‘ગોવા ગજાહ’ ગુફા મંદિરનો પ્રવાસ કર્યા બાદ તેની પાસે આવેલ કીન્તામણી ગામની મુલાકાત તો લેવી જ રહી ! કીન્તામણીની ફોરેન ટુરિસ્ટ ટીકીટ, કીન્તામણીના..જ ઘણા અન્ય લોકેશન માટે માન્ય છે. આ પર્વતીય પ્રદેશ શાંત નૈસર્ગિક વ્યુ ધરાવતી ઘણી હોટેલ ઓપ્શન્સથી સમ્પન છે! ‘કીન્તામણી’ ઉચ્ચ વિસ્તારમાં વસતું, એક ગીચ હરિયાળું, માંડ ૧૮ડીગ્રી તાપમાન ધરાવતું, ‘બતૂર’ અને ‘અગુંગ’ જેવા જીવંત જ્વાળામુખી પર્વતોનો સાક્ષી છે! અહીંના મુલાકાતી સ્થળોમાં પેનોરામા, લોકેશન ગામ, જ્યાંથી આપની નજર અને ‘માઉન્ટ બતૂર’ વચ્ચે કોઈ વિઘ્ન આવી શકતું નથી!
પર્વતારોહણનો શોખ હોય તો આ જગાએ આપ એનો આનંદ લઇ શકશો ! લીલાછમ, અને ન દીસેલા મહાકાય વૃક્ષો અને હોલીવૂડ ફિલ્મ જુમાંનજીના જંગલમાં જોવા મળતા જમીનથી ઉપસેલા મૂળિયાની વનરાજી અને કર્ણ- નવીન એવા પક્ષી-સ્વરોથી, આપ અહીંના જાણકાર એડવેન્ચરરની મદદથી એક યાદગાર પર્વતારોહણ ખેડી શકો છો. ’તોય દેવસ્ય’- ગરમ પાણીના કુંડ, પ્રકૃતિના ખોળે પર્વત પ્રેમીઓ અને ભૂરાભાઈઓને મળતું એક એક્ષોટીક-રીલેક્ષ પોઈન્ટ છે ! માઉન્ટ-‘બતૂર’નું નિસર્ગ, નિહાળવા સવાર અને સાંજ, સૂરજની સાક્ષીએ સેહલાણીઓ ગોઠવાઈ જાય છે!
‘માઉન્ટ-બતૂર’ એ અગુંગ પછીનો હાલની તારીખમાં, બાલીનો સૌથી મોટા એક્ટીવ જ્વાળામુખી-પર્વતમાનો એક છે ! ‘અગુંગ’ હાલ તો સક્રિય છે, અને સમયાંતરે એમાં પ્રદીપ્ત થયેલ, સ્ફોટક લાવા વિષે આપે આંતરરાષ્ટ્રીય સમાચારોમાં વાંચ્યું..જ હશે! વર્ષે-2018માં, વિશ્વખ્યાત -IIFA એવાર્ડસ, અહીં યોજવાના હતા! જે ‘અગુંગ’ના એક્ટીવ થવાથી અંતે રદ થયા ! ‘અગુંગ’ની, પ્રદીપ્ત લાવા-જ્યોત, ઈશ્વરની સાંકેતિક ઉર્જા મનાય છે ! પાસે આવેલ હરિયાળા ડુંગર-વિસ્તાર કીન્તામણીના માઉન્ટ બતૂરમાંથી ફૂટે છે-૧૮ સ્ક્વેર કીલોમીટરમાં પથરાયેલો નયનરમ્ય ‘લેક બતૂર’ !!
‘બતૂર’ એટલે...’પવિત્ર’. નજીકથી તેને જોવા માટે ઘણા પર્યટકો બતૂર-લેકની સ્પીડ બોટમાં ‘માઉન્ટ-બતૂર’ની મૂલાકાત લે છે. આ લેક, કીન્તામણીના ખેડૂતોની જીવાદોરી છે! અહીં ખેતી ઉપરાંત, પ્રવાસન અને કાષ્ઠકામ એ મુખ્ય નિર્વાહ શ્રોત છે! બતૂર ગામ એ ઉત્તર-દક્ષિણ અને પૂર્વમાં વેંહચાયેલું છે! અહીં પહોંચવા માટે આપ જે રસ્તેથી પસાર થશો...એમાં આંખોને લીલા પિયા બાઝે એવા કેળા, કોફી, ચોખા, સંતરા અને નારિયળના ખેતરો પસાર થશે !
દરેક થોડા ખેતરોના અંતરે, ફળ વેચનારી બાઈઓના ખૂમચા હશે! અને એ તમેં ભાષા નહીં જાણતા હોવ તે છતાંય આપને હસીને ફળ ચાખવા અને ખરીદવા માટે આગ્રહ કરશે. તમારો બાલીનો પ્રવાસ ચોક્કસ રસમય રેહશે જો આપ ફળા-હાર પ્રેમી છો ! કારણકે આ દેશની ફદરૂપતામાં અત્યંત વૈવિધ્યસભર- રસીલા ફળોની શ્રેણી છે! બાફેલી મકાઈ શાકાહારી -ફોરેનરો માટે ખોરાકનો એક અન્ય મજબૂત વિકલ્પ છે! આંખો અજાયબથી, પોહળી થઇ જાય, તેવા કાષ્ઠ-કામના નમૂના પર સ્ટુડીઓમાં કામ કરતા કારીગરોની હારબંધ કળા-પ્રદર્શની, રસ્તાની સમાંતર ચાલ્યા..જ કરે છે ! આ વિસ્તારને માણવા નીકળેલા ભારતીય પ્રવાસ પ્રેમીઓ, અહીની લીલોતરી આંખમાં ભરતાં... ચોમાસાનું- કેરળ, મહારાષ્ટ્ર, સિક્કીમ, નોર્થ-ઇસ્ટના જંગલો સાથે સરખાવતા રોકી નહી શકે!.. વાંચતા રહો ..બ્યુટીફૂલ બાલી @ watch gujarat
(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)