ખ્વાબ જોઈ શકવા સક્ષમ બન્યો છે. ઓલ્ટ બાલાજી, વુટ, હોટસ્ટાર, એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ જેવી ઓનલાઈન એપ્લિકેશનો આજકાલ ટ્રેન્ડમાં છે. એક ક્લિક પર આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં છે!
અને આ સાથે તેઓ પોતાની વાતને વિરામ આપે છે. ગોલમાલ અગેઇન, ઇન્દુ સરકાર, વઝિર, પ્રેમ રતન ધન પાયો, સાત ખૂન માફ, ન્યુયોર્ક, પ્લેયર્સ અને સાહો એ નીલ નીતિન મુકેશની અત્યંત વખણાયેલી ફિલ્મો છે.