દરેક મા ખાસ હોય છે. માનુ માતૃત્વ દરેક સ્ત્રીને ખાસ બનાવે છે. પરંતુ અમુક કિસ્સા અલગ હોય છે. એક સ્ત્રીને જ્યારે માતૃત્વની સાથોસાથ અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ પણ લડવી ત્યારે તે બધું ભૂલીને રણચંડી બની જાય છે. હેરી પોટર સીરિઝ અને જે.કે.રોલિંગ વિષયક તો અખબારોનાં પાનાં ભરીને સાહિત્ય લખાઈ ચૂક્યું છે. જોઆન રોલિંગ (જે.કે.રોલિંગ)ને મળેલ સફળતા-નિષ્ફળતા-પૈસો-પ્રેમ અને પ્રસિધ્ધિની વચ્ચે આપણે ક્યાંક તેની અંદરની માને તપાસવાનું ચૂકી ગયા છીએ. આપણે એ ભૂલી ગયા છીએ કે ‘જે.કે.રોલિંગ’નાં નામની મધ્યમાં રહેલો ‘કે’ અક્ષર તેનાં પતિનો નામનો નહી પરંતુ તેની દાદી ‘કેથલિન’નાં નામનો ફર્સ્ટ લેટર છે.
ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હશે જેણે હેરી પોટર ફિલ્મો નહી જોઈ હોય કે તેનું નામ સુધ્ધાં સાંભળ્યું ન હોય. આટલા વર્ષોની અંદર કુલ આઠ હેરી પોટર ફિલ્મોની રીલિઝ સાથે દરેક યંગસ્ટર બાળકમાંથી ક્રમશ: યુવાન બન્યો છે. હેરી, રોન વિસલી, હરમાઈની ગ્રેન્જર, પ્રોફેસર સ્નેપ, એલ્બસ ડમ્બલડોર અને લોર્ડ વોલ્ડમોર્ટની આ ખતરનાક જાદુઈ દુનિયામાં આપણે સૌ અસંખ્ય વખત તરબોળ થઈ ચૂક્યાં છીએ. એમાંય ખાસ કરીને જેમણે જે.કે.રોલિંગ લિખિત ‘હેરી પોટર સીરિઝ’નાં સાતેય પુસ્તકો વાંચ્યા છે એમનાં માટે તો આ તમામ કેરેક્ટર્સ પોતાનાં સાવ અંગત, પરિવારજન, મિત્ર સમાન બની ગયાં હશે. સફેદ મખમલી પાનાંની તરબતર કરી દે તેવી સુગંધ, રંગબેરંગી આકર્ષક કવર અને પ્રભાવશાળી લખાણશૈલી. આ બધાં પરિબળો ભેગાં મળીને વાંચકને એક એવાં અલૌકિક વિશ્વમાં તાણી જાય છે જ્યાં સ્થળ કે સમયનું કોઈ ભાન નથી રહેતું. આવું અજાયબ જગત ખડું કરવા પાછળ જે સ્ત્રીનો ખૂન-પસીનો એક થયો છે તે આજે અબજોપતિ છે. દારૂણ ગરીબીમાંથી જડેલાં લેખનરૂપી તણખલાનો સહારો લઈ ચિક્કાર પૈસા કમાનાર જે.કે.રોલિંગની બેક સ્ટોરી અત્યંત દિલચસ્પ છે.
જાદુગરો, ભેદભરમ અને શ્રાપિત આત્માઓનાં આ વિશ્વની રચના કરવા માટે જે.કે.રોલિંગએ કુલ છ વર્ષનો લાંબો સમય લીધો હતો. માન્ચેસ્ટરથી લંડનનાં કિંગ્સ ક્રોસ સ્ટેશન સુધીની લાંબી ટ્રેન જર્નીમાં જે.કે.રોલિંગનાં દિમાગમાં વાર્તાનાં બીજ રોપાયા. તેણે પોતાની પહેલી પુસ્તક ‘રેબિટ’ ફક્ત છ વર્ષની વયે માતાને ભેટમાં આપી હતી. પરંતુ તેમનો જોઈએ એટલો પ્રેમ જે.કે.રોલિંગને પ્રાપ્ત નહોતો થઈ શક્યો. કારણ એ હતું કે તેઓ સતત બિમાર રહેતાં. શરીરની પેશીઓ કઠણ થઈ જવાનાં તેમનાં રોગને લીધે તેઓ ક્યારેય જોઆન પર માતૃત્વ ન વરસાવી શક્યા. આખરે સન ૩૧ ડિસેમ્બર ૧૯૯૧નાં રોજ તેમણે પોતાનો દમ તોડી દીધો. એ સમયે જોઆનની ઉંમર પચ્ચીસેક વર્ષની હતી અને તેણે છેલ્લાં છ મહિનાથી હેરી પોટર સીરિઝ લખવાની શરૂઆત કરી હતી. કોઈક કારણોસર આ વાત તેણે પોતાની માતાથી છુપાવી રાખી હતી જેનો જોઆનને આજ સુધી અફસોસ છે. માતાનાં મૃત્યુનાં આઘાતે જે.કે.રોલિંગને ભીત્તરથી હચમચાવી નાંખી. નજર સમક્ષ પોતાની સગ્ગી માંનો શ્વાસ ખૂટતાં જોઈને તેનું અર્ધજાગૃત મન મૃત્ય વિશે સતત વિચાર કરવા લાગ્યુ અને આ જ મૃત્યુને મધ્યમાં રાખીને તેણે હેરી પોટર નામનાં નાનકડા જાદુદરની કલ્પના કરી જેનાં માતા-પિતા પણ નાનપણમાં ગુજરી ગયા હોય છે. વાર્તાનાં ખલનાયક લોર્ડ વોલ્ડમોર્ટને તેણે અમર બનવા માટે તરફડતો દેખાડ્યો.
ફિલ્મનાં આઠેય ભાગોમાં એક વસ્તુ સામાન્ય છે-અમર બનવા માટેની ઘેલછા! જે માનવમગજની કાલ્પનિક ઉપજ છે. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે પોતાનાં મૃત્યુને હજુ ઘણી વાર છે પરંતુ હકીકત તેનાથી તદ્દન વિપરીત છે. કાળ કયા ચોઘડિયે આવીને વ્યક્તિને ભરખી જશે તેની કોઈને જાણ નથી. માતાનાં મૃત્યુ બાદ જે.કે.રોલિંગ પોતાની તમામ બૂરી યાદોને ભૂલાવા માટે પોર્ટુગલ શિફ્ટ થઈને અંગ્રેજી ટીચર તરીકેની નોકરી સ્વીકારી. જ્યાં તેનો પરિચય જોર્ગ એરન્ટસ સાથે થયો. જુલાઈ ૧૯૯૩માં તેણી એક પુત્રીની માતા બની. જે.કે.રોલિંગનાં જોર્ગ સાથેનાં લગ્ન માત્ર ૧૩ મહિના ટક્યા.
ભયંકર ડિપ્રેશનનો સામનો કરી રહેલી જે.કે.રોલિંગ પોતાની નાનકડી દીકરી જેસિકાને લઈને સ્કોટલેન્ડ રહેવા આવી ગઈ. જ્યાં તેની પાસે પૈસા કમાવા માટેનું કોઈ સાધન હથવગું નહોતુ. પરિસ્થિતિમાં સુધાર લાવવા માટે મૃત્યુ જ એક આખરી ઉપાય છે તેમ સમજીને તેણે આત્મહત્યાની શક્યતાને પણ ચકાસી જોઈ. પરંતુ જેસિકાને સાવ અનાથ થવા દેવી એ કદાચ કુદરતને મંજૂર નહોતુ. ટબૂકડી જેસિકા પણ જાણે મનોમન પોતાની માતાની વ્યથાને સમજી ગઈ હોય એમ આખો દિવસ કોઈ જાતનાં કજિયા કર્યા વગર શાંતિથી પોતાનાં હાથનો અંગૂઠો ચૂસતી ઘોડિયામાં સૂતી રહેતી. ધીરે-ધીરે સમય સાથે જે.કે.રોલિંગની હિંમત પાછી ફરી. તેણે કોફી-કાફેમાં બેઠાં-બેઠાં પોતાની અધૂરી નવલકથાને આગળ ધપાવી. જોતજોતામાં હેરી પોટર સીરિઝનાં પ્રથમ પુસ્તકનો રફ ડ્રાફ્ટ પણ તૈયાર થઈ ગયો. જેને નામ અપાયું- હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન (હેરી પોટર અને પારસ પથ્થર)!
પહેલાં ત્રણ પ્રકરણોની મેનુ-સ્ક્રિપ્ટ લંડનમાં અલગ-અલગ પ્રકાશકો પાસે મોકલવામાં આવી. બાર પબ્લિકેશનોએ આ નવલકથાનાં કોન્સેપ્ટને રિજેક્ટ કર્યો. આખરે ‘બ્લુમ્સબરી પબ્લિકેશન’નાં પ્રકાશકે પોતાની આઠ વર્ષની દીકરીને સાથે બેસાડીને હેરી પોટરનાં પ્રથમ પુસ્તકનાં ત્રણેય પ્રકરણો વાંચી સંભળાવ્યા. જે પેલી નાની છોકરીને અત્યંત દિલચસ્પ લાગ્યા. તેણે પોતાનાં પપ્પાને આખું પુસ્તક વાર્તા સ્વરૂપે વાંચી જવાની વિનંતી કરી. આ જોઈને પ્રકાશકને લાગ્યુ કે હેરી પોટરમાં દમ તો છે બોસ! તેણે જે.કે.રોલિંગ સામે શરત મૂકી કે વાંચકો સમક્ષ લેખકની ઓળખ પુરુષ તરીકે થવી જોઈએ, આથી તેનાં ’જે.રોલિંગ’ નામની વચ્ચે કોઈક અક્ષર મૂકવામાં આવે. જોઆનએ આ વાતને સ્વીકારીને પોતાની દાદી ’કેથલિન’નાં નામનો પહેલો લેટર ’કે’ વચ્ચે મૂક્યો. આ રીતે એક પુસ્તકની સાથોસાથ ’જે.કે.રોલિંગ’ નામનાં એક નવા વ્યક્તિત્વનો જન્મ થયો. શરત સ્વીકારની સાથે જ રોકડી બે મિનિટમાં પ્રકાશકે જે.કે.રોલિંગને બુક પબ્લિશ કરવાની હા પાડી અને આ રીતે શરૂ થઈ હેરી પોટરની માયાવી સફર!
બાકીની વાત તો સૌ કોઈ જાણે જ છે! પુસ્તક રીલિઝ થતાંની સાથે જ તેની લાખો નકલો વેચાઈ ગઈ અને હોલિવુડ દ્વારા ફિલ્મ રાઈટ્સ પણ ખરીદી લેવામાં આવ્યા. થોડાં જ સમયની અંદર જે.કે.રોલિંગ પોતાનાં પુસ્તકો થકી અબજોમાં કમાણી કરનાર પ્રથમ મહિલા લેખિકા બની. દુઃખનાં વાદળ તો હટી ગયા પરંતુ સફળતા હાંસિલ કરવા માટે એક માં એ ઘણો ભોગ આપવો પડ્યો. આજની તારીખે પણ હેરી પોટરની લોકપ્રિયતામાં રત્તીભારનો પણ ઘટાડો નથી થયો. માતા-પિતા પોતાનાં સંતાનોને હોંશે-હોશેં જાદુઈ સ્કૂલ હોગવર્ટ્સની સફર પર લઈ જાય છે. થોડાં સમય પહેલાં હેરી પોટર બુક સીરિઝનો આઠમો ભાગ ‘Harry Potter and the Cursed Child’ રીલિઝ થઈ ચૂક્યો છે.
ફિલ્મમેકર્સ માટે સારા પુસ્તકો અને નવલકથાઓ હંમેશાથી જ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. પુસ્તકની વાર્તા પરથી આખેઆખી ફિલ્મ બનાવવી એ લોઢાનાં ચણા ચાવવા જેટલુ મુશ્કેલ કામ છે. આ કાર્યમાં મહારથ હાંસિલ કરનાર દિગ્દર્શકો પણ આંગળીને વેઢે ગણાય એટલા જ છે. હોલિવુડ જ નહી, બોલિવુડ પણ હવે આ બાબતે ઘણું સક્રિય બની ગયું છે. સત્યજીત રે, રિત્વીક ઘટક, મ્રિનાબ સેન, શ્યામ બેનેગલ જેવાં દિગ્ગજોએ અત્યંત બખૂબીપૂર્વક પુસ્તકોનું ફિલ્મ-સંવાદમાં રૂપાંતર કર્યુ છે.
bhattparakh@yahoo.com
યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ
યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.