અમથો વિચારે ચઢે એ કમઅક્કલ. જરુર લાગે તો જઇ ચઢે એ કમઅક્કલ.સ્વિચ ઓન કરતાં અંધારું ને સ્વિચ ઓફ કરતાં અજવાળું કરે એ કમઅક્કલ. સતત વિચારવિમષૅ બાબતે રચ્યો પચ્યો રહે. કવિતા શું કરે છે? નો જવાબ ગોખીને પાક્કો રટે રટાયા પોપટ જેવું બોલે. કમઅક્કલે શેરડીનો રસ નીચે પડી જાયને કૂચા હાથમાં રહી જાય જેવું કેટલું ય આવક જાવક ભાવક જેવું સૂચવ્યું હશે. ખેર અનિલ યાને પવન યાને વાયરો યાને હવા યાને સમીર યાને વાયુ જેવું કઇંક!!
ઉપરોક્ત એકોક્તિ નથી કિંતુ પરંતું બંદુ અનેકવિધ પરિમાણો ઘરાવતાં એક સીધા સાદા ગભરુ લાગતા સમયે ઘોઘમાર વરસતાં ચોમાસા જેવાં સજૅક છે. એનું કૂળ કવિતા છે ને ગોત્ર ગીત. એ તમને પ્રથમ સ્ટેચ્યુ કહેશેને પછી કવિતાનાં ભાવ પ્રદેશમાં ફરવાનો મોકો આપશે. તમારી સફર સફળ રહે એવી શુભેચ્છા.
કામરૂપદેશ
સવાર સવારમાં
મોગરાનાં ફૂલથી
ઈચ્છાઓનાં ગાલ પસવારતાં
પસવારતાં ક્યારેક તો હું
પરસેવે રેબઝેબ થઈ જાઉં છું...
મારા હાથમાં શબ્દોને બદલે
કાંટાળા થોર ઊગવાનું ક્યારે
શરૂ થઈ ગયું ....એનીય મને જાણ નથી
હું હિટલરનો પૂર્વજ અને
ગાંધીજીનો અનુજ થઈ
મોહેંજો-ડેરોની ગટરવ્યવસ્થામાં
ઊભરાતા કીડાઓની જેમ જીવું છું.
હું ગાંજાનાં છોડ જેવો
જંગલમાં ઉગેલો છું તોય
મને ઉગાડનારને નહિ પણ
મને જ સજા મળે છે.
જે સજા ભોગવીને હું થાક્યો છું.
માદરબખત આ અંકાશી ચીતરામણોએ મને
ચિંતાઓની ગીચતામાં મુકી દીધો છે.
હું પિકાસોનાં ચિત્રો જેવાં
એકાંતને કણસું છું.
મારા કાનમાં ઠલવાયેલો કચરો
હવે કલકત્તાની બસ્તિ કે
મુંબઈની ચાલ બનવા થનગને છે.
મારા નિ:સાસા મેં પડીકે બાંધ્યા છે
જીવ પાણીમાં પરપોટો થઈ તરે છે
અને ક્ષણાર્ધમાં જ ફૂટી જાય છે ફટ્ટ....
હું મારામાં જીવતાં મન્ટોને
એક સલામ ઠોકી દઉં કે
બે-ચાર લપડાક વળગાડી દઉં
ગધેડીના ધરમની વાત કરનારા ગોડસેને.
દખ્ખણથી વાયરા ઉઠ્યા છે ને
દટ્ટણ સો પટ્ટન કરી એનું
અખેપાતર ઊંધું વાળે છે.
હું નાનો થતો જાઉં છું....
અતિ વ્યગ્ર એવો નાનો...
આજે રાતવાસોની
અંધારપછેડી ઓઢી નીકળી
પડવું છે...
મારાં અનંત જન્મોની શોધમાં ...
જો હોય તો અને
જો નીકળી શકાય તો...
- અનિલ વાળા
ચિનુમોદી યાદ આવે છે. નવલશા હિરજી કરતાંતો ઘણી અલગ માવજત છે!!એને પરપોટાનાં ફૂટવાનું ફટ્ટ સાંભળ્યું હશે ને એ કવિ બન્યો હશે? ક્યારેક પોતે એ ભૂવો ધુણાવી ભૂતો ય ભગાડી જાણેને સર્વાંગ સુંદર રીતે આસ્વાદ્ય બનાવી જાય તો.. ક્યારેક એમને ભૂતો ય પજવી જાય!!બને બને કવિ જોડે બધું બને!! થઇ જુઓ તો ખબર પડે!!
કમઅક્કલને મન એક યાદગાર પ્રસંગ એમની વષૅગાંઠનો ય છે જેમાંથી અઘરાતે મધરાતે સંભળાતાં અવાજો ને અજંપો બાદ કરીએ તો અનિદ્ધા પણ એક સુખદ બાબત બની ગયાંનું આશ્ર્ચયૅ જ છે!!
સર્જક સંગાથે સાંજ કાર્યક્રમના ઉપક્રમમાં ચાલો કવિ સાથે રૂબરૂ થઈએ... ફેસબુક પેજના માઘ્યમથી ગુજરાતી ગીત ગઝલ અને કાવ્યનો જલસો કરીએ કવિ શ્રી બ્રિજેશ પંચાલ'મઘુર' તા,૨૭/૦૯/૨૦૨૦ ના રવિવાર સાંજે ૫:૦૦ કલાકે લાઈવ આવી પોતાની કેફિયત સાથે રચનાઓનું પઠન કરશે એમનો લાઈવ કાર્યક્રમ આપ નીચેની લીંક પર જોઈ શકશો.આભાર
https://www.facebook.com/સર્જક-સંગાથે-સાંજ-106154294499615/
kamakkalisonsunday@gmail.com
અમથો વિચારે ચઢે એ કમઅક્કલ. જરુર લાગે તો જઇ ચઢે એ કમઅક્કલ.સ્વિચ ઓન કરતાં અંધારું ને સ્વિચ ઓફ કરતાં અજવાળું કરે એ કમઅક્કલ. સતત વિચારવિમષૅ બાબતે રચ્યો પચ્યો રહે. કવિતા શું કરે છે? નો જવાબ ગોખીને પાક્કો રટે રટાયા પોપટ જેવું બોલે. કમઅક્કલે શેરડીનો રસ નીચે પડી જાયને કૂચા હાથમાં રહી જાય જેવું કેટલું ય આવક જાવક ભાવક જેવું સૂચવ્યું હશે. ખેર અનિલ યાને પવન યાને વાયરો યાને હવા યાને સમીર યાને વાયુ જેવું કઇંક!!
ઉપરોક્ત એકોક્તિ નથી કિંતુ પરંતું બંદુ અનેકવિધ પરિમાણો ઘરાવતાં એક સીધા સાદા ગભરુ લાગતા સમયે ઘોઘમાર વરસતાં ચોમાસા જેવાં સજૅક છે. એનું કૂળ કવિતા છે ને ગોત્ર ગીત. એ તમને પ્રથમ સ્ટેચ્યુ કહેશેને પછી કવિતાનાં ભાવ પ્રદેશમાં ફરવાનો મોકો આપશે. તમારી સફર સફળ રહે એવી શુભેચ્છા.
કામરૂપદેશ
સવાર સવારમાં
મોગરાનાં ફૂલથી
ઈચ્છાઓનાં ગાલ પસવારતાં
પસવારતાં ક્યારેક તો હું
પરસેવે રેબઝેબ થઈ જાઉં છું...
મારા હાથમાં શબ્દોને બદલે
કાંટાળા થોર ઊગવાનું ક્યારે
શરૂ થઈ ગયું ....એનીય મને જાણ નથી
હું હિટલરનો પૂર્વજ અને
ગાંધીજીનો અનુજ થઈ
મોહેંજો-ડેરોની ગટરવ્યવસ્થામાં
ઊભરાતા કીડાઓની જેમ જીવું છું.
હું ગાંજાનાં છોડ જેવો
જંગલમાં ઉગેલો છું તોય
મને ઉગાડનારને નહિ પણ
મને જ સજા મળે છે.
જે સજા ભોગવીને હું થાક્યો છું.
માદરબખત આ અંકાશી ચીતરામણોએ મને
ચિંતાઓની ગીચતામાં મુકી દીધો છે.
હું પિકાસોનાં ચિત્રો જેવાં
એકાંતને કણસું છું.
મારા કાનમાં ઠલવાયેલો કચરો
હવે કલકત્તાની બસ્તિ કે
મુંબઈની ચાલ બનવા થનગને છે.
મારા નિ:સાસા મેં પડીકે બાંધ્યા છે
જીવ પાણીમાં પરપોટો થઈ તરે છે
અને ક્ષણાર્ધમાં જ ફૂટી જાય છે ફટ્ટ....
હું મારામાં જીવતાં મન્ટોને
એક સલામ ઠોકી દઉં કે
બે-ચાર લપડાક વળગાડી દઉં
ગધેડીના ધરમની વાત કરનારા ગોડસેને.
દખ્ખણથી વાયરા ઉઠ્યા છે ને
દટ્ટણ સો પટ્ટન કરી એનું
અખેપાતર ઊંધું વાળે છે.
હું નાનો થતો જાઉં છું....
અતિ વ્યગ્ર એવો નાનો...
આજે રાતવાસોની
અંધારપછેડી ઓઢી નીકળી
પડવું છે...
મારાં અનંત જન્મોની શોધમાં ...
જો હોય તો અને
જો નીકળી શકાય તો...
- અનિલ વાળા
ચિનુમોદી યાદ આવે છે. નવલશા હિરજી કરતાંતો ઘણી અલગ માવજત છે!!એને પરપોટાનાં ફૂટવાનું ફટ્ટ સાંભળ્યું હશે ને એ કવિ બન્યો હશે? ક્યારેક પોતે એ ભૂવો ધુણાવી ભૂતો ય ભગાડી જાણેને સર્વાંગ સુંદર રીતે આસ્વાદ્ય બનાવી જાય તો.. ક્યારેક એમને ભૂતો ય પજવી જાય!!બને બને કવિ જોડે બધું બને!! થઇ જુઓ તો ખબર પડે!!
કમઅક્કલને મન એક યાદગાર પ્રસંગ એમની વષૅગાંઠનો ય છે જેમાંથી અઘરાતે મધરાતે સંભળાતાં અવાજો ને અજંપો બાદ કરીએ તો અનિદ્ધા પણ એક સુખદ બાબત બની ગયાંનું આશ્ર્ચયૅ જ છે!!
સર્જક સંગાથે સાંજ કાર્યક્રમના ઉપક્રમમાં ચાલો કવિ સાથે રૂબરૂ થઈએ... ફેસબુક પેજના માઘ્યમથી ગુજરાતી ગીત ગઝલ અને કાવ્યનો જલસો કરીએ કવિ શ્રી બ્રિજેશ પંચાલ'મઘુર' તા,૨૭/૦૯/૨૦૨૦ ના રવિવાર સાંજે ૫:૦૦ કલાકે લાઈવ આવી પોતાની કેફિયત સાથે રચનાઓનું પઠન કરશે એમનો લાઈવ કાર્યક્રમ આપ નીચેની લીંક પર જોઈ શકશો.આભારhttps://www.facebook.com/સર્જક-સંગાથે-સાંજ-106154294499615/