છેલ્લો દિવસ. ફિલ્મની વાતતો નિરાળી જ છે પણ આજે જે વાત તમારી સાથે કરવી છે એ અલગ છે. શાળામાં જતાં ત્યારે વાષિૅક પરિક્ષાનું છેલ્લું પેપર પતે ને ત્યારે વેકેશનમાં પ્રવેશવાનો અવસર કેવો લાગતો!! છેલ્લું પેપર અને હાશ વાળી feeling. કોઈ વિદેશ જતાંને છેલ્લીવાર મળવું. પ્રેમી પ્રેમિકાનું છેલ્લું વિખુટા પડતી વખતે દૂર થતાં થતાં પણ રહી રહીને વળગી પડવું. કોઇનો મળેલો છેલ્લો કાગળ. મૃત્યુ પહેલાં કરેલો છેલ્લા ફોન પરનાં સંવાદો. રોમાંચ પછીનો ક્યારેય ન ભરાયેલો ખાલીપો. છેલ્લાં સંવાદ પછી પડતો પરદો. તમને જોતાં કોઈએ લીધેલો તમારી સામેનો છેલ્લો શ્ર્વાસ.
યાદ સતાવે એવું છૂટા પડવું છેલ્લીવારનું સંભારણું. કોકનું છૂટા પડતી વખતે કાયમી તમારી જોડે રહી ગયેલી જણસ જેને તમે આખી જિંદગી કોઇ પણ શરત વગર સાચવીને મૂકી રાખી હોયને જે વસ્તુ ન રહેતાં યાદ બની ગોઠવાય તમારા show caseમાં એવું કઇંક. આપણને એકાંતમાં વિચલિત કરવા પુરતું હોય છે એ બધું જ છેલ્લીવાર વાળું. છેલ્લીવાર આપણને શીખવે છે સ્થિર થવું ને અટકી જવું વચ્ચેનો ભેદ.
રહી જવુંને રોકાઇ જવું એ ત્યાંથી જુદા પડે. છોડી દેવું ને છૂટા પડવું એ ઘટનાઓ અલગ છે. ૫૮વષૅની ઉંમરે આપવામાં આવતી રિટાયૅડમેન્ટની પાર્ટી. લાગણીથી ભરેલો છેલ્લો ખાલી દિવસ. કશું બદલાતું નથી પણ તમે હવે ત્યાંથી ખસો છો. રાબેતામુજબમાં break વાગે છે. કોઈ બઢતી પામે છે જગા છોડીને જવાથી નવી નિમણૂંક થવાની શક્યતા સર્જાય છે. મિચ્છામી દુક્કડમ એ છેલ્લા સુધી કરેલાં ગુન્હાઓ કબૂલીને આત્મ સમપણૅ કરી માફી માંગવાનો ને આપવાનો ઉપક્રમ છે. જા તને માફ કર્યો એ પણ એક અનુકંપાની બાબત બની રહે છે.
આ છેલ્લું બધું યાદ બનવા થતું હશે? કે પછી ફરિયાદ બનવા. શબ્દોની રમત છે આ બધું. સંસારનો ક્રમ છે આ બધું? ને તોય છે તો છે ને નથી તો નથીનો ભાવ છે. આ બધું. લખતાં લખતાં સામે મેજ પર જૂની ડાયરીનાં પાનાં ઉથલાવતાં વચમાં મળી આવે છે એક કથ્થઈ રંગનું છેલ્લું આપેલું વરસો પહેલાંનું એક ગુલાબ!
આજે A+વાતે સંભારણાંઓની સાથે ફરીયાદ કરવાનાં મોકો પહેલીવારની વાતો યાદ આવે છે. તો આવતીકાલે નવી જ વાતે FB liveનાં page પર કરીશું ટકી રહેલા અકબંધ એવાં રોમાંચની વાત. વધુ રુબરુમાં પહેલીવાર. આજે બુધવાર કાલે ગુરૂવાર સાંજે ૭ વાગ્યે ઉજવશું 'પહેલીવાર' ગુજરાતી સાહિત્ય ફોરમ સંગ. અચૂક મળ્યાં. સ્વસ્થ રહો - મસ્ત રહો - વ્યસ્ત રહો. મોજેદરિયા કરો.
http://gujaratisahitya.org/events/event-27-aug-2020
Share – Like – Comment
positivevaato@gmail.com