છમ્મલીલા જંગલો વચ્ચેથી નીકળતો બતૂર ગામનો રસ્તો, આપને લઇ જશે ‘પૂરા’- ઉલુંનદાનુંએ. આ બતૂર ગામે આવેલ બાલીનિઝ પ્રજાનું અત્યંત મહત્વનું મંદિર છે. ’બાલી-અગા’-જાતી એ અહીંની મૂળ પ્રજા છે ! ‘પૂરા’ એટલે-મંદિર, ઉલુંન (મુખ્ય શ્રોત) અને દાનું (તળાવ). આમ બતૂરના તળાવ કાંઠે આવેલ ઉત્તરાભિમુખ મંદિર, માઉન્ટ ‘અગુંગ’ને જુવે છે! દેવી-દાનું(જળ-દેવી) અને વિષ્ણુ અર્ચના માટેનું આ મંદિર ૧૭મી સદીનું મંદિર છે, બતૂર ૧૯૧૭માં ફાટેલો, ત્યારે કીન્તામણી વિસ્તાર લગભગ તબાહ થઇ ગયેલો, પણ મંદિરના પરિસરમાં લાવા પ્રવેશ્યો નહી!

bali

૧૯૨૬માં ફરી માઉન્ટ બતૂર વીફર્યો અને ગ્રામજનોએ શરણું શોધ્યું- મંદીરનું ! પણ આ વખતે મંદિર પરિસરમાં લાવા પથરાઈ ગયો અને પ્રાંગણને ખાસું નુકસાન પોંહચ્યુ ! આસ્તીકોને જાણે પોતે કરેલી અર્ચનામાં ખોટ વર્તાઈ અને આ મંદિર-‘પૂરાઉલુંન દાનું’ પ્રત્યે શ્રદ્ધા બેવડાઈ. આ વિસ્તારની સમૃદ્ધિ અને સુરક્ષા કવચ-આ મંદિર છે !

૯ મુખ્ય -મંદિર  ધરાવતું અને કુળ ૨૮૫ નાના દેરાઓથી સજ્જ  આ વિશાળ પ્રાંગણ, ઊંચા પ્રવેશદ્વાર, કલાત્મક કોતરણીથી સજ્જ દીવાલો અને ગર્ભગૃહની મન-મોહક બાંધણી! આપને અલૌકિક દુનિયામાં.. લઇ જશે! બાલીનીઝ-હિંદુઓ, વાર્ષિક મહાપૂજાનું આયોજન કરે છે, જેની તિથી પ્રતિ વર્ષની ૧૦મી પૂર્ણિમા રહે છે. સર્વ ભક્તો પરિવાર સહિત પારંપરિક પોશાક સેરોંગ(લૂંગી) અને કબાયા(અંગરખુ)માં પરિવારના દરેક સભ્ય સાથે જોડાય છે, સ્ત્રીઓના અંબોડે, માદક-મ્હેકતા ચાંપના ફૂલ, તેમની મોહક્તામાં ઉમેરો કરે છે!

bali
(પૂરા ઉલુંનદાનું મંદિર ખાતે ડો. મીતલ મકરંદ)

અહીં ગુલાબી, લાલ, પીળા, વાદળી અને કેસરી ચંપાના ફૂલ શણગાર અને અત્તર, અગરબત્તી, સાબુ અને ક્રીમમાં વપરાય છે ! આ ચંપાના ફૂલની ભાત, આપ બાલીનીઝ, હાથવણાટ- અને બાલી- છાપના ખાસ ‘બાટીક’-કાપડમાં જોઈ શકો છો, જેમાંથી સ્ત્રીઓ સુંદર ક્બાયા સિવડાવે છે! સ્ત્રીઓનો ક્બાયા-કાપડ  મોટા ભાગે ‘નેટ’(જાળીદાર) રહે છે! અને પુરુષની લૂંગી કાળી-ધોળી મોટા ચેક્સની રહે છે!

 

bali

આ વિસ્તાર બાલીનો સૌથી ઠંડો વિસ્તાર છે! ક્યારેક ચૌદથી પણ ઓછી ડીગ્રી નોંધાય છે! અને જયારે આ મંદીરમાં આપ ફોટા લેતા હોવ ત્યારે અચૂક ધ્યાન રાખવું અન્ય આસ્તીકોની પ્રાર્થના- પૂજામાં વિક્ષેપ ન પડે! પર્વત ‘અગુંગ’ની સાક્ષીએ… કુદરતને ખોળે સમાયેલ આ સંસ્કૃતીનો નજારો, આપની આંખોના લેન્સથી મનના કેનવાસમાં અચૂક કેદ થઇ જશે તેની ખાતરી મારી ! આ અગાઉ જેમ આપે બ્યુટીફૂલ બાલીની શબ્દ-સફર દરમ્યાન જાણ્યું છે કે બાલીનું ઉબૂદ, મંદિરોની ભૂમિ છે, એવા મંદિરો જેમાં નથી લાઈનો – ન ધક્કા – મુક્કી, ન પ્રસાદ કે હાર વેચતા ફેરિયાઓ, ન દાન પેટી, ન મૂર્તિ (મોટાભાગે ગોખ છે), કે ભભૂત – ચંદનના તિલક….! છે તો બસ અંતરની જ્વલંત શ્રદ્ધા.. કારણકે આ છે બ્યુટીફૂલ બાલી… વાંચતા રહો@ watch gujarat

(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud