કમઅક્કલ નિરાંતે બેસી વિચારે છે તો ઓગષ્ટક્રાંતિનો મહિનો કહેવાય. જન્મદિવસ ૮મી તારીખને ૮મો મહિનો હોય તો પછી... શું જોઇએ..!! નામ રાખ્યું 'અગન' રાજ્યગુરુ.
કમઅક્કલને રાજ surnameનું ભારે સંમોહન રાજગોર, રાજપુરોહિત, રાજ્યગુરુ વગેરે વગેરે હવે આ રાજાઓનાં રાજ ગયાં એટલે નહીંતર તો બા અદબ બા મુલાયજા હોશિયાર મહાકવિ કાલીદાસ હોય કે રશિયન યુગનાં રાસપુટિનો... કે ચાણક્ય.. રાજ શબદ શોભે એને જ શોભે કારણકે એ સ્થાનને પછી દીપાવવાની પણ જવાબદારી ઉમેરાય..!! પોતે administration માં રચ્યાં પચ્યાં. લગભગ ૧૫ કલાક સુધી પોતાના કામમાં રચ્યાં પચ્યાં રહેનારા principalsમાં compromised ન જ કરે એ સ્વાભાવિક છે.
આવો માણીએ ફિફાદનાં જન્મેને પરંપરાને વરેલાં એવાં કાળિયાધાર નજીકનાં ભૂગોળે ભાવનગરની સીમનાં મંજાયેલાં કવિ એ છે આપણાં સૌનાં ૩૪ વષિૅય કાચા કુંવારા કવિશ્રી અરુણભાઇ દેસાણીનાં શિષ્ય એવાં કવિ આજે burnol લગાવીને 'અગન'ની કલમે... તમારી યાદમાં.. ૧૬૩ ગઝલોનો ગુલદસ્તો 'નવભારત' દ્ધારા મૂકે છે. લાલજીભાઇ કાનપરિયઓ પોંખાયેલાં અને ગૌરાંગ ઠાકર દ્ધારા પરિચય હોય ને ભરત ભટ્ટ 'પવન'ની શુભેચ્છા હોય તો કાંઈ નો ઘટે.. શું ક્યો છો બોલો જોઇએ!!
ગઝલ
મારી ગલી કે ઘર, વધીને ઘરનાં મોભારા વિશે!
કૈં જાણ ક્યાં છે કોઈને એથી વધુ મારા વિશે!
બ્હેરું હતું આખું નગર એવી પછીથી જાણ થઈ;
નાહક મને શંકા રહી મારા જ પડકારા વિશે!
તારી કમીથી જિંદગી લાંબી વધારે થઈ ગઈ;
ને કોઈ પણ સાધન નથી એનાંય ગુજારા વિશે!
બીડી પીવામાં સહેજ તારા હોઠ જો દાઝી ગયા;
એમાંય તું પુસ્તક લખી કાઢીશ અંગારા વિશે?
ખાલીપણું શું હોય છે એ પૂછ તો વાંધો નથી;
પણ જાણવા ચાહે મને તો જાણ અંધારા વિશે!
ફાટી ગયેલા પેન્ટ માટે સોય-દોરો શોધતા;
હું કલ્પના કરતો રહું છું ચાંદ સિતારા વિશે!
એનાં નયન વિશે ભલે પૂછ્યું નહોતું દોસ્ત તેં;
પણ માન્યતા મારી હતી બસ એજ ચમકારા વિશે!
સામા પ્રવાહે કાયમી તરતો રહ્યો એથી મને;
પૂરો અનુભવ ના મળ્યો એકેય કિનારા વિશે!
હું કૈં નથી એથી જ લાગ્યું ચાકડો જોયા પછી;
ઝાઝો ફરક ન્હોતો 'અગન' મારા અને ગારા વિશે!
-'અગન' રાજ્યગુરુ
અમરેલીની કલમો પંકાયેલીને ઐરાવત પર જઇને પોખાંયેલી હોઇ એ એની અલાયદી પહેચાન ધરાવે. આ તો કમઅક્કલોની પણ બોલબાલા ચીનદેશે કરી હતી એ ન ભૂલવું જોઇએ. કાગળની શોધ કર્યા બાદ જ fool's capનું માપ મળ્યું એ બાબતે કમઅક્કલ જનમ્યો ત્યારથી ચાઇનીઝ કોલરનાં શટૅસ્ પહેરે છે. ચિનુમોદીનો બથૅ-ડે તાજો જ એમનાં ચાહકોએ ઉજવ્યો... હુકમ માલિકમાં ચાઇનીઝ મોજડીની વાતે.. કમઅક્કલ ફરીથી રાજી. ખાલી બુચિયાઓએ જે નહોતું એય નાક કપાવ્યું બાકી પ્રમ્પ સાજા થતાં કઇંક તો કરી બતાવશે જ!?
સર્જક સંગાથે સાંજ કાર્યક્રમના ઉપક્રમમાં ચાલો કવિ સાથે રૂબરૂ થઈએ... ફેસબુક પેજના માઘ્યમથી ગુજરાતી ગીત ગઝલ અને કાવ્યનો જલસો કરીએ કવિ શ્રી ’અગન’ રાજ્યગુરુ તા ૦૪/૧૦/૨૦૨૦ ના રવિવાર સાંજે ૫:૦૦ કલાકે લાઈવ આવી પોતાની કેફિયત સાથે રચનાઓનું પઠન કરશે એમનો લાઈવ કાર્યક્રમ આપ નીચેની લીંક પર જોઈ શકશો.આભાર
https://www.facebook.com/સર્જક-સંગાથે-સાંજ-106154294499615/
kamakkalisonsunday@gmail.com
કમઅક્કલ નિરાંતે બેસી વિચારે છે તો ઓગષ્ટક્રાંતિનો મહિનો કહેવાય. જન્મદિવસ ૮મી તારીખને ૮મો મહિનો હોય તો પછી... શું જોઇએ..!! નામ રાખ્યું 'અગન' રાજ્યગુરુ.
કમઅક્કલને રાજ surnameનું ભારે સંમોહન રાજગોર, રાજપુરોહિત, રાજ્યગુરુ વગેરે વગેરે હવે આ રાજાઓનાં રાજ ગયાં એટલે નહીંતર તો બા અદબ બા મુલાયજા હોશિયાર મહાકવિ કાલીદાસ હોય કે રશિયન યુગનાં રાસપુટિનો... કે ચાણક્ય.. રાજ શબદ શોભે એને જ શોભે કારણકે એ સ્થાનને પછી દીપાવવાની પણ જવાબદારી ઉમેરાય..!! પોતે administration માં રચ્યાં પચ્યાં. લગભગ ૧૫ કલાક સુધી પોતાના કામમાં રચ્યાં પચ્યાં રહેનારા principalsમાં compromised ન જ કરે એ સ્વાભાવિક છે.
આવો માણીએ ફિફાદનાં જન્મેને પરંપરાને વરેલાં એવાં કાળિયાધાર નજીકનાં ભૂગોળે ભાવનગરની સીમનાં મંજાયેલાં કવિ એ છે આપણાં સૌનાં ૩૪ વષિૅય કાચા કુંવારા કવિશ્રી અરુણભાઇ દેસાણીનાં શિષ્ય એવાં કવિ આજે burnol લગાવીને 'અગન'ની કલમે... તમારી યાદમાં.. ૧૬૩ ગઝલોનો ગુલદસ્તો 'નવભારત' દ્ધારા મૂકે છે. લાલજીભાઇ કાનપરિયઓ પોંખાયેલાં અને ગૌરાંગ ઠાકર દ્ધારા પરિચય હોય ને ભરત ભટ્ટ 'પવન'ની શુભેચ્છા હોય તો કાંઈ નો ઘટે.. શું ક્યો છો બોલો જોઇએ!!
ગઝલ
મારી ગલી કે ઘર, વધીને ઘરનાં મોભારા વિશે!
કૈં જાણ ક્યાં છે કોઈને એથી વધુ મારા વિશે!
બ્હેરું હતું આખું નગર એવી પછીથી જાણ થઈ;
નાહક મને શંકા રહી મારા જ પડકારા વિશે!
તારી કમીથી જિંદગી લાંબી વધારે થઈ ગઈ;
ને કોઈ પણ સાધન નથી એનાંય ગુજારા વિશે!
બીડી પીવામાં સહેજ તારા હોઠ જો દાઝી ગયા;
એમાંય તું પુસ્તક લખી કાઢીશ અંગારા વિશે?
ખાલીપણું શું હોય છે એ પૂછ તો વાંધો નથી;
પણ જાણવા ચાહે મને તો જાણ અંધારા વિશે!
ફાટી ગયેલા પેન્ટ માટે સોય-દોરો શોધતા;
હું કલ્પના કરતો રહું છું ચાંદ સિતારા વિશે!
એનાં નયન વિશે ભલે પૂછ્યું નહોતું દોસ્ત તેં;
પણ માન્યતા મારી હતી બસ એજ ચમકારા વિશે!
સામા પ્રવાહે કાયમી તરતો રહ્યો એથી મને;
પૂરો અનુભવ ના મળ્યો એકેય કિનારા વિશે!
હું કૈં નથી એથી જ લાગ્યું ચાકડો જોયા પછી;
ઝાઝો ફરક ન્હોતો 'અગન' મારા અને ગારા વિશે!
-'અગન' રાજ્યગુરુ
અમરેલીની કલમો પંકાયેલીને ઐરાવત પર જઇને પોખાંયેલી હોઇ એ એની અલાયદી પહેચાન ધરાવે. આ તો કમઅક્કલોની પણ બોલબાલા ચીનદેશે કરી હતી એ ન ભૂલવું જોઇએ. કાગળની શોધ કર્યા બાદ જ fool's capનું માપ મળ્યું એ બાબતે કમઅક્કલ જનમ્યો ત્યારથી ચાઇનીઝ કોલરનાં શટૅસ્ પહેરે છે. ચિનુમોદીનો બથૅ-ડે તાજો જ એમનાં ચાહકોએ ઉજવ્યો... હુકમ માલિકમાં ચાઇનીઝ મોજડીની વાતે.. કમઅક્કલ ફરીથી રાજી. ખાલી બુચિયાઓએ જે નહોતું એય નાક કપાવ્યું બાકી પ્રમ્પ સાજા થતાં કઇંક તો કરી બતાવશે જ!?
સર્જક સંગાથે સાંજ કાર્યક્રમના ઉપક્રમમાં ચાલો કવિ સાથે રૂબરૂ થઈએ... ફેસબુક પેજના માઘ્યમથી ગુજરાતી ગીત ગઝલ અને કાવ્યનો જલસો કરીએ કવિ શ્રી ’અગન’ રાજ્યગુરુ તા ૦૪/૧૦/૨૦૨૦ ના રવિવાર સાંજે ૫:૦૦ કલાકે લાઈવ આવી પોતાની કેફિયત સાથે રચનાઓનું પઠન કરશે એમનો લાઈવ કાર્યક્રમ આપ નીચેની લીંક પર જોઈ શકશો.આભારhttps://www.facebook.com/સર્જક-સંગાથે-સાંજ-106154294499615/