દેવલ જોશીને સાંભળવા માટે વિડીયો લીંક પર ક્લીક કરો

પ્રસ્તાવના: ફેબ્રુઆરી 2010, રાત્રીના 9વાગ્યાં હશે, બીજા દિવસે રવિવાર હોવાથી આજે ઓરકુટ પર એક કલાક બેસવાનું હતું. મને શરૂઆતથી જ આ social media ની દુનિયામાં બહુ રસ ન  પડે. છતાંય ત્યારે નવરચના સ્કૂલ, વડોદરામાં જોબ કરતી હોવાથી અમુક પોસ્ટ, સ્કૂલ ના updates વિગેરે જોતી. અચાનક એક મેસેજ જોયો! “Hi, please accept my friend request, which is been pending since long ! “

આ મેસેજ હતો હિતેશ નો! જે મારી એક નવી જિંદગીની શરૂઆતનો પહેલો ધબકારો હતો. અમુક શોધખોળ કર્યા બાદ લાગ્યું કે આ વ્યક્તિને ફ્રેંડલિસ્ટમાં add કરી શકાશે, હવે ટ્વિસ્ટ એ આવે છે કે, હિતેશ એ already મારાં પપ્પા દ્વારા  generate કરેલી “shaadi.com” ની મારી પ્રોફાઈલને વિઝિટ કરેલી છે, અને intrest પણ દેખાડેલો છે. જે મને લગભગ બે મહિના પછી હિતેશ દ્વારાજ જાણવા મળે છે.પરંતુ તે મારી લગ્ન માટેની કોઈજ તૈયારી ન હોવાનું જાણતા કહે છે કે “આપડે ફક્ત ફ્રેંડજ રહીશું. અને તે લગ્ન માટે બીજા સાથે વાત કરી રહ્યો છે. “.અહીં આ વાત પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે.

લગભગ બે ત્રણ મહિના સુધી દર શનિવારે વાત કર્યા બાદ હવે અમે એકબીજા સાથે ઘણાજ કોમ્ફર્ટેબલ થઇ ગયા છે. અલબત્ત, એક મિત્ર તરીકે જ ! એનો શ્રેય હું હિતેશને આપીશ, જેનામાં લોકોને પોતાની સાથે કોમ્ફર્ટેબલ બનાવવાની ખુબ જ સારી આવડત છે.   મારું focus લગ્ન કે બીજા કોઈ રિલેશન નહિ પરંતુ મારી career હતી,  જે એ સમયે જળહળતી સફળતાને હાંસલ કરવાનાં પુરેપુરા જોશમાં હતી. મને 26 વર્ષમાં પહેલી વાર મારી જિંદગી મારે કઈ દિશામાં લઇ જવાની છે,તેની પુરેપુરી વ્યૂહરચના દેખાઈ રહી હતી. હું પહેલી વાર ખુબ મક્કમ અને આત્મવિશ્વાસથી સભર હતી. રોજ મારાં સહકર્મીઓ તરફથી, મારાં ઉપરી તરફથી નવાને નવા કોમ્પ્લિમેન્ટ્સ મળતા રહેતા.  લોકો મારાં કામને, મારી ટેલેન્ટને વખાણી રહ્યા હતા.પહેલીવાર કોઈ નવરચનાની શિક્ષકને તેના ઉપરી તરફથી કહેવામાં આવ્યું હતું “Deval, you are need of navrachna!”હું ખુબ ખુશ હતી,મારાં કામથી, મારાથી ! આ સમયનો મારે પુરેપુરો સદુપયોગ કરવો હતો. જે હું કરી રહી હતી.

પરંતુ સામે એક એવી નવી tregedy ઉભી થઇ રહી હતી, જેની અસમંજસમાં દેવલના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ લાગવાનો હતો.

વધુ આવતા ભાગ માં !!

Facebook/ઇન્સ્ટાગ્રામ /linked in – //devalthecoach

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud