મારી પાસે એવું શું છે કે જે બીજા કોઈની પાસે નથી…?

સાચું કહું તો મને ચોક્કસ ખબર નથી, પણ હા એટલું જરૂર કહીશ કે આ વિશ્વના દરેક સજીવ અન્ય સજીવ કરતા અલગ છે. આજે કદાચ મારી અંદર રહેલા એ; એજ અલગ હોવાપણું તમારા મિત્ર એટલે કે મને અમિષને આ લખવા પ્રેરી રહ્યું છે.

એક પુસ્તક મેં થોડા વર્ષો પેહલા વાંચેલું. એ પુસ્તકનું નામ “Symbols of India” છે. એમાં આપણા ભારતના પ્રાચીન સંકેતો વિષે ખુબ સુંદર રીતે સમજાવવામાં આવેલું છે. બધા નહિ પણ એક સંકેતોની હારમાળા વિષે તમને ટૂંકમાં જણાવવાનું અને મારી વાતનો આધાર બનાવવાનું પાકું મન બનાવીને બેઠો છું. આપણા પૂર્વજોએ સ્ત્રીઓ માટે ચાંદલાની પ્રથા પાડી છે ઘણાને ખબર હશે અને ઘણાને એ પ્રથા ભુલાઈ ગઈ હશે. આજની આધુનિક માનુનીઓ તેને આધુનિક શ્રીંગારનું સાધન માનતી હશે. પણ પેલા પુસ્તકના આધારે સાચું માનીયે તો ચાંદલા મુખ્ય ત્રણ રંગના રાખવામાં આવ્યા છે. ૧. જાંબલી ૨. લાલ અને ૩. કાળો, આમ ત્રણ કલર રાખીને એક વણકહેલો ઈશારો કરવામાં આવ્યો છે. જાંબલી એટલે જે સ્ત્રીનાં કપાળે આ રંગનો ચાંદલો છે તે કુમારિકા છે. લાલ એટલે જે સ્ત્રીના કપાળે આ રંગનો ચાંદલો છે તે પરણિત છે. અને કાળો ચાંદલો જે સ્ત્રીના કપાળે છે તે વિધવા છે.

આગળ વધતા પહેલા એક ચોખવટ કરી લઉં આમા અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી ને…? અંધશ્રદ્ધા તમારા મનમાં ના ઉપજે એટલેજ ચાંદલાનું ઉદાહરણ તમારી સહુની સમક્ષ રજુ કર્યું. બાકી સાથિયાથી માંડીને શિવજીના ત્રિશુલ સુધીનાં સંકેતો વિષે એ પુસ્તકમાં લખેલું છે. આમ છતાં આપ સહુને વિનંતી કે અંધશ્રદ્ધા નેવે મૂકીને આગળ વાંચશો.

જો તમે એમ આજે માની લીઘું છે કે, આજે અત્યાર સુધી જેટલું લખ્યું અને તમે જેટલું વાંચ્યું તે બધું પૂર્વભૂમિકા માટે હતું. તો તમે એકદમ બરાબર વાતને પકડી. હા… હું સંકેતોનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે, તે ઉપર આજે કંઈક અનુભવેલું લખવા જઈ રહ્યો છું.

મારી આશ્રમ સેવા દરમિયાન હું શ્રી વિક્રમ હાઝરાને મળ્યો હતો. એમની સાથે ઘણી ઘનિષ્ટ મિત્રતા થઇ ગઈ અને અમે સાથે આશ્રમની ગૌશાળા માટે ઘણા સત્સંગો કર્યા. વિક્રમ ઘણી વખત ગુરૂભક્તિ માટે એક ગઝલને પોતાની આગવી શૈલીમાં ગાતા.

ये इनायतेँ गजबकी ये बलाकि महेरबानी,

मेरी खेरियत भी पूछी, किसी और की जुबानी।

मेरी बेजुबा आंखो से जो निकले है चंद कतरे,

जो समज सके तो आँशु, न समज सके तो पानी।

બે ચાર વાર ગાવાનું મન થઇ જાય એવી લીટીઓ છે. કઈ વાંધો નહિ ગાઈ નાખો. આ લખતા પેહલા અને લખતા લખતા હું મારા મોબાઈલ પર આ જ ગઝલ સંભાળી રહ્યો છું, તો તમે બઘાં એ શું ગુનો કાર્યો ભાઈ…? અને જો સાંભળવું હોય તો ઈન્ટરનેટ પર સાંભળી લો, ગજબનાં વિચાર છે ભાઈ ગજબનાં. આંશુ અને પાણી વચ્ચે શું ફરક છે તે સમજવે છે ગઝલકાર “નાઝિર બનારસી”…!

મને બરાબર યાદ છે એ દિવસ, હું મારી ગાડીમાં ચા પીવા ઉભો હતો અને મારી ગાડીમાં વિક્રમના ભજનો વાગતા હતા. હું ગુરૂમય થઇ ગયો હતો અને આ ગઝલ શરૂ થઇ ત્યાંજ, એક એકદમ ગરીબ દેખાતી છોકરી મારી ગાડી પાસે આવીને ઉભી રહી. એના હાથમાં કંઈક સમાન હતો જે એ મને વેચવા માંગતી હતી. એ મારી આંખમાં આંશુ જોઈને બે ઘડી રોકાઈ ગઈ અને એ છોકરી પણ મારી જોડે જોડે વિક્રમને સાંભળવા લાગી… એ બે લીટીઓ પુરી થઇ અને મેં એ છોકરીની આંખોમાં કંઈક ચમક જોઈ એટલે મેં સહજતાથી પૂછી લીધું કે “બેટા તને શું સમજાયુ”…?

અહીંયાથી આગળનો સંવાદ જેમ હતો તેમજ મેં લખ્યો છે, મારા અંતરાત્માને મેં વિરામ આપી દીધો છે. અને હું એ વાત દાવા સાથે કહી રહ્યો છું કે આ લખાણ પૂરું વાંચીને તમે પણ તમારા અંતરાત્માને વિરામ આપવાની કોશિશ કરશો.

Sir, I did understand that the writer wants to say that “Almighty is asking to his creation that; how are you…? And writer is in tears of devotion. Just like you.

અને ક્ષણભરમાં મારી ભક્તિ અને હું સ્તબ્ધ થઇ ગયા. આટલું કડકડાટ, આટલું સરસ અંગ્રેજી અને આટલી ઉમદા સમજ…! આવી ભિખારી લાગતી જેવી છોકરીમાં…? કેવી રીતે…? મને મારી જાતને સંભાળતા ઘડીક લાગી ગઈ. અને મેં એ દીકરીને આગળ પૂછ્યું… બેટા તું આટલું સારું અંગ્રેજી… કેવી રીતે…?

એણે જવાબ આપ્યો: સર મારા પિતા એક વેપારી હતા. એમના અવસાન બાદ અમારી પરિસ્થિતિ ખુબ કથળી ગઈ અને મારે આમ રોજી રળવી પડે છે બીજું કશું નહિ. તમે એક સ્ટીકર ખરીદી લેશો…?

મેં કહ્યું: બેટા આ સ્ટીકર મારા કોઈ કામનું નથી.

એણે કહયું: Please Sir just one sticker…!

મેં એને કહ્યું: હું તને જે પૈસા આપીશ એનું તું શું કરીશ…?

એણે કહ્યું: હું જમીશ મેં સવારથી કશું ખાધું નથી…!

અને મારી આંખમાંથી આંશુઓની ધારા વહેવા લાગી…

સાચું કહું તો મારુ મન તો એ બાળકીને ગળે લાગી ખુલી આંખે આકાશ તરફ જોવાની હતી પણ મારો હાથ એના માથા તરફ એમને એમ મને પૂછ્યા-કહ્યા વગર જતો રહ્યો.

મને જેટલા “ચાંદલા” મળે કે કોઈને પગે લાગુ અને “બોણી” મળે તે બધા પૈસા એક કવરમાં મૂકી રાખું છું. મેં એ કવરમાંથી એકસોની નોટ કાઢી એ દીકરીના હાથમાં મૂકી દીધી…! અને હું કશું બોલ્યા વગર ત્યાં અટકી ગયો. પેલી છોકરી બે ડગલાં પાછળ ખસી ગઈ. અને એ પણ ત્યાંજ અટકી ગઈ. એનો હાથ અધ્ધર હવામાં પેલી એકસોની નોટ સાથે અટકી ગયો હતો. એની આંખો ખુલી અને આકાશ તરફ અટકેલી હતી.

આ બધું જે ચા ની લારી પાસે ચાલતું હતું ત્યાં બાજુમાં કોઈક બેન ઉભા હતા. તેઓ મારી પાસે આવીને બોલ્યા: તમે એને સો રૂપિયા આપી દીધા…? તમને એવું નથી લાગતું કે આ છોકરી જૂઠું બોલે છે…?

મારા મોઢામાંથી જે શબ્દો નીકળ્યા તે કાંઈક આવા હતા… બેન મને એનું નથી ખબર પણ હું તો બરાબર કરું છું ને…? આ વાત એની નહિ મારી છે…!

પેલા બેન હજી મારી આંખોમાંથી નીકળતા પાણીને જોઈ રહ્યા હતા અને મારા જવાબ પછી એ બેનની આંખોમાંથી આંશુ નીકળતા હું જોઈ રહ્યો હતો. એમણે મારી બે હાથ જોડી માફી માંગી અને જતા રહ્યા. પેલી દીકરી હજી ત્યાંજ ઉભી હતી અને એની બરાબર પાછળ ચા ની લારી ઉપર રેડિયોમાંથી જગજિતસિંહની ગઝલ

हमने देखा है कई ऐसे खुदाओ को यहाँ,

सामने जीने के वो सचमुच का खुदा कुछ भी नहीं।

ज़िन्दगी तू ने लहू ले कि दिया कुछ भी नहीं।

મારા કાને અથડાઈ રહી હતી.

મેં થોડીક વારમાં ત્યાંથી ગાડી આગળ ચલાવવા માંડી અને ગાડીનાં અરીસામાં પેલી દીકરીને જોઈ, તો એ ત્યાં એમની એમ એનાથી દુર જતી મારી ગાડીને જોતી ઉભી હતી અને લગભગ મારી નજર જયાં સુધી એને જોઈ શક્તિ હતી ત્યાં સુધી એ દીકરીને મેં ત્યાંની ત્યાં એમની એમ ઉભેલી જોઈ.

હું આજે જાહેરમાં બે લોકોનો આભાર માનવા માંગુ છું પેહલો એ દીકરીનો જેણે મને મારી જાતની વધુ નજીક લાવી દીધો અને બીજો મારા મિત્ર Sunil Solanki Ex-Mayor કે જેમણે મને આ જીવનનો અનુભવ તમારા બધા સુધી લખીને પહોંચાડવાનું સૂચન કર્યું. આજે આ અનુભવ લખીને એકવાર ફરી હું એ વીતેલા સમયમાં જીવી શક્યો, અનુભવી શક્યો.

વિરામ…

અમીષ જે. દાદાવાલા

Share – Like – Comment

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud