‘બ્યુટીફૂલ બાલી’ના શબ્દ-સફરીઓ, આપણે ગતાંકમાં ‘અલાસ હારૂમ’ ખાતે ચોખા અને કોફીના બગીચે ઘૂમ્યા, આકાશી હિંચકે ઝૂલ્યા! આપણે વાત કરી રહ્યા હતા.. વિશ્વની મોંધીદાટ એક્ષ્પોર્ટ અને ઇન-ડીમાંડ-‘કોફી-લૂવાક’ની ..! લૂવાક નામનું પ્રાણી, એ રાતના અંધારામાં કોફીના ઉત્કૃષ્ઠ ડેડા, સુગંધથી પારખી અને આરોગે છે. સવારે તેની અઘારમાંથી, કોફીના ડેડાના બીજ, એકત્ર કરાય છે. ત્યારબાદ તેની સુકવણી કરાય છે, ધોવાય છે ફરી સુક્વાય છે અને ભઠ્ઠીમાં શેકાય છે, આ બધુજ કોઈ મશીનમાં નહી, કોફીના ખેડૂતો દ્વારા જ કરવામાં આવે છે ! શેકેલી કોફીની સુવાસ, આપના રોમે-રોમમાં એક ઉર્જાનો સંચાર કરી દેશે, કોફી શેકાઈ જાય ત્યારબાદ, તેને સાવ સુંવાળી થઇ જાય ત્યાં સુધી ખાંડવમાં આવે છે.
હવે આ પાવડર પીવાલાયક ‘કોફી’ બને છે. પશ્ચિમી દેશોની જેમ, ઇન્ડોનેશિયામાં પણ ચા-કોફીમાં દૂધનો રીવાજ નથી, એટલે કદાચ ભારતીયોને એ ગમે તેટલી મોંઘી તોય “મારે મન સોંઘી” એમ થાય !! પણ હકીકત એ છે કે વિશ્વભરમાં ચા કે કોફીમાં દૂધનું ચલણ એ એશિયાના ખૂબ ઓછા સમુદાયની પરંપરા છે. આ પ્રોસેસમાંથી જો આપ લૂવાક પ્રાણી, બાદ કરી દો...તો આખી પ્રક્રિયા ઠપ્પ થઇ જાય ! વેલ, ‘એવરી ચેઈન ઇસ નેચર કનેક્ટ’!! એ વાત અહીં યથાર્થ થાય છે.
હું પ્રવાસી તરીકે એવું દ્રઢ પણે માનુ છું કે માણસ પ્રકૃતિમય પ્રાણી છે. પ્રકૃતિ આધીન અને પ્રકુતિ નિર્ભર ! સાંસારિક વ્યવહાર અર્થે આપણે ભલે સામાજિક બન્યા પણ મૂળે તો આપણી પોતાની પણ એક પ્રકૃતિ છે અને એટલે..જ આપણે નેચર સાથે કનેક્ટ થઇ શકિયે છીએ. ‘અલાસ હારુમ’ની આ ટેકરી જયારે આપ ભ્રમણ કરીને પાછા આવો છો ત્યારે, આ કોફીની પ્રકિયા સમજાવવા સાથે તેઓ આપને ૧૨ પ્રકારની ચા અને કોફીના ટેસ્ટરનો થાળ આપની સમક્ષ ધરી દેશે ! જેમાં લેમન, કોકો, જાસ્મીન, વેનીલા, ચોકલેટ, ગુલાબ, અરેબિકા, કેસર, લેમન ગ્રાસ, જીંજર....જેવી ફ્લેવરનો સમાવેશ થાય છે !
આપ ચાખો અને જે પસંદ આવે તેની ખરીદીની મઝા માણો ! તાજી ચૂંટેલી કોફી અને ચા એ મિત્રોને સુવનીયર ભેંટ કરવા માટે એક પરફેક્ટ ઓપ્શન છે. ઇન્ડોનેશીયાની ૮૦% કોફીએ - ‘રોબ્સ્તા’ જેને કોફી બનાવવા માટેનો મુખ્ય પણ કાચો માલ કહી શકાય છે, એ નિકાસ થઇ જાય છે. અહીં અરેબિકા -કોફીનું ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષથી જોરમાં છે અને વિદેશમાં તેની ખૂબ માંગ છે ! બાલીથી સુવીનીયર માટે બાલીનિઝ લુવાક-કોફી, બાલીના કાળા-સફેદ, લાલ ચોખા, બાલીનીઝ માસ્ક, કાષ્ઠ-મૂર્તિઓ, નાળિયેરીના કોચલામાંથી બનતા પર્સ અને બેલ્ટ જેવા અઢળક- યુનિક સુવીનીયર વિકલ્પો ઉબુદમાં આપ મેળવી શકો છો, ભારતમાં કોફી-લુવાકનાં ચાહકોને આપ...દક્ષિણ ભારતના કુર્ગ વિસ્તારમાં આ ચૂસકી મળી રહે છે... વાંચતા રહો... બ્યુટીફૂલ બાલી! @WatchGujarat
(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)