હમણાં હમણાં એક નવી જ રીતે અમુક તમુક લોકોની જોડે વાત કરવાનું બને છે. સ્વાભાવિક છે, હાલની આબોહવાને તરોતાજા થતાં સમય જશે. જોકે વર્ષોથી સમયથી મોટી દવા હજુ સુધી જોઈ નથી? આપણે રસી કયારે શોધાશેની વાતે નથી વળગવું. ખંતિલા લોકોનું કામ પૂરું થશે ને પછી એમાં ભાવ તાલ મૂલવાશે ત્યાં લગી તો થોડો ઘણો કામનો ન કામનો કચરો, સાપ ભેગી ઈયળ જેમ!! વર્ચ્યુઅલજગતમાં ટેરવે ‘BIRTHDAY WISH’, ANNIVERSARY WISH’, GREETINGSની જે કઈ touch સુવિધા મોજૂદ છે એનાં કારણે પહેલાંની પેલી તડામાર તૈયારીઓકે જયારે greetings cards માટે ચોક્કસ સમય કાઢવાનો થતો.

ઉંબરા પર સાથિયાનું sticker ભગવાનના ફોટે ચોંટાડેલું તારીખિયું અને એની પરનો ડટ્ટો શુભ લાભને આંખોમાં ઝળહળ. લગભગ દિવાસોથી ઉંધા ગણાતાં દિવાળીના દિવસો. પણ… ઢોલીડા વગર નવરાત્રીમાં હરદમ કરતાં મેચીંગ એક્સચેન્જ પણ હવે। આપણે જતાંતા’ને… હજુ સદમામાંથી બહાર નથી અવાયું!

ખેર પણ ખુશ રહેવાનું એ ફિઝિકલ ડિસ્ટનસિંગ્સનાં જમાનામાં દૂરદર્શન બન્યું છે ત્યારે મહેરબાની કરીને કોઈને wish કરવાનું ચૂકી ન જતાં!!

A+વાતે એક એવાં મિત્રોને યાદ કરું કે જે અન્ય મિત્રોને સામેથી જેની બથૅ ડે એને ફોન કરવાનું જણાવે એવાં અર્જુનસિંહ સોલંકી તો એક અન્ય મિત્ર મેહુલ વ્યાસ કે જેઓ એમના સમયસર (આપણું મોડું) ઉઠીને સવારથી બંધ રાખેલા ફોનને ચાલુ કરીને સામેથી જ msg મૂકીને કહે કે મને હવે wish કરો! જોકે બન્ને વ્યક્તિગત બાબત છે.

Like અને Share હાલ પુરતી જરૂરી મહત્વની બાબત છે. ‘અચ્છા લગતાં હૈ… હેંના? યાર કોઈનો દિવસ સુધરી જશે. કોઇ ખુશ થઇ જશે. જૂનું મળી જશે. નવું ઉમેરણ થઇ જશે. Feel Good કરવા કરાવવાની વાત છે. હંમેશા યાદ રાખવાનું કે જે તમારી જોડે થાય ને એનો આનંદ આવે તો એ બીજાને આવે જ!! અલબત્ત wish you all. Celebrationએ life છે. ઉત્સવપ્રિયા જનાહા્ની વાત છે.

ગયાં સવાલનો જવાબ

માઉન્ટ એવરેસ્ટની પહેલીવાર ઉંચાઈ માપનારનું નામ ગણિતજ્ઞ રાધાનાથ સિકદર હતાં .

આજનો સવાલ

દલાઇ-લામા નો અથૅ શું ને તેઓ ક્યાં ધમૅનું પ્રતિનિધિત્વ કરે છે?

જવાબ આટિૅકલનાં અંતે કોમેન્ટ કરો. અથવા ઇ-મેલ કરો.. આવતાં બુધવારે ફરી મળ્યાં ત્યાં લગી.. સ્વસ્થ રહો – મસ્ત રહો – વ્યસ્ત રહો. તથાસ્તુ!!

Share – Like – Comment

positivevaato@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud