સંબંધોની સોનોગ્રાફી કરતાં ગાળેલો સમય નિકળ્યો. ઓળખાણ - પરિચયને સંબંધ આ બધાંયમાં વ્યવહાર જરૂરી. સમયાંતરે કિંમત મૂલ્યો બદલાય સ્વાભાવિક છે. ઓળખાણમાં શરૂ શરૂમાં પૂછવામાં આવેને પછી કહેવાનું યાને હું આ માટલાંનું પાણી પીવું? થી મેં પાણી પીધુંથી તમારા માટે લાવુ? નાં સંબંધને આત્મસાદ કરવાની પ્રક્રિયા છે.
wi-fiનો password share કરવો એ પરિચયને સંબંધમાં ફેરબદલ કરવાની પહેલી શરત છે. જે અંદરખાને એવું સૂચવે છે કે હવે જ્યારે ફરી તમે આવશો ત્યારે તમે મને પૂછશો નહીં તોય આપણે connect હોઇશું. વાતોડિયા લોકો ચેટોડિયા બન્યાં, જ્યારે જુઓ ત્યારે online... chit chat જાણે મુખ્ય પ્રવૃત્તિ!! group admin યાને જાણે સ્વતંત્ર ફેક્ટરીનાં માલિક જાણે. સલ્તનત કે ગરાસનાં ઘણી જેવો ભોગવટો..! બધાને જવાબો આપે. અલાયદા રૂલ્સ ક્યા મેસેજ કરવાનાં ને નહીં એનું સચોટ માગૅદશૅન.. રૂબરૂ મળે તો ય ગ્રુપમાં... કરેલી જ વાત કરે. જેટલાં નિરુપદ્વવી એટલાં જ નવરાં. આમાં ઓળખાણ- પરિચય -સંબંધ ત્રણમાંથી કોઈની જરુર નહી. આને સમૂહ માધ્યમ કહેવાય? શરૂ શરૂમાં chat room દેશ દેશાંતર મુજબ હતાં જે વિસ્તરણ પામતાં group બની વિકસ્યા છે.
એક આખી આ ખૂબસૂરત એવી આ સૃષ્ટિમાં વિલાસ કરતાં આપણે સૌ. એવું ય નથી કલ્પતા કે આ બધું જ shutdown થઇ જ શકે છે! થયું છે. ઘણીવખત આપણે પસારી છે આ બાબત ને પવૅત પર કે અંતરિયાળ વિસ્તારોમાં ત્યારે આપણને આપણી જોડે આપણે જ હોવાનો અહેસાસ થયો છે. મૌન પણ બોલકું હોય છે એ તરત આપણને અંદર જોડે છે. ખુદને સાચુકલું કેમ છો પૂછવાનું થાય છે. જે જવાબ મળે છે એ આપણી સાવ સાચી ઓળખ છે.
જરૂરી હોય છે તો ખરા આ બધા પરિચયથી સંબંધોના વાધા પણ? શું લાગે છે તમને? હોસ્પિટલની બ્હાર તમારા પત્ની છોકરાઓને મા બાપ જ હશે!! વાળી ઉક્તિ પણ ભૂંસાતી જાય છે. છબીઓમાં એકલાં જ ટિંગાવાનું છે.. તો એકલાં રહેવાનું આત્મસાત કરો. લાંબી સફર છે. ફરીથી આવવાનું જ છે.. એકલાં જવાનું છે...!! A+વાતે ફક્ત એટલું જ કે બ્હારનાં દરવાજા બંધ છે... અંદરના દ્ધાર ઉઘડશે.. એક આછો હળદોલો તો મારો..
સ્વસ્થ રહો - મસ્ત રહો - વ્યસ્ત રહો.
Share – Like – Comment
positivevaato@gmail.com