જરૂરી ક્ષણિક આઝાદી છે કે પછી ધારેલા પરિણામો થકી મળતી ખુશી કે જે તે સમય વીત્યા પછીના અનુભવોનું ભાથું…? વિષય થોડો પેચીદો લાગે છે…!

ઘણી વખત આપણી મનોદશા આવી પરિસ્થિતિમાં મહત્વનો ભાગ ભજવી જતી હોઈ છે. આપણને ક્ષણિક એમ લાગે કે જે થઇ રહ્યું છે તે યોગ્ય નથી થઇ રહ્યું અને ઘણી વખત આપણે જે ઇચ્છીયે છીએ તે થવા છતાં પરિણામ આપણી અપેક્ષા મુજબ નથી આવતું. કરવું શું…?

આમતો શ્રીમદ ભગવદ ગીતા અને કૃષ્ણ અર્જુન વિશે ઘણું બોલાયુ અને લખાયુ છે. પણ મારા અધ્યનમાં એક વાત એવી આવી છે કે, શ્રીકૃષ્ણે પણ અર્જુનને યુદ્ધ કરાવવા માટે અથાગ મેહનત કરી હતી. આખે-આખી ગીતા કહી દીધી તેમ છતાં અર્જુન ધનુષ બાણ ઉપાડવા તૈયાર થયો ન હતો. જો આપણા શ્રીહરી એમ હિમ્મત ન હારતા હોય તો આપણે એમ કેમ હિમ્મત હારિ શકયે…? મને કોઈ જ્ઞાની વ્યક્તિએ એક વાત સમજાવી હતી એ અહીં એકદમ યોગ્ય અને બંધબેસતી છે. આજના સમયમાં આપણા મનના વિચારો બીજાના મનમાં અને બીજાના ખિસ્સાના પૈસા આપણા ખિસ્સામાં સમાવવા ખુબ અઘરા છે. છેલ્લે શ્રીકૃષ્ણે પણ પોતાનું વિશ્વ સ્વરૂપ અર્જુનને બતાડવું પડ્યું અને કહેવું પડ્યું કે હે પાર્થ ગાંડીર્વ ઉપાડ અને ચલાવ બાણ. આ કહેવા વાળો પણ હુંજ છું, સાંભળવા વાળો પણ હુંજ છું અને તું જેના પર બાણ ચાલવાનો છે તે પણ હુંજ છું. છેક ત્યારે અર્જુને ગાંડીર્વ હરખ ભેર ઉપાડી લીધું અને એ પછી જે થયું તે આપણે મહાભારતના યુદ્ધ તરીકે જાણીયે છીએ.

ટૂંકમાં પરિણામ અને ભવિષ્યમાં જે થવાનું છે તેની અચૂક માહિતી મળ્યા વગર સાક્ષાત ભગવાન પણ આદેશ આપે તો તેની પણ માનવી પર કોઈપણ પ્રકારની અસર થતી નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

હવે હું મારી આઝાદી જે કાજે છીનવાઈ અને આ લખાણ માટેના પ્રેરણા સ્ત્રોતની વાત કહી દઉં.

હું ઘણા દિવસોની વ્યસ્તતા બાદ એક દિવસ માટે રજા પર હતો. રજા પર એટલે સીધો અને સાદો મતલબ હું એ દિવસે ઘરની બહાર નીકળતો નથી અને કોઈને મળતો પણ નથી. બને ત્યાં સુધી અંગત લોકો કે મિત્રો સિવાય કોઈ જોડે ટેલિફોન પર વાત પણ કરતો નથી. એવામાં મારા પારિવારિક મિત્રએ મને પરાણે મારા ઘરની બહાર કાઢિયો ત્યારે, કમને શાળાએ જતા વિદ્યાર્થીઓ જેવી અનુભૂતિ થઇ અને મને મારી એક દિવસની આઝાદી કોઈકે છીનવી લીધી હોઈ એવો ભાસ થયો. મહાભારતના યુદ્ધ બાદ જેમ ધર્મનો અધર્મ પર વિજય થયો તેમ મારા જીવનમાં થયેલ નાનકડા યુદ્ધ બાદ હું પણ મારી સાથે કંઈક સારું ઘટે એની રહા જોઈ રહ્યો છું અને કોઈ સારા પરિણામની રાહ જોતો મારા અનુભવ તમારી સમક્ષ લખી રહ્યો છું. આજના દિવસ બાદ મારે મારા એકાંતવાસ દરમિયાનના નિયમો વધુ કડક બનાવવા જોઈએ એવી જરૂર લાગી રહી છે.

તો જો કોઈક દિવસ હું આપને દેખાઉં નહિ કે આપની જોડે ટેલિફોન પર વાત ના કરું તો જાણજો કે મારી અંદર રહેલા અર્જુનને શ્રીકૃષ્ણે વિશ્વ સ્વરૂપ હજી બતાડ્યું નથી.

જય શ્રીકૃષ્ણ…

અમીષ જે. દાદાવાલા

Share – Like – Comment

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud