‘બ્યુટીફૂલ બાલી’ના શબ્દ સફરીઓ, આજે આપણે બાલીના ઉબુદ વિસ્તારમાં આવેલ અત્યંત મનોહર અને નયન-રમ્ય એવા ‘સરસ્વતી મંદીર’ની મુલાકાત લઈશું!! આ લેખ માળા અંતર્ગત આપ જાણી ચુક્યા હશો, કે બાલીના મંદિરોમાં દર્શન અને પૂજા અર્થે ગર્ભગૃહ પ્રવેશ, માત્ર સ્થાનિક લોકોને.. જ રહે છે!! એટલે આપે તો માત્ર પ્રાંગણ, અને ગર્ભગૃહ વિસ્તારનું નિરીક્ષણ કરવાનું રહે છે, એ પણ ખૂબ મૌજનું છે અને રખે આપ ગર્ભગૃહ પ્રવેશનો વસવસો રાખતા, કારણકે ત્યાં હોય છે માત્ર પૂર્વજોના ગોખ, પાદરી અને મંત્રોચ્ચાર સાથે કરાતી પૂજા-વિધિ, જે પાછી દૂરથી જોવાની રહે છે !!

આપ જયારે ઉબુદનો રાજવી મહેલ જોવા જાવ છો !! ત્યારે ઉબુદ આર્ટ-માર્કેટ જેની ફરતે જોવા મળે છે લીલુછમ્મ, અને ગુલાબી મોટા કમળ-ગુચ્છ તળાવ ! જે કેમેરાને ક્લિક માટે લાલચ આપતું આપને આવકારે છે! ફિરંગી પ્રવાસીઓમાં ‘બાલી-વોટર’ પેલેસ, તરીકે પણ આ જગા જાણીતી છે, કારણકે આ મંદિર રાજ મહેલનો એક ભાગ છે. બાલીના કોઈ પણ પર્યટન- સ્થળની ખાસિયત એ છે, કે આપ જે સ્થળની મૂલાકાત લેવા જશો, તેની શરૂઆત નાની સુવીનીયર હાટના બજારથી થશે ! અને ત્યાર બાદ આપ સ્થળ પર પોંહચી જાવ છો, એટલે નજર ફેરવતા સંકલ્પબદ્ધ તો થઇ..જ જાવ છો કે પાછા ફરતા, ‘પેલું જે જોયેલું ને ! તે જરૂર ખરીદવું” ! અને હા બીજી ખાસિયત એ છે કે આપ જો એમ ધારો છો કે એવી ચીજ આપને આગળ મળશે તો એવા ભ્રમમાં ન રેહતા!

મારી તો એ સલાહ જે કે જે ‘ચીજ’ પર દિલ આવી જાય તે ખરીદી..જ લેજો ! અને બાલીમાં ખૂબ ‘બાર્ગેઈન’(ભાવ-તાલ), થઇ શકે છે- પણ હા પ્રવાસીને લૂંટી..જ લેવો..! એવા જરાય આશય સાથે નહી ! આપ જો પાકા અમદાવાદી હશો, તો ત્રણ દુકાને ભાવ પૂછતા…આપને એ ચીજની કેટલી કિંમત ચૂકવવી તે સમજાઈ જશે ! પણ ચીજ ખરી મળશે ! લાકડા, વાંસ અને રેતી, શંખની ક્રિએટીવીટી, મોંઘી છતાં આપને સ્પર્શ્યા વિના નહી રહે !! કમળ-તળાવથી પસાર થતાં… આપ સરસ્વતી મંદીરના દ્વારે આવી પોંહચ્શો. જ્યાં બે મહાકાય-મૂર્તિ દ્વારપાળ, પામ્પરિક સારોંગ(લૂંગી) પેહરી, આપનું હાર્દિક સ્વાગત મુદ્રામાં ઉભા છે! ૧૯૫૨માં સૂકાવતી રાજવી પરિવારના કુંવર- કોક્રડા ગેડે અગૂંગ, દ્વારા આ મંદિરનું નિર્માણ આ પ્રદેશના ખૂબ પ્રતિભાશાળી શિલ્પી ‘ગસ્તી ન્યોમ્ન લેમ્પાડ’ના નિદર્શનમાં કરવામાં આવેલું !

બાલીનીઝ -સ્થાપત્યકળા સંસ્કૃતિનું આ મંદિર એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાય છે ! લેમ્પાડ 116 વર્ષની આયુએ ‘દીર્ઘાયુ’ ગુજર્યા, અને સ્થાનિક લોકોમાં તેમની કળા અને સૂઝ પ્રત્યે ખૂબ સન્માન છે ! તમને ઉબુદ આર્ટ-માર્કેટની ભીડ વચ્ચે પણ આ જગાએ બેસીને થોડો સમય પસાર કરવો ગમશે અને એટલે..જ આ પરિસરની પડખે આવેલું છે—‘લોટસ-કાફે…’ જ્યાં અમે બાલીનીઝ કોફી ઓર્ડર કરતાં…ઈન્ડોનેશિયા અને ભારતમાં સરસ્વતીની મહત્તાને લઈને ચર્ચા આરંભી….આપ પણ જોડાવ ચર્ચામાં …આવતા અંકે @WatchGujarat

(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud