• મહામારીના સમયમાં નેગેટિવીટીથી ઘેરાયેલા લોકોને ભય, ડિપ્રેશનમાંથી બહાર કાઢવાનો “Deval the coach”નો પ્રયાસ.

Watch Gujarat. “Deval the coach” – આ નામ હવે અજાણ્યું નથી રહ્યું. જયારે પણ આ નામનો વિચાર આવે ત્યારે “ક્રેએટિવિટી” સાથે જ આવે. તેમના training module થી લઈને personal mentoring સુધીની બધી જ વસ્તુઓમાં તેમને કંઈક નવું, કંઈક અલગ પીરસવાની ઈચ્છા રહેતી હોય છે. અને આજ કારણે તેઓ કદાચ એટલા ઓછા સમયમાં પોતાની અલગ ઓળખાણ બનાવી શક્યા છે.

આજકાલ મહામારીના સમયમાં જયારે લોકો સંપૂર્ણપણે negativity થી ઘેરાયેલા છે, ભયભીત છે, આપઘાતના, ડિપ્રેશનના કિસ્સા સમાજમાં વધી રહ્યા છે, ત્યારે તેમના અને તેમની ટીમ દ્વારા એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે counselling help તેમના તરફથી મેળવી શકે છે. આ માટે તેઓ એ એક WhatsApp ગ્રુપ બનાવ્યું છે જેમાં દરેક સભ્યને તેમના તરફથી counselling તદ્દન નિઃશુલ્ક મળે છે. માનસિક સ્વાસ્થ્ય અંગે લોકો જાગૃત થાય અને આવા અનિચ્છનીય બનાવોને ટાળી શકાયઃ એવો એમનો પ્રયાસ છે.

આ પ્રયાસને તેમણે “Be your own coach” નામ આપ્યું છે. “દરેક વ્યક્તિ counselling લઇ શકે, કે પછી તેમના સુધી પહોંચી શકે તેવી પરિસ્થિતિમાં નથી હોતું, તેથી અમે વિચાર્યું કે કેમ નહિ લોકોને જ આ વિશે સમજણ આપવી જેથી કરી તેઓજ પોતાની જાતને દરેક “મૂડ સ્વિંગ્સ “માં સાંભળી શકે એટલા સક્ષમ બની શકે. આ માટે અમે ગ્રુપ માજ રોજ અલગ અલગ પ્રકારની તેમને activity કરાવીએ છીએ. તેઓ પોતાની જાતને સમજી શકે અને ત્યારબાદ કોઈ પણ પરિસ્થિતિ સંભાળી શકે એ રીતે તેમને તૈયાર કરવામાં આવે છે. અમુક લોકોને પર્સનલી પણ connect કરીએ છીએ. અને આ રીતે તેમને જ પોતાનો કંટ્રોલ લેવા માટે “બૂસ્ટ અપ”કરીએ છીએ.

પ્રયાસ થોડો મહેનત અને સમય માંગી લે એવો છે કારણકે પહેલી વાર specific audience ને છોડી અને general audience માં કામ કરી રહ્યા છીએ.. પરંતુ અમે કરી શકીશું, અમને વિશ્વાસ છે.” – દેવલ દવે જોશી, Founder-દેવલ ધ કોચ

આ ગ્રુપમાં આખા ભારત માંથી લોકો જોડાઈ રહ્યા છે. અને બહુ જ ઓછા સમય માં એમના ઘણા ફોલવર્સ થઇ રહ્યા છે. કોવીડ isolation ભોગવી રહેલા દર્દીઓથી લઇ, ક્રિટીકૅલ ઇલનેસ થી પીડાતા લોકો, 10 વર્ષના નાના બાળકોથી અને 88 વર્ષના વડીલ સુધીના લોકો આ  ગ્રૂપમાં શામિલ છે. ગ્રૂપમાં વિડિઓ, audio, activity, બ્રેઈન સ્ટ્રોંમિંગ, ગ્રુપ ડિસકશન જેવી ઘણી વસ્તુઓનો સહારો લઇ કામ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ ધારે એટલા સમય સુધી ગ્રૂપમાં રહી શકે છે, ગમે તેટલા sessions લઇ શકે છે. દરેક માહિતી તેઓ ધારે એટલા સમય સુધી જોઈ શકે છે. અને આ દરેક સર્વિસ તેમને તદ્દન નિઃશુલ્ક આપવામાં આવી છે.

(મેન્ટલ ફિટનસ 2021ના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની તસવીર પર ક્લિક કરો)

દેવલ દવે જોશી, base field સાયન્સ અને ત્યારબાદ તેમને psychology માં રસ પડતા તેમાંજ આગળ વધવાનું નક્કી કર્યું. આજે તેઓ અલગ અલગ 17 જેટલાં counselling module પર કામ કરે છે. મોટી મોટી કંપનીમાં poor performer ને બૂસ્ટ કરી growing performer ની category માં લાવ્યા છે. તેઓ તેમના psychology based training મોડ્યૂલ્સ માટે જાણીતા છે.

દરેક જગ્યાએ ભય, નકારાત્મકતા, અછત, રોગના માહોલમાં આ તદ્દન અનોખો, નિસ્વાર્થ પ્રયાસ અત્યંત સરાહનીય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud