જયભારત સાથ જણાવવાનું કે કમઅક્કલને અધિકાર અને અધિકારી બાબતે સૂઝ ઓછી. અલબત્ત નહીં જેવી. એટલે સમજણ પડે તો ખરી પણ તસ્દી ઓછી લે. અધિકારી જો કવિ હોય તો ઘરોબો અલગ એવું નહી. કારણકે કમઅક્કલ પોતે ય પહેલાં ભાવક. એ નાનો હતો ત્યારે પણ એવું બન્યું'તું ને અત્યારે ય એવું બન્યાં જ કરે છે કે નામમાં પતે તો અટકમાં એ પડે નહીં. કામથી માણસ ઓળખાય એ મૂળભૂત બાબત. સામેથી બોલાવવાં હોય તો નામ જાણી રાખેલું સારું. નહીં તો કવિઓનાં ટોળામાં કવિ.. ની બૂમ બધાનાં કાન સરવા કરે.. મૂળ વાત પર આવું તો આજનો કવિ ઓછા બોલો એટલી હદે કે બોલવામાં એમનાં વતીનો જવાબ બાજુવાળો આપી દે તો ચૂપ રે. એમની પોઝિટિવિટી એવી કે એમને કમ્પેરિઝન કરવાનું કહ્યું હોય તો એ બન્નેનાં વખાણ કરી બેવ સારું જ છે એમ કહી છૂટે.
સદરહુ બાબત જે લવાદી ગુણો ધરાવનાર સમાધાન કારી બેવ પક્ષને ખુશ રાખીને પોતાનું કામ સરળ કરનાર મુસદ્દી કવિ કૃણાલ પોતે અત્યંત સંવેદનશીલ વ્યક્તિ હોવાને નાતે કવિતા અને રજૂઆત બેવમાં મંજાયેલાં છે. મોરબીમાં કાયૅ કરતાં હોવાથી ટાઇલ્સ અને સમય પારખું તો ખરા જ. માણીએ એમની ગઝલ.
શહેર કરતું હોય છે કંઈ જાદુ મંતર ,
ખેતરો થઈ જાય ખાલી સર્વે નંબર !
તૂટવા માટે મળે છે ખાસ્સુ વળતર,
કોઈ બુલડોઝર ફરે છે મારી અંદર.
મૂળથી ઉખડી પછી રોપાયું બીજે,
ગામનું સપનું ઊગ્યું છે હાઇવે પર.
છે દિવસના હાથમાં ઓજાર ભારે,
રાતને આખા શરીરે થાય કળતર.
એક નાના ભાગમાં મીઠું ઝરણ છે,
સેંકડો એકરમાં ખારી યાદ પડતર.
- કુણાલ શાહ
લેબર લોઝનો માસ્ટર બ્લાસ્ટર લેબર ઓફિસર પોતે હોવા છતાં જરીકેય રુઆબ નહીં. બલ્કે કવિ સિવાયની ઓળખાણ આપવા પૂરતી જ કવિતાનાં માધ્યમે તાલાવેલી વાળો ઇસમ. જોકે કમઅક્કલને એમનો પનારો ઘણોખરો મુશાયરા પછી સદા સવૅદા કવિતાનાં મંચ પછી મળતી ચ્હાની કિટલીનાં મંચનનો ઝાઝો. અલબત્ત common friends તો ઘણાં પણ, કમઅક્કલને જાણે અને પિછાણે એવાં કેટલાં? ખેર, કુણાલ શાહ સંગ્રહ કરે તો મોજદરિયા થાય.
સર્જક સંગાથે સાંજ
સર્જક સંગાથે સાંજ કાર્યક્રમના ઉપક્રમમાં ચાલો કવિ સાથે રૂબરૂ થઈએ... ફેસબુક પેજના માઘ્યમથી ગુજરાતી ગીત ગઝલ અને કાવ્યનો જલસો કરીએ કવિ શ્રી ડો મનોજ જોશી ’મન’ તા,૧૮/૧૦/૨૦૨૦ ના રવિવાર સાંજે ૭:૩૦ કલાકે લાઈવ આવી પોતાની કેફિયત સાથે રચનાઓનું પઠન કરશે એમનો લાઈવ કાર્યક્રમ આપ નીચેની લીંક પર જોઈ શકશો.આભાર
https://www.facebook.com/સર્જક-સંગાથે-સાંજ-106154294499615/
kamakkalisonsunday@gmail.com