મૂંઝવણ અને સમજણ બાબતે પાતળી ભેદ રેખા છે. જેમાં આપણે ત્યાં સામેવાળાને બાબત કે પરિસ્થિતિઓને સમજાય એ રીતે રજૂ કરવાનો અનેરો શિરસ્તો કદાચ આવનારી પેઢી ને જોડવાનું કામ કરશે. અત્યારે રોજ બરોજની ભાષામાં આ બધી ઉક્તિઓ જ્યારે જ્યારે પ્રયોજાય છે ત્યારે અત્યારની પેઢી ફાંફાં મારે છે. કેટલાંકમાં કથાઓ પણ છૂપાયેલી છે. કેટલાંકમાં સંદર્ભો છે તો કેટલાંકમાં વાતને રજૂ કરતાં એવાં પણ પ્રયોગો છે કે જેનાથી સામેવાળા એટલે કે સાંભળનારાનાં મનમાં આખુ ચિત્ર ખડું થઇ જાય.

આજે A+વાતે કેટલાંક એવાં ઉદાહરણો ટાંકવાં છે જે ખુબ વખાણાયાં છે. લોકોને એ એટલાં હાથવગાં છે કે મૂફલીસોથી માંડી અચ્છે અચ્છા મેનેજમેન્ટના ગુરુઓએ જેનો ભરપૂર ઉપયોગ કર્યો છે. જેનો અછળતો ઉલ્લેખ તમારા મનમાં એ પ્રસંગને જીવંત કરશે યાતો પરિસ્થિતિનાં સાર ને તમારી સામે પ્રત્યક્ષ કરશે. આજની આ ફેસબુકિયા પેઢી માટે કદાચ આ બાબત rocket science હોય પણ ઘરડાઓનો આ વારસો છે જેને આપણે કેવી રીતે આગળ ઘપાવશું એ પ્રશ્ર્ન છે. આમતો હાથ વગાં હોવા છતાં આપણે એનાથી જોજનો દૂર નીકળી ગયા હોય એવું લાગે છે. આપણાં ગુજરાતી હોવાનું અભિમાન છે. મારી અલ્પતા સ્વિકારીને કેટલાંક સાદર છે તમારી પાસે હોય તો જોડજો. એ બહાને બા – દાદા પાસે બેસીને બે ઘડી વાતો કરજો. ચોક્કસ મજા આવશે.

હરણની સિતા ને સિતાનું હરણ, ન્યુટનની બિલાડી માટેનાં બે બાકોરા, બિરબલની ખિચડી, સમજુ બકરીઓ, વાંદરાને બિલાડીની રોટલીનાં ભાગલાં, દૂધમાં સાંકર ભળે એમ ભળવું, વાડનું ચિભડા ગળવું, આંખોમાં ધૂળ નાખવી, લાખનાં બાર કરવાં, વિજળીનાં ચમકારે મોતી પોરવવાં જેવું હોવું, હાથ ના કર્યા હૈયે વાગવા, પહેલે આપ પહેલે આપ માં ગાડીનું છૂટવું, આંખ આડા કાન કરવાં, દિકરીને દૂધ પીતી કરવી (કુરિવાજ), ઇદ ના ચાંદ હોવું, આંખે પાટા બાંધવા, પગફેરો કરવો, હાથનાં કર્યા હૈયે વાગ્યા, કૂવો હવાડો કરવો (કુરિવાજ), નાતરે જવું, એક ભવમાં બે ભવ કરવાં, આંગણાની તુલસી હોવું, વાતનું વતેસર કરવું, પેટ છૂટી વાત કરવી, આંખે અંધારા આવવા, આંખોમાં વસવુ, દૂધનું દૂધ પાણીનું પાણી કરવું. છાસ ફૂંકીને પીવી, લોહીનાં આંસુએ રડાવવું, આંખે પાણી લાવવું, કોઇની વાતમાં ટાપસી પૂરાવવી, બળતામાં ઘી નાખવું કે હવનમાં હાડકાં નાખવાં, કાળાપાણીની સજા થવી, ઘી ઢળ્યું તે ખિચડીમાં પડવું, દિવાલોને કાન હોવાં, પેટે પાટા બાંધવા.

આજે A+વાતે હાથવગુ શ્ર્વાસવગુ કરવાનો આ નવતર પ્રયોગ કેવો લાગ્યો એ જણાવશો તો આનંદ થશે. સ્વસ્થ રહો,મસ્ત રહો, વ્યસ્ત રહો.

 

Share – Like – Comment

positivevaato@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud