કમઅક્કલ ગુજરાતભરમાં ભટકેલ રખડું. સ્વભાવે કરકોલવામાં માહેર. લક્કડખોદ જેવી ત્વરા અર્થાત્ એક સેકન્ડમાં ૬૦ વખત જેટલાં નિરથૅક વિચારો કરી શકે!! એકવાર પ્રકાશ પંડ્યાજીનાં ઘરે દિનકર જોષી આવ્યાં'તા. એ દિવસે સૌપ્રથમવાર પ્રત્યક્ષ મળવાનું થયું હતું. જિજ્ઞેશ અધ્યારુ ગુલગુલિયાં વાળવાળો માણવાં લાયક માણસ. થોડો ઘણો મૂજી લાગે પણ પછીથી સમજાયું કે સાહિત્યની સેવા એ passion છે જ્યારે professionally કઇંક અલગ જ વ્યસ્તતાનો આ જીવ છે માટે માન વધી ગયું.
કમઅક્કલ જાણે જ છે કે ૨૪*૭માં શોખ માટે સમય ચોરવો કેટલો મુશ્કેલ છે. aksharnaad.com પર પુસ્તકો મૂકવાથી માંડીને એની અનુક્રમણિકા જાળવી સજૅકોની પરવાનગી સાથે અનેકવિધ વાનગીઓ મૂકવાની પળોજણમાં પોતે રચ્યા પચ્યાં રહેતાં હોય છે.
અમદાવાદમાં રહેતાં મૂળે વડોદરાની જમીનનાં આ સજૅકે માઇક્રોફિક્સનમાં પોતાનું નામ ઉજાળ્યું છે.એમની સાથે વાતોનો ભંડાર છે.બોલે તો!!જિજ્ઞેશને ખોલવો પડે.
એની ચાવી દિનકરદાદા જોડે ખરી.. ક્યારેક ઉત્તરો આપવામાં વ્હેલું મોડું કરે પણ એમને આજીવન માફ. કારણ કરી કરીને કેટલું કરે માણસ છે ને? પણ એમની ખાસિયતમાં કેમેરા પાછળ ઉભા રહીને ખચાક્ કરવાનો ય શોખ!! બીજાને ઉપાડવામાં સૌથી પહેલાં આવે. છાવરેને પોરસ ચઢાવીને લોકાભિમુખ કરે. એક પ્રસંગ યાદ કરી વિરમું જડ્યું તે લખ્યુંમાં ધ્રુવદાદા જોડે વ્યાખ્યાન માળાને અંતે મુશાયરાનું સંચાલન કમઅક્કલ જોડે કરાવે.
હાશ!!
એ તેના મમ્મી પપ્પા સાથે આવ્યો,
બંને રુમમાં બેઠાં.
વાત શરુ થઇ,
અભ્યાસની નોકરીની...
જતાં જતાં એ લોકો એવો ઈશારો કરતા ગયા
કે વાત લગભગ પાક્કી છે,
નક્કી કરીને કહીશું.
હીનાને કોલેજનું છેલ્લું દોઢ વષૅ પૂરું કરવું હતું,
પણ 'આટલો સારો અને વેલસેટલ્ડ છોકરો...'
દસ દિવસે એ લોકોનો ફોન આવ્યો,
હીનાએ ફોન ઉપાડ્યો,
વાત દરમ્યાન એણે હીનાને કહ્યું,
'મને તો તું ગમે છે,
પણ મારા મમ્મી પપ્પાને...'
'હાશ..' બોલતા હીનાએ ફોન કટ કર્યો,
અને કોલેજની બેગ ઉપાડી.
ટચૂકડી વાર્તાઓનું વિશાળ વિશ્વ
આવી રહ્યું છે અમારા ગૃપ 'સર્જન'ની વાર્તાઓ સાથેનું નવલું પુસ્તક - માઇક્રોફિક્શન શૉટ્સ
ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાની અસરકારક રીત એટલે માઇક્રોફિક્શન.
'સર્જન' માઇક્રોફિક્શન ગૃપના સર્જકો દ્વારા લખાયેલી અને જીજ્ઞેશ અધ્યારુ દ્વારા સંપાદિત બળુકી માઈક્રોફિક્શન આ પુસ્તકમાં પ્રસ્તુત થઈ છે.
આજની ભાગદોડથી ભરેલી જિંદગીમાં ક્યાંક સહેજ ખાલી મળતાં સમયના ટુકડામાં, સ્ટેશન પર રાહ જોતાં, ઓફિસના ટી બ્રેકમાં, આ નાનકડી પણ સશક્ત માઇક્રોફિક્શન વાર્તાઓ વાચકને જકડી રાખશે એ ચોક્કસ.
નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રિ બુકિંગ પૂરતું ૧૨૫/- રૂ ની મૂળ કિંમત સામે ૨૦% ડિસ્કાઉંટ સાથે ૧૦૦/- રૂ માં અને નિ:શુલ્ક કૂરિઅર દ્વારા પુસ્તક મેળવી શકાશે.
પુસ્તકનું ૨ ઓક્ટૉબરે વિમોચન થશે. આજના, ટીચર્સ ડે ના દિવસથી આ પુસ્તકનું પ્રિ બુકિંગ શરૂ થયું છે,
પ્રિ બુકિંગ માટે આ લિન્ક પર ક્લિક કરો
kamakkalisonsunday@gmail.com