દિવે દિવો પ્રગટાવવાની વાત છે. કેટલીક બાબતો વડિલોનાં સીધા અનુકરણથી સંતાનોમાં ઉતરતી હોય છે. થોડુંક રોંગ સાઇડ તો જવાય હવે… આટલું મોટું ડિવાઇડર વળોટવાં જવાનું? અહીંયાં નજીકમાં જ હાઇ-વે નો કટ છે! તો કેમ ફરવું? આ આપણી મેન્ટાલિટી ખુબ મોટું જોખમ નોતરે છે. મારો પોતાનો જાત અનુભવ છે. ગત ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯નાં રોજ સવારે ગાડીમાં મોટો ગોબા સાથે આ સબક શિખ્યો છું. ઉપરવાળાની કૃપાથી જાનહાની ન થઇ પણ એક નાની ભૂલનાં વળતર પેટે ખુબ મોટી રકમ ચૂકવીને પતાવટ કરી.

High cost learning કહી શકાય. ક્યારે smartness કરવાનું ટાળવું એ સમજાયું. ફક્ત એ વિચારે ગાડી અથડાયાં પછી ન દોડાવી મૂકી કારણકે મારી બાજુમાં મારો પુત્ર હતો. જેણે કહ્યું ‘Daddy it’s your mistake’ એ ઘડીએ ત્યાંથી ભાગી છૂટવાનો વિચાર ખરી પડ્યો ‘ચોરી ઉપર સે સીનાજોરી’ ની વાત એનામાં રોપિત કરવાનું ટાળ્યું. કારણકે મારે એને Hit & Go ન્હોતું જ અપાવવું. એ એટલો તો સમજદાર હતો જ કે બાજુમાં બેઠાં બેઠાં એણે મારી ભૂલ છે એ નિષ્પક્ષપણે કહી દિધું હતું. ખરેખરમાં તો એ મારી જ ભૂલ હતી.

પરિસ્થિતિઓથી ભાગવાનું નહીં. ભૂલ કરીએ તો ભોગવવી પડે નો બોઘપાઠ આપવાનો વખત હતો. ભૂલ થઇ જ ગઇ હતી. થોડુંક રોંગ સાઇડ મોંધું પડ્યું હતું પણ મારે એને રાઇટ સાઇડ બતાવવાની હતી.

આ બાબતે જયારે બીજાને જાણ થઇ તો મને કહ્યું ઉભું થોડું રહેવાય.. ત્યાંથી ભાગી જ જવાયને? કહેવાવાળા અસંખ્ય મળ્યાં. પણ જે સમયે પુત્રએ કહ્યું હતું કે ભૂલ આપણી છે. બસ,એ સમયે હું જાગી ગયો હતો. આટલો મામલો પૂરો થયો ત્યારબાદ જે ‘સેવ ઉસળ’ ખાવા માટે આ ખોટો નિણૅય લીધો હતો. એ પણ ખાધું તો ખરું જ કારણકે joy of life is important.

ગમે એવી બ્હારની પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોય એમાંથી નિકળતી વખતે અંદરની શાંતિને જાળવી રાખવાનો અભિગમ પણ એ દિવસે એનામાં રોપવાનો હતો. Just chill કે મોજેદરિયાનું નામ જિંદગી છે. આવું બધું તો થતું રે.. પણ જીવી લેવાનું. જલસા કરી જ લેવાનાં. મસ્તી મારી જ લેવાની. ગયું એને ભૂલી જવાનું. આવે છે એને આવકારવાનું. મરીને નહીં પણ માણીને જીવવાનું. પરિસ્થિતિને વશ થઈને એનાં ભાગ નહીં બનાવાનું પણ એની ઉપર રહી એનાં સારથી બનીને ત્યાંથી એને ડામી આપણાં મુજબની બનાવી ધાર્યું લક્ષ્ય સાધવાનું. જીવનમાં સ્વસ્થ રહેવાનું -મસ્ત રહેવાનું અને વ્યસ્ત રહેવાનું. No short cuts… please.

Share – Like – Comment

positivevaato@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud