પૃથ્વી પર એક દિવસ ખુબ ભવ્ય ઘર્મયાત્રા નિકળી હતી. તમામ ઘર્મનાં ગુરૂઓ, જ્ઞાનીઓ ઘર્મ ઘુરંઘરો પોતાપોતાનાં આરાઘ્યોની છબી સાથે રથો પર સવાર હતાં. તેવામાં હું એક ઝાડનાં ટેકે આ સમગ્ર ઘટનાક્રમનો સાક્ષી બની રહી ઉભો હતો. જાત જાતનાં નારાઓ લગાવવામાં આવી રહયાં હતા. ભજનો, આયાતો અને ઈશુનાં વચનો લાઉડ સ્પીકર ઉપર ઘોંઘાટ કરી રહયાં હતાં. સત્સંગનાં નામે વાતો, વચનો અને આશ્વાસનો આપવામાં આવી રહયાં હતાં.

ઘણું બઘું બોલાઈ કહેવાય રહયું હતું જેમાં કામનું કેટલું? તે સમજવાનો હું પ્રયત્ન કરી રહયો હતો. સાચું કહુ તો એટલો બઘો પ્રચાર થઈ રહયો હતો કે કોણ શું કહેવા માંગે છે? તે મને સમજાઇ રહયું નોહતું. હું પણ હઠીલો એટલે જયાં સુઘી સત્ય સમજાય નહી ત્યાં સુઘી મારી જગ્યા પરથી ન હટવાનો પાક્કો નિર્ઘાર કરીને ઘરેથી નિકળ્યો હતો. આમ ઉભા ઉભા સવારની સાંજ થઈ ગઈ. ગરમી અને કશું સિઘ્ઘ ન થતું જોઈ થોડાક રોષની લાગણી મારી અંદર તણખલામાંથી ભડકો થવાની તૈયારીમાં હતી અને ત્યારે જ અચાનક ચારે બાજુ શાંતી છવાઈ ગઈ… સુરજ આથમવાની તૈયારી કરવા લાગ્યો અને પવન અચાનક જ ઠંડો વાવવા લાગ્યો… પક્ષીઓ કલરવ કરવા લાગ્યાં… મોર ટહુકા કરવા લાગ્યાં… વાતાવરણ અચાનક આનંદમય થઈ ગયું અને મારી અંદરનો આક્રોશ એકદમ સમી ગયો.

મારૂં ઘ્યાન રસ્તા પર સ્થિર થયું તો જાણ્યું કે પેલી ભવ્ય યાત્રા પુરી થવા આવી હતી અને એકલ દોકલ ભાવિકો યાત્રાની અંતમાં પ્રસાદ વેહચતાં વહેચતાં આગળ વઘી રહયાં હતાં. નાના બાળકો સુકામેવા અને લીલામેવાનો પ્રસાદ લેવા માટે પડાપડી કરી રહયાં હતાં અને મુઠ્ઠીભર પ્રસાદ મળતાં હર્ષોઉલ્લાહસની લાગણી અનુભવી રહયાં હતાં. કોણ જાણે કેમ પણ મારા પગ પરત ઘર તરફ વળી નોહતાં રહયાં અને હું ત્યાં વુક્ષ પાસે સ્થિર જ ઉભો રહી ગયો હતો.

એક તેજસ્વી વ્યકિત સાવ એકલાં પોતાનાં શ્વેત વસ્ત્રોમાં મુખ પર સ્મિત સાથે ઘીમી પણ મક્કમ ગતીએ આગળ વઘી રહયાં હતાં. જાણે પેલી ઘર્મ યાત્રાની પાછળ ચાલી રહયાં હોય અને પોતાનું પીઠબળ આપી રહયાં હોય. મારી નજર એમનાં પર સ્થિર થઈ અને એમની દ્રષ્ટી મારા પર… હું ચુંબકની જેમ એમની તરફ આકર્ષાયો અને મારા પગ એમની તરફ મને ખેંચી ગયાં. જેવો હું એમની સમીપ પહોંચ્યો એટલે તેઓ ઉભા રહી ગયા અને મારા પ્રણામનાં ઉત્તર સ્વરૂપ માથું સહેજ ડોલાવ્યું. મારો આખા દિવસનો થાક જાણે પળભરમાં ઉતરી ગયો અને મારા કણે કણમાં આનંદની લાગણી પ્રસરી ગઈ. મારા મનમાં પ્રશ્નાનોતો ઘણાં ઉભરી આવ્યાં પણ પુછી એક જ શક્યો…!

watch gujarat facebook page link

આપનો પરિચય, આપ છેલ્લાં અને એકલાં ચાલી રહયાં છો. આપનાં અનુયાયીઓ જણાતાં નથી તેમ છતાં આપની આભા જોઈ એવું પ્રતિત થાય છે કે આપને કોઈ અનુયાયીની જરૂર પણ નથી. આપનાં દર્શન માત્રથી મને જે સંતુષ્ટી મળી રહી છે તે સમગ્ર યાત્રા દરમ્યાન મળી ન હતી… આપ કોણ છો…?

મને જવાબ મળ્યો એક શબ્દમાં “ઈશ્વર”; અને હું મારી આંખો બંઘ કરી એમનાં પગમાં પડી ગયો. જમીન ધ્વસ્ત રહીને ઘડી બે ઘડી બાદ આંખ ખોલી અને ઉપર જોયું તો મારી દ્રષ્ટી અને વિશાળ ગગન વચ્ચે કોઈ ચેહરો ન હતો.

ઘરે પરત ફરતાં મારા મનમાં “નજીર બનારસી” સાહેબની એક રચના ગુંજી રહી હતી…

ये इनायतें ग़ज़ब की ये बला की मेहरबानी,

मेरी ख़ैरियत भी पूछी किसी और की ज़बानी।

मेरी बेज़ुबाँ आँखों से गिरे हैं चन्द क़तरे,

वो समझ सके तो आँसू, न समझ सके तो पानी।

અમીષ જે. દાદાવાલા

Share – Like – Comment

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud