કુદરતના કરિશ્મા, માઉન્ટ બતૂર અને કીન્તામણીની, એ બાલીના ઉબુદ- વિસ્તારની સફરમાં આવે છે- એક અત્યંત સુંદર અને તોફાની ધોધ ‘તેગેનૂનગન-વોટરફોલ’! આ ઝરણાના પછડાટથી, નીચે એક મોટો કુંડ આપો આપ બની ચુક્યો છે અને જેમાં કોઈ પત્થર ન હોવાની તકેદારી રાખી હોવાથી, અહીં ડાઈવિંગ, સ્વીમીંગ અને અન્ય વોટર-રાઇડ્સ શક્ય હોવાથી, આ એક મેજર પ્રવાસન પડાવ, બને છે !
ઘટાટોપ વૃક્ષોથી ઘેરાયેલી તળેટી તરફ દોરી જતો, નવીન આકર્ષક ફૂલોનો રસ્તો તમને ખીણમાં ઉતરવા પ્રેરે છે અને રસ્તામાં ફોટો પોઈન્ટસ રોકી લે છે ! વૃક્ષની ડાળીઓના અને પત્થરોની દિવાલના ટેકે બનેલી ‘કોફી-શોપ્સ’ની ઉકળતી કોફી તમારી નસેનસમાં એક નશો જગાવે છે ! અને બીજી....જ પળે તમે અહીની દૂધ વિનાની, ટીપીકલ ‘બાલી-કોફી’ની ચૂસકી લેતાં, ધોધની દિશામાં એક ઊંડો શ્વાસ લેશો !
ઉબુદમાં આવેલ ‘ગીયાન્યાર-પ્રદેશ’નું ગામ- ‘તેગેનૂનગન’નો આ ધોધ, ‘તૂકડ-પેતાનું’ નદીનો ભાગ છે ! ખડ-ખડ ઉછળતો આ ઝરણાનો ધોધ, અત્યંત મોટા ફીણના ગોટા ઉત્પન્ન કરી, એક પ્રચંડ પાણીના વેગ સાથે આગળ વધે છે!! જેનું કદ એક વેહતી પથરાળ નદીના વેશમાં તમને કિનારે, ‘સાત-પથરા’નું, ઘર બનાવવા લલચાવશે !! અને ઘણાં આગળ આ ચણતર કરીને ગયા હશે જેથી તમે બૂટ ઉતારીને, તરત..જ ‘એક બંગલા બને ન્યારા...’ અંદાજમાં પોંહચી જશો !
ઠંડા પવનમાં દસ ફૂટ દૂર પડતાં- ધોધની, ઝાકળ -બુંદો, આખાય શરીર પર -સ્પ્રે કરી, તમને અંતર સુધી તરબતર કરી દેશે ! અને આ ભીનાશ તમારી સફરની એક ચીર સ્મૃતિ રેહશે ! પહાડની ઊંચાઈથી સૌથી નીચાણમાં વસેલો, એવો આ એકમાત્ર બાલીનો વોટરફોલ- અત્યંત ઠંડો અને ફ્રેશ વોટરનો છે, ધોધનો કદ-આકાર, વરસાદ આધારિત છે ! તમે પત્થર વેરાયેલા આ ઝરણાના, મેદાની- પ્રવાહને જો ઓળંગવા પ્રત્યન કરશો તો તમે એક ગજબ વહેણ-ખેંચાણનો અનુભવ કરી શકશો !!
તમારી નજરની સામે જો કોઈ ભૂરીબાઈ, બીકીનીમાં સજ્જ, ધોધનો આનંદ લેતી હોય તો તમને બાળપણમાં, તમે ટીવીમાં જોયેલી ‘લીરીલ-સાબુ’ની જાહેરાત / લા..લારા..લાલા..લા મોડેલ, એક વાર અચૂક યાદ આવશે ! તમને ઊંધું મુકીને ધોધમાં ઝ્મ્લાવનારા ભૂરા-ભાઈઓ અને ધોધના અવાજમાં, જાતને ધરબી દેતા... તેમના, મૌન-લીન ચુંબન દ્રશ્યોનો નજારો અચૂક જોવા મળશે અને ત્યારે એમ થશે કે .. ’પ્રવાહ’માં સરી જતો ... ‘રસ’ (પ્રવાસ)ને ઝડપનારા, ખરા પ્રવાસીઓ તો આ..જ છે!! બાલી, એ કોઈ પ્રવાસ નથી પણ કુદરત સામે માણસ તદ્દન તુચ્છ, પાંગળો અને સમ્પૂર્ણ કુદરત આધીન છે!
એ અનુભુતી અને સ્વીકૃતિ કેળવવાનો, આ અમૂલ્ય અવસર છે ! આ અવસરને માણી શકો, તો તમારો પ્રવાસ સમ્પૂર્ણ ! ‘પ્રવાસ’ જેવી ભાગ્યે----જ, પ્રાપ્ત પળને સાવ, સુપરફીશીયલ-અર્થ આપનારા ટૂરિસ્ટ આપ ન બનો એવી મારી તમને નમ્ર નોંધ છે!.....વાંચતા રહો ‘બ્યુટીફૂલ -બાલી’!! @watchgujarat
(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)