એકવાર કમઅક્કલે આઇન્સ્ટાઇનનું માથું ઓળ્યું’તું. બધી ફોર્મુલા ભૂલી ગયો! પછી મોડામોડા સમજાયું કે એ બધાં વાળ નહીં પણ એન્ટિનાં હતા. કમઅક્કલ ત્યારે પણ હતો. કમઅક્કલ યુગોથી છે.. અશ્ર્વસ્થામાં જ્યારે નાના હતાં ત્યારે કમઅક્કલ જોડે ક્રિકેટ રમતો. રામ સિતાનાં marriage વખતે પરશુરામ ગુસ્સે ભરાયેલાં ત્યારે કમઅક્કલે એમની જોડે વાતાઘાટો કરીને સમજાવ્યું કે રામ આવી ગયાં છે બબ્બે અવતારો હશે તો ભક્તો કન્ફ્યુઝ થશે માટે તમારાા આ role માંથી exit લો એમ કહી મામલો પતાવ્યો હતો.!!

જમદ્ગનિ ઋષિનાં કહેવાથી આજ પરશુરામે પોતાની માતા રેણુકાનો શિરચ્છેદ કર્યો હતો. એ આજ્ઞાંકિત પુત્રનો એમનો role હતો. છેલ્લે છેલ્લે કણૅનાં Teacher હતાં. શ્રાપવાળો seen થયો ને યુદ્ધમાં કણૅને આવડતું હતું એ બધું out of the mind થયું ને total memory loss થયો એ ઘટનાને કારણે કમઅક્કલ ફરી pictureમાં આવ્યો ને એ પરશુરામ જોડે promise લીધું કે જિજ્ઞાસુને જ્ઞાન આપવું એટલું કરો.આ શ્રાપવાળી scheme હવેથી બંધ.

તમને થશે કે પેલી ૨૭વાર ક્ષત્રિયોને પતાવ્યા વાળી વાત તો રહી જ ગઇ પણ આવડે એ બધું ઠોકવાનું નહીં. બધાને બધી ખબર જ હોય. પરશુરામે શક્તિ પ્રદશૅન કર્યું તમારે જ્ઞાન પ્રદશૅન કરવાનું નહીં. કમઅક્કલ હવે મૂળવાતે આવે છે ૨૦૨૦માં શિક્ષકવાળો role continue કરે છે ને.. ખાનગી શાળામાં ભણાવતાં ભણાવતાં ગઝલ લખે છે કે..

તમે હરવખત એમ ફાવી રહ્યા છો

હું જોયા કરુ ને ફસાવી રહ્યા છો

 

મને પણ એ જોવામાં રસ છે વધારે,

મને કાળજીથી બનાવી રહ્યા છો

 

ઘડી ટેરવે તો ઘડીમાં છે વેઢે,

સબંધો ને કેવા નિભાવી રહ્યા છો

 

તમે પાઘ પહેરાવો છો શીશ વાઢી

ખબર નહિ તમે શું જતાવી રહ્યા છો

 

તમે કહેશો પળમાં હું માની જવાનો

શું કામ આટલું ફોસલાવી રહ્યા છો

 

મને તો પૂછો કમસેકમ દોસ્ત મારા

 નથી દુખતી એ નસ દબાવી રહ્યા છો.

<> પરશુરામ ચૌહાણ

લખવામાં તો લખાય ઘણું. પરશુરામ ચૌહાણ એ બધાં role ભજવીને છેલ્લે down to earth આવી ગયાં છે. વટપ્રદની ખાનગી શાળામાં તેઓ અંગ્રેજી ગુજરાતી ભણાવે છે.concept schoolમાં પણ પોતે સવિશેષ ભણાવવા જાય છે. નવજીવન કને ક્યાંક રહેતો આ કવિ મૂળે પ્રમાળ-પ્રામાણિક અને મહેનતુ વ્યક્તિ છે.

kamakkalisonsunday@gmail.com

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud