કમઅક્કલની ઉંમર તમે કેટલી માનો છો? એણે રવિન્દ્રનાથ ટાગોર જોડે ચ્હા પીધી’તીને મોગરાનું અત્તર આપીને રાજી કર્યા’તા..!! જગ વિખ્યાત પ્રત્યેક વ્યક્તિ જોડે એનો મનદિલીનો નાતો – એની ભાઇબંધીઓ.  ખેર કમઅક્કલનાં back ground માં બહુ જવુ નહી. ડૂબી જવાય… કઇ ઠેકાણું નહીં. ખેર મોડા મોડા એન્ટ્રી મારીને પછી છવાઇ જવા વાળાઓમાં વિશ્ર્વ સાહિત્યમાં જોસેફ  કૉનરાડૅ (પોલેન્ડ) (૧૮૫૭-૧૯૨૪) જેમણે અંગ્રેજી શિખવાની શરૂઆત ૪૫ વરસે કરીને તેમણે નવલકથાઓ લખી જેમાં Lord Jim અંગ્રેજી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથા ગણાય. ડો.પ્રદિપ પંડ્યા (વડોદરામાં)(૧૯૪૨-૨૦૧૭) જેમણે ૫૦ ઉપર નવલકથાઓ આપી. ફિલ્મોમાં બોમન ઇરાની ૪૪ વરસે પહેલી પિક્ચર ડર નાં મના હૈ. આપી જે મુન્નાભાઇ MBBS માં જામ્યાં..

આજનાં લેખિકાનું પણ એવું જ કઇંક ચાલીસી પછી કલમ ફૂટી ને માઇક્રોફિકસનમાં ધૂમ મચાવી. અક્ષરનાદમાં તેઓનાં સજૅનો તમને રુબરુ મળી શકે. વાર્તાવાર રવિવારમાં વિરલ રાચ્છ એમની વાર્તાઓની ધૂમ મચાવે છે.

વડોદરાનાં લેખિકા સુષમા શેઠને માણીએ જાણીએ.

૧.

‘પાગલખાનાની દિવાલો પર એ ઘૂંટ્યા કરતો, અંકલને પપ્પા કહેવાનું’

૨.

‘કાળજી’

”ખબર છે, કેટલો મોંઘો છે?”

મોબાઈલ સાચવીને કવરમાં મૂક્યો. લેપટોપને ઘસારો ન પડે તેમ કાળજીપૂર્વક બેગમાં ગોઠવી દીધું. મોડું થતું હોવાથી મારમાર કરતું સ્કૂટર પૂરપાટ દોડાવી મૂક્યું.

જો તેણે પોતાની જ ખોપરી માટે હેલ્મેટ પહેરવાની કાળજી રાખી હોત તો હોસ્પિટલના મોંઘા ટ્રોમા સેન્ટરની ખબર ક્યાંથી પડત?

સુષમા શેઠ.

૩.’લગન’

“સું મસ્ત લગન હતા બેન, બધે લાઈટું. બોવ બધુ જમવાનું પણ લોક ઉભાઉભા જમતા’તા. હંધીય પલેટો તેમના હાથમાંથી ફટાફટ લઈ લઉ. ઈમાં કાંક છાંડેલુ જ હોય. મેં પેટભરીન ખાધું ને મારા બકુડી, બચુડા હાટુય બવબધું લાઈ. લગન કરવાવારા નં મારા અંતરના આસીરવાદ આલ્યા હોં”

કમઅક્કલને સાવ અંગત સંગતમાં સવિશેષ રસ માટે સાવ ખાનગીપૂવૅક એક વાતનું ગુસપુસ કરતાં આ લેખિકાની એક અન્ય ખાસિયત કાજલ ઓઝા વૈધ જેવી પણ છે ‘એકલાં ચાલો રે..’માં એમણે અભિનય કર્યો એવો જ અભિનય ધૂમકેતુ લિખીત જુમો-ભિસ્તી કે લોહીસગાઇ ઈશ્ર્વરભાઇ પેટલીકરનો એકપાત્રિય અભિનય પણ મળી આવે નફામાં શેઠ નફો કરાવે એ કમઅક્કલને મન મોટીવાત કહેવાય ખરુંને? મોજે દરિયા કરો.

kamakkalisonsunday@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud