સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાતું રાજકોટ વિવિધ ઈન્ડસ્ટ્રીઝને કારણે જાણીતું છે. મશીનરી અને ઓટો-પાર્ટસને કારણે રાજકોટની વિશ્વ ફલક પર એક આગવી ઓળખ છે. ત્યારે રાજકોટને હવે ડિજિટલ ક્ષેત્રે પર પણ નવી ઓળખ મળવા જઈ રહી છે. એક યુવાને ભારતને સ્વનિર્ભર બનવાની દિશામાં ખાસ સોફ્ટવેર તૈયાર કર્યું છે.

અસલમ સોલંકીએ ભારત ભ્રમણ કરી આલ્બમ ડિઝાઈનરો, ગ્રાફિક ડિઝાઇનરો તેમજ ફોટો એડિટિંગ કરતા વ્યવસાયિકોની સૂક્ષ્મ જરૂરિયાતો અને માંગને ધ્યાનમાં રાખી એડોબ ફોટો-શોપના વિકલ્પરૂપે ‘ફોટો સેન્સ’ નામનો સોફ્ટવેર બનાવ્યો. જેમાં ઈમેજ એડિટિંગ, ફોટો કટિંગ, ફોટો કરેકશન, ડિઝાઈનિંગ અને ઓટોમેશન જેવી સુવિધાઓ આપવામાં આવી. આ સોફ્ટવેર ભારતના આલ્બમ ડિઝાઇનરો, ગ્રાફિક ડિઝાઇનરો, કલર લેબ, સોશિયલ મીડિયા ડિઝાઈનર તેમજ ફોટાનું અને ડિઝાઈનિંગનું કામ કરતા વ્યવસાયિકને સસ્તો અને સારો વિકલ્પ આપવાનું કામ કરે છે.

રાજકોટના એક યુવાને ભારતને સ્વનિર્ભર બનાવવાની દિશામાં વિકલ્પ રૂપે સોફ્ટવેર બનાવ્યો છે જેને કારણે રાજકોટનું નામ ડિજિટલ ક્રાંતિમાં ફરી ચમક્યું છે.

આજના સમયમાં ટેક્નોલોજી એક એવું પરિબળ છે, જેની ઉપયોગિતાને આપણે ટાળી શકીએ તેમ નથી. એમાં પણ જો વાત કમ્પ્યુટરની અંદર વપરાતાં અલગ અલગ સોફ્ટવેરની હોય, તો એમાંના ઘણા બધા હવે આપણા જીવનનો ભાગ બની ગયા છે.

તો સુજ્ઞ વાચકમિત્રો, આપણે આજે એક એવી વ્યક્તિની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ, જેમની કંપની સોફ્ટવેર મેકિંગમાં અગ્રણી છે. ‘લૉજિક પ્રાઇવેટ લિમિટેડ કંપની’ના માલિક અસ્લમભાઈ સોલંકીએ એક નવીનત્તમ સોફ્ટવેર અપડેટ કર્યો છે, જેનો ઉપયોગ ફોટો-શોપ નામના સોફ્ટવેરની અવેજીમાં થઈ શકે એમ છે. ફોટો-શોપથી પણ વધારે સારા ફીચર્સનો લાભ યુઝર્સ ઉઠાવી શકશે. સોફ્ટવેરનું નામ છે : આલ્બમ સેન્સ!

ફોટોશોપ એક જનરલ સોફ્ટવેર છે, જે એડિટિંગ અને ડિઝાઇન માટે છે. પરંતુ જેઓ આલ્બમ ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન, ઈમેજ એડિટિંગનું કામ કરતા હોય, તેમણે એડિટિંગના જુદી જુદી જરૂરિયાતો મુજબ કામ કરવાનું હોય છે આ દરેક બિઝનેસને પોતાની અલાયદી જરૂરિયાતો હોય છે.

ફોટોશોપની અંદર યુઝર્સને વ્યક્તિગત કસ્ટમાઇઝેશન અને ઓટોમેશન નથી મળતું! પરંતુ અસ્લમ સોલંકીની કંપની યુઝરની માંગ અને જરૂરિયાત પ્રમાણે છેલ્લા પંદર વીસ વર્ષથી ફોટો સોફ્ટવેર બનાવવાનું કામ કરે છે. એમની પહેલી પ્રોડક્ટ ‘આલ્બમ સ્ટાઈલ’ના ૨૦,૦૦૦ જેટલા કસ્ટમર છે, એમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અસ્લમ સોલંકીની કંપનીએ એક અલગ સોફ્ટવેર બનાવ્યો, જેનું નામ રાખવામાં આવ્યું, ફોટોસેન્સ. ફોટો એડિટિંગના દરેક પ્રકારના ટુલ્સ એની અંદર આપવામાં આવ્યા છે. આ સિવાય યુઝર્સની વ્યક્તિગત જરૂરિયાતોને પણ આ સોફ્ટવેરના માધ્યમથી પૂરી કરવામાં આવી છે.

‌ફોટોશેન્સની વર્કિંગ મેથડ એ જ ફોર્મેટમાં આપવામાં આવી છે, જેથી લોકો સગવડતા અનુસાર ઉપયોગ કરી શકે. અત્યારે ઈમેજ એડિટિંગના સોફટવેરની અથવા ડિઝાઇનના સોફટવેરની લગભગ દરેક બિઝનેસ હાઉસને જરૂર પડવાની જ છે. અત્યાર સુધી ફક્ત પ્રોફેશનલ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો જેમકે, ગ્રાફિક ડિઝાઇનર, સોશિયલ મીડિયા ડિઝાઈનર, ઈ-કોમર્સ ડિઝાઈનર અથવા તો આલ્બમ ડિઝાઈનર જ ફોટોશોપનો યુઝ કરતા હતા. પણ હવે એવો સમય આવશે કે સોશિયલ મીડિયા માર્કેટિંગ, સોશિયલ મીડિયાનું કૉન્ટેન્ટ બનાવવા દરેક કંપનીને ફોટો અને ડિઝાઇનની ઈન-હાઉસ જરૂર પડશે. એમની આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા, અત્યારે અસ્લમ સોલંકીની કંપની આ સોફ્ટવેર તદ્દન ફ્રીમાં આપી રહી છે. ‌

રાજકોટની સેન્ટમેરી સ્કૂલમાં અભ્યાસ કરનાર અસ્લમ સોલંકીએ વિશેષ હેતુસર ધોરણ ૯ થી અભ્યાસ છોડ્યો અને વ્યવસાયનું વિશેષ જ્ઞાન મેળવી વર્ષોથી મહેનતના અંતે પોતાની કંપનીની સ્થાપના કરી અને માત્ર એક ક્લિકથી ઓટોમેટિક વેડિંગ આલ્બમ બનાવવાનો આલ્બમ સેન્સ નામનો સોફ્ટવેર બનાવ્યો, જેના સમગ્ર ભારતમાં આજે ૨૦,૦૦૦ જેટલા ગ્રાહકો છે અને આ સોફ્ટવેર દ્વારા રોજના ભારતના ૫,૦૦૦ માનવ કલાક બચી રહ્યા છે.

અસ્લમ સોલંકીનું કહેવું છે કે જો ભારતને આત્મનિર્ભર બનાવવું હશે તો ઉદ્યોગ સાહસિકોએ લોકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વિશ્વ કક્ષાની પ્રોડક્ટ બનાવવી પડશે. તેમાં નૈતિક વ્યવહાર અને વ્યાજબી ભાવ જરૂરી છે, આ સાથે સમાજે પણ નાની મોટી ખામીઓને નજર અંદાજ કરી નવયુવકોને સહકાર આપવો પડશે. સમગ્ર ભારતના સ્ટુડિયો, ફોટોગ્રાફરો અને ગ્રાફિક ડિઝાઇનરોએ મને સાથ-સહકાર અને પ્રેમ આપ્યો, એના કારણે ભારતનો પોતાનો સોફ્ટવેર શક્ય બન્યો.

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud