”વાદળની મેડીએ છે, હવાની હિંડોળો, એકાંતે બેસીને ઝૂલ્યા કરું...ચાલ, એક નાનકડું.....ઘર કરું”. બ્યુટીફૂલ બાલીના શબ્દ-સફરી, મારે આજે આપને બાલીના ઉબુદ- વિસ્તારમાં, આકાશી ઝૂલા ઝૂલવવા છે અને એ પણ ચોખા અને કોફીના ખેતરમાં. ‘અલાસ હારુમ’ એ આખોય ખીણમાં વિકસાવેલો વિસ્તાર છે. તમેં બાળપણમાં ખૂબ હીંચકા ખાધા હશે !! અને બહેનોને તો આજે પણ હીંચકા દેખે એટલે એમનામાં, એક નાની બાળકી અવતરી... જ જાય. છમ્મ-લીલી, ચોખા અને કોફીની ખીણમાં ઉછરેલા ખેતરો વચ્ચે, ઉંચી ગગનચૂંબી નાળીયરીઓની ટોચેથી, ખમતીધર દોરડાંના વિશાળ હીંચકા તમને લલચાવીને બોલવી..જ લેશે ! અને એક-બે અને ત્રીજા ધકકે તો આપને વાદળોમાં વિહાર કરાવશે!
નીચે જોશો તો ખીણમાં વેહતી ખળ-ખળ નદી અને નદીના બે છેડાને જોડતો લાકડાનો પૂલ, જાણે કોઈ ચિત્રકારે દોરેલું ચિત્ર !! પૂલ દોરડાથી હવામાં લટકેલો છે અને બાળકો તેના પર કુદકો મારીને ખુબ ધ્રુજાવે.... જે, જોઇ, અનુભવીને તમે ખીલ-ખીલ હસી પડશો! આ ખેતરોમાં હીંચકા ઉપરાંત હવાઈ સાયકલ પણ છે, જે દોરડા પર પૂર્ણ સેફટી સાથે આપ ‘હવામાં પેડલ’ મારીને આગળ સાયકલ ધપાવી રહ્યા છો અને “સોનેકી...સાયકલ,ચાંદી સીટ...આઓ ચલે ડાર્લિંગ... ” ગાતા આકાશી બગીચે સ્નેહી સાથે વિહાર કરી રહ્યા હો... એ અનુભૂતિ આ સ્થળની મોસ્ટ-રોમાંચક પળ છે!
જે તમારી સાથે આ એવરગ્રીન મોમેન્ટસ ચુકી રહ્યા છે, એમના માટે ડાંગરના ખેતરો વચ્ચે આકર્ષક ફોટો પોઈન્ટ્સ, અને ખીણમાં ઉતરતા ઢાળમાં, ફૂલોની આકર્ષક કેડી છે!! કેડીએ થઈને તમે છેક નદીના આ છેડાથી -સામેના છેડા સુધીના ઝૂલતા- પૂલનો સફર પાર કરશો તો એક મોઢું ફાડીને, બેઠેલો રાક્ષસ આપને તેના ગુફા-મોઢામાં ફોટો-પોઈન્ટ માટે આવકારશે ! બાળકો તેના દાંત ગણી શકશે, અને વાર્તામાં સાંભળેલો રાક્ષસ બાળકોના વિચારમાં જીવંત થશે... થોડે દૂર બાળકોને રમાંડતો એક ભીમકાય ખલી- બાલીનીઝ ટોપીમાં પત્થરી-શિલ્પમાં કંડારેલો હસતો નજરે ચઢશે ! અહીંથી પાછુ ઉપર તરફ ચઢાણ શરુ થશે, જ્યાં ખીણ ખૂંદીને પાછા તમે ફોટો પોઈન્ટ્સનો પોરો લેતા ઉપર પોહોંચ્શો કે વિશ્વની મોંઘી દાટ કોફીની પ્રક્રિયાના, મુખ્ય સૂત્રધાર એવા ‘લુવાક’- પ્રાણી આપની નજરે ચઢશે!
જેમને દિવસે, પાંજરામાં પૂરવામાં આવે છે, જેથી પૂરતો આરામ મળે અને રાત્રે તેમને કોફીના ખેતરોમાં નીશાચરી માટે છુટા મૂકી દેવામાં આવે છે. શિયાળ, વરુ અને પોમેરીયન કુતરાની મિક્સ-બ્રીડ, જેવા દેખાતા આ લૂવક પ્રાણી, રાતના અંધારામાં કોફીના ઉત્કૃષ્ઠ ડેડા, સુગંધથી પારખી અને આરોગે છે. સવારે પોતે આરોગેલ આ ડેડાના બીજ, તેમની અઘારમાંથી, એકત્ર કરાય છે. વિશ્વની મોંઘી દાટ કોફીની! ચૂસકી માણનારી પ્રજા ભાગ્યેજ એની પ્રોસેસ વિષે વિચારતી હશે! વેલ, ‘એવરી ચેઈન ઇસ નેચર કનેક્ટ’!! કરીશું લુવાક કોફીની - રસપ્રદ વાતો - આવતા શનિવારે ‘બ્યુટીફૂલ બાલી’ @WatchGujarat
(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)