અમારી મિત્રતા હવે 9મહિનાની,vનવા અવતરણ માટે સજ્જ થઇ ગઈ હતી. સાચે કહું તો મને પણ હવે હિતેશ સાથે વાતો કરવાની બહુજ મજા આવતી હતી.vમને પણ તે ગમવા લાગ્યો હતો. મારી એકમાત્ર સાથી મારી સગ્ગી કાકાની દીકરી જે એ સમયની મારી સૌથી નજીકની મિત્ર, જેને આ વાતની ખબર. એણે મને એકવાર કહેલું કે આ વ્યક્તિજ હવે તારી જિંદગીમાં નવા સંબંધે આવશે!

*****

સપ્ટેમ્બરની રાતે 9 વાગે એનો ફોન આવ્યો. 10 વાગ્યાંને મેં કહ્યું હવે મને ઊંઘ આવે છે, તેણે પહેલી વાર એ દિવસે મને જાગવાનો આગ્રહ કર્યો, અને હું ના પણ ન કહી શકી કારણકે મને પણ હવે એ ગમવા લાગ્યો હતો. પણ હા, હું હજી પણ focused હતી. આ સમયે હું સવારે સ્કૂલ જતી, બપોરે આગળ માસ્ટર્સ complete કરવા collage જતી, અને સાંજે personal counselling લેવા clients ના ઘરે જતી.  એટલે સમજી શકો છો કે વિચારવા માટેના સમયની ગુંજાઈશ ક્યા રહેતી હશે? Ok, so back to the point, I didn’t say no and we continued. આજે એ કંઈક અલગvજ વાતો કરી રહ્યો હતો.vતેના પરિવારના દરેક વ્યક્તિ વિશે in depth જઈ રહ્યો હતો. ક્યા માણસ સાથે કઈ રીતે વર્તવાનું એ સમજાવી રહ્યો હતો વિગેરે વિગેરે. રાત ના બે વાગ્યાં,  હવે મેં કહ્યું “હિતેશ,  હવે સૂવું પડશે ! મને સખ્ખત ઊંઘ આવે છે !” “બસ, થોડીકજ વાર જાગને આજે તારી જોડે વાત કરવાની બહુ ઈચ્છા છે !”

હિતેશે કહ્યું અને અમે ફરી વાત લંબાવી.રાતના 2.30 થયાં હું જબરદસ્ત જોંકે ચડેલી,(અમારા ઘર માં રાત ના 9.30 વાગે સુઈ જવાની બધા ને ટેવ, અટલે વિચારી શકો છો શું સ્થિતિ હશે મારી આ સમયે ) અને એણે કહ્યું “ચાલ, સુઈ જા ! કાલે વાત કરશું !” “જે વાત કહેવા માટે આટલી વાર સુધી જગાડી, એ તો કહે !” -હું જરાં અકળાઈને બોલી. અહો !આશ્ચર્યમ ! -હિતેશ બીચારો એક મિનિટ માટે રીતસરનો બઘવાઈ ગયેલો. એ બિચારો હિમ્મત ભેગી કરતો હતો, કઈ રીતે કહેવું એની કેમકે એને ડર હતો કે હું “ના ” પાડીશ તો મિત્રતા પણ છૂટી જશે. જયારે અહીંતો હું જ એને કહી રહી હતી કે મને પ્રોપોઝ કર. હવે અમે એક નવા સંબંધમાં આગળ વધી રહ્યા હતા જેને સપ્તપદી દેખાડવાની હતી.

*****

(દેવલ જોષીની સફર સાંભળવા વિડીયો જુઓ)

માતા પિતાને મનાવવાની, તેમણે મેળવવાની પ્રોસેસ પણ ઘણી જટિલ રહી, એના વિશે ક્યારેક વિસ્તૃત ચર્ચા  કરશું પરંતુ હાલ પૂરતું સમજવું હોય તો “2 states” નો સેકન્ડ હાલ્ફ consider કરી શકો . હિતેશની વ્યૂહરચના પ્રમાણે ચાલતા ગયા, અને રસ્તો કપાતો ગયો.  બેંગ્લોર જવાની તૈયારી સાથે મેં જોબ છોડી(હિતેશ genetically ગુજરાતી છે, culturally south Indian, તેનો જન્મ તામિલનાડુ માં થયો છે, ઉછેર કેરળ માં, કારકિર્દી કર્ણાટકમાં વિકસાવી છે અને હિતેશ -4થી પેઢી છે જેણે ગુજરાતમાં  વસવાટ સ્વીકાર્યો છે. બાકી 3પેઢીથી બધા south માંજ  છે).

માસ્ટર્સ માં હવે 4 મહીનાજ બાકી હતા, એટલે તેણે continue કરવાનું નક્કી થયું. જાન્યુઆરી 28 પછી કોઈ મુહર્ત સારા ન આવતા હોવાથી, સેમેસ્ટર ગેપ માં ઘડિયા  લગ્ન ગોઠવાયા. લગ્ન કરી થોડા સમય બાદ વડોદરા પાછું આવી, ભણવાનું પૂરું કરવાનું આવું નક્કી થયું. વચ્ચે એક ઘટના એ બની કે હિતેશની ટ્રાન્સફર બેંગ્લોરે થી મૈસોર થઇ.હું લગ્ન કરી મૈસોર ગઈ. નવી જગ્યા, નવી જિંદગી, નવા લોકો!

મૈસોર ખુબજ શાંત જગ્યા. લોકલ ભાષા સિવાય બીજી ભાષા બોલનારો વર્ગ બહુજ ઓછો મળે. રાતના 8 વાગે ગલી, રસ્તા બધુંજ સુમસામ.હોટેલ પણ રાતના 9 પછી બંધ.tourist place પર badhu ચાલુ મળે પણ લોકલ મૈસોર આખું સુમસામ થઇ જાય. જે Mysore ફરવા ગયા હશે તેમને ખ્યાલ હશે કે લોકલ મિસૉરેમાં ફરવા લાયક કઈ ખાસ નથી, જે છે એ બધું outskirt માં છે. અમે જ્યાં રહેતા ત્યાંથી ઓટો પણ 5km.  ચાલ્યા બાદ મળે. Theater અમે જયારે ત્યાંથી નીકળ્યા 2012 માં, ત્યારે પહેલું વહેલું બનતું હતું.

***

હું પોતાનું ભણવાનું પૂરું કરી જૂનમાં  ત્યાં આવી. ભાષાનો પ્રોબ્લેમ પહેલો નડ્યો,  એટલે હિતેશને જયારે સમય મળે ત્યારે મારી સાથે આવે, અને એમ કરતા કરતા અમે 4 મહિનાની અંદર મૈસોરની બધીજ સ્કૂલ ફેંદી વળ્યાં.  દરેકને હું ટેલેન્ટેડ લાગતી, presentative લાગતી, પણ છેલ્લે એકજ જવાબ આવતો.  “As you are not knowing kannadda, how will  you  counsel someone? ” મને મારી આખી career પર પાણી ફરતું દેખાઈ રહ્યું હતું,  એક જ વિચાર આવતા “શું હું પણ housewife બનીને રહી જઈશ?  એટલો experience, આટલી મહેનત, એટલું ભણતર બધું પાણી?” હું તો અહીં આવી હતી કે વડોદરા કરતા ક્યાય મોટું benglore. હું ઘણી આગળ વધી શકીશ. પણ અહીંયા કંઈક ઊંધુ જ થઇ રહ્યું હતું.આ ફીલિંગ્સ ને ભાષા આપતી વખતે, અત્યારે પણ એ દિવસો ની યાદ મને વિચલિત કરી મૂકે છે, જયારે એ દિવસો ને મેં ઘણો સમય રીતસર ના ઝેલ્યા હતા. પહેલી વાર ખુબ જ ઉદાસ હતી હું આ જિંદગી થી. શું સ્ત્રીની જિંદગી તેના સપના એટલા સસ્તા? ના,  હું એમાંની એક ન જ બની શકું. અને નહિ જ બનું. આ અવાજ સતત અંદર થી આવ્યા કરતો હતો. એક અસમંજસ વાળી રાતના વિચાર આવ્યો, કેમ ના કન્નડ શીખી લઉં.  કઈ જિંદગી થોડી જશે એમાં, શીખી લઈશ થોડા સમયમાં.એક વાત ત્યારે એ સમજવા મળી, કે જિંદગી જયારે પ્રોબ્લેમ આપે છે ત્યારે એને રસ્તા પણ આપીજ દેતી હોય છે. પણ આપણે હંમેશા પ્રોબ્લેમ થી એટલા ઘેરાઈ જતા હોઈએ છીએ કે solution સામે હોવા છતાં જોઈ નથી શકતા. બીજા જ દિવસે મેં મારાં લૅન્ડલૉર્ડ ને બધી વાત જણાવી ( મૈસોરમાં જો મને કોઈએ આત્મીયતા આપી હોય, કુટુંબ સાથેજ છું એનો એહસાસ આપ્યો હોય તો એ આ uncle aunty અને તેમના પરિવારે. સદ્નસીબે તેઓ બધા ઇંગલિશ સમજી શકતા હતા, બોલી શકતા હતા ). એજ દિવસે સાંજે, તેમની દીકરી મારાં ઘરે આવી, એક ગિફ્ટ wrap કરેલ કોઈ વસ્તુ લઇને. ખોલીને જોયું તો તેમાં how to learn kannadda નો cd, book, પ્રકટીસબૂક નો આખો સેટ હતો.આંખમાં ઝળઝળિયાં સાથે હું તેને રીતસરની ભેટી પડી.

કન્નડ શીખવાનું પુરજોશમાં શરુ થઇ ગયું,  અને લગભગ 15-20દીવસ માં મેં 60% કન્નડ શીખી લીધી.હવે હું બધે એકલી જતી આવતી હતી. કેમકે રીક્ષાવાળા સાથે બોલચાલ ફાવી ગઈ તી. આખા મૈસોરના રસ્તા ધીમે ધીમે ખબર પાડવા લાગી હતી.અમુક club, centre, hospitals માં જઈ લોકો સાથે હતી મળતી હતી. વાતચીત શરુ થવાના લીધે લોકો મને ઓળખતા થયાં હતા.  Friend circle ડેવેલોપ થવાનું શરુ થયું હતું. ફરી વખત કોન્ફિડેન્સ પાછો આવવા લાગ્યો હતો.જે ક્યારેક કોઈક જગ્યાએ છૂટી ગયો હતો. અહીંયા પણ જિંદગી સરળ થઇ જશે આવું લાગવા લાગ્યું હતું. પરંતુ અહીંયા પણ મારી જિંદગીનો એક બીજો twist આકાર લઇ રહ્યો હતો.

શું હશે એ?

આવતા અંકે……

www.devalthecoach.com

https://www.instagram.com/invites/contact/?i=1ap6ftkly0ent&utm_content=37hdfax

https://www.facebook.com/devalthecoach/

https://www.linkedin.com/posts/devalthecoach_home-activity-6749406157250674688-lFzb

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud