મોદીજી અને સ્ત્રી સશક્તિકરણ એટલે ૧૦૦૦ થી લઈને ૧૦-૨૦ રૂપિયાની નોટો બંધ કરી નવી નોટો બજારમાં મુકવાની વાત. તો મમળાવો.

મોદીએ જયારે ધડાકો કર્યો કે આજે રાતથી ૧૦૦૦ અને ૫૦૦ ની નોટો બજારમાં આપવા લેવાને બદલે બેન્કમાં ભરી આવો. ત્યારે ઘણા સંદેશો બજારમાં ફરી રહ્યા હતા. એમનો એક ધ્યાન આકર્ષક હતો.

“જેમના ઘરોની લાઈટો આજે રાત્રે ચાલુ હશે તેમના ઘરે સમજીલો કે… નાણું છે”.

મારા માનવા મુજબ; આજે રાત્રે ઘરોની લાઈટો પૈસા ગણવામાં અને ચિંતા કરવામાં સળગતી હશે એવો કટાક્ષ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

એટલે જ એક એવા પાસાની બાજુ આપ સહુનું ધ્યાન દોરવા માંગુ છું જે કદાચ આપણા મોદી સાહેબ પણ ભૂલી ગયા હશે…

સામાન્ય સંજોગોમાં સરકારોની કામ કરવાની પદ્ધતિ એવી હોય છે કે કોઈ પણ યોજના અમલમાં મુકતા પહેલા એના દરેક પાસાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવે છે. અને ત્યારબાદ પૂરતી ચોકસાઈ કરીને એનું લોકાર્પણ કરવામાં આવે છે. મોદી સાહેબ આ બાબતમાં એકદમ પાક્કા કેહવાય છે. મારી અને એમની વચ્ચેની એકાદ બે મુલાકાતોના અનુભવના આધારે અને એમની કામ કરવાની પદ્ધતિનું અવલોકન કરતા એ સમજાય છે કે તેઓ તેમના ઘરકામ (Home Work) કરવામાં પાવરધા છે.

એક આડવાત કરી દઉં…

મોદી સાહેબ પરણેલા ખરા પણ વૈવાહિક જીવનના ખુબ બારીક પાસાઓથી અવગત નહિ હોય એવો આધાર માની મારા વિચારો ને આગળ ધપાવ છું.

હા… તો હવે મૂળ વાત પર પાછા આવીયે. તમેને થતું હશે કે અમિષની પણ ભમી રહી છે. જૂની નોટોને સ્ત્રી સશક્તિકરણ જોડે શુ લેવા દેવા…? અરે ભાઈ જરા તમારા ઘરના સ્ત્રીપાત્રો પાસેથી કેટલા નીકળ્યા તે જાણજો અને વિચારજો કે આ એજ સ્ત્રીઓ છે જેમને તમારા સારા કે નરસા દિવસોમાં ઘર ચલાવવા ઉપરાંત કરકસરથી કરેલી આ બચત છે. આ ઉપરથી એટલો બોધ જરૂર મેળવી શકાય કે સ્ત્રીઓ ધારે તો શું ના કરી શકે.

ઈમાનદારીથી વિચારજો. શું તમે ધાર્યું હતું કે તમારા ઘરમાં આટલું સ્ત્રીધન તમારા ઘરની સ્ત્રીઓએ સાચવ્યું હશે…?

બસ આટલું જ કેહવું છે અને સ્ત્રીઓને માન આપજો તેઓ તમારા ઘરના થાંભલા છે. આખા ને આખા ઘરો એમના પર ટકેલા છે. જે નોટો તેઓ બદલવા આપે એમાં થોડા ઉમેરીને એમના બેન્કના બચતખાતામાં જમા કરાવી ડેબિટકાર્ડ આપવી દેજો અને જાણજો તમારું સાચું ધન રૂપિયા કે સોના-ચાંદી નથી તમારા ઘરની સ્ત્રી એજ તમારું સાચું ધન છે.

અમીષ જે. દાદાવાલા

Share – Like – Comment

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud