કોઈ કારણ વગર એને ના પાડવાની આદત હતી… એજ કારણે એને એની સાથે વાંધો હતો. પણ, હવે શું થાય? લાગે છે ને તમારી જ વાત? હા આજે ‘ના’ની વાત કરવી છે ..! !તમને થશે કે પોઝિટિવ વાતોમાં નેગેટિવ વાત? ખુબ મોટો અકસ્માતમાંથી ઉગારી શકે છે તમારી પહેલી ‘ના’ પૈસા માંગનારને જો તમે પહેલીવારમાં જ જો ના પાડી શકો તો પૈસા આપ્યા બાદ પૈસા જોડે સંબંધ ખોવાનો વારો નથી જ આવતો.

આ પ્રકારનું માનસ ધરાવતી વ્યક્તિને High Attention આપવામાં સામેવાળાની energy વપરાય છે. કારણકે ન પાડ્યાં પછી એ જે તે બાબત પ્રત્યેનું વલણ બદલીને ‘હા’ પડાવવી એ ઘણું કપરું કામ છે. એમાં કેવાં સંવાદો ઉપયોગમાં લેવાય એની A+વાતો. તમને tips તરીકે વ્હેંચવી છે. ‘કહું છું સાંભળો છો… જુઓ તમે ‘ના’ના પાડવાનાં હોય તો એકવાત કહું? પૂર પહેલાં પાળ બાંધવાની સ્ટાઇલ. ‘હું તમને કશું કહીશને તો તમે પહેલી ના જ પાડશો’ બોલીને વાતની શરૂઆત કરવી; અમારા બધાની ‘હા’ છે હવે તમે ‘ના’ કહીને દિલ ના તોડશો… સૌ સારાવાનાં થશે..!! આપણે જેવું વિચારીએ એવું જ થાય એટલે કહું છું. તમે ‘ના’ ન પાડતાં; સારાને શુભ કામમાં ‘ના’ થોડી પડાય? તમે જાત તપાસ કરી ખાત્રી થાય પછી ‘હા’ પાડજો બસ. મને તો વિશ્ર્વાસ છે તમે ‘ના’ ની ‘હા’ પાડો તો સંઘ કાશીએ જાય. તમારી તો દરેકમાં પહેલાં ‘ના’ ને પછી ‘હા’ હોય છે ને; કો’કવાર તો મારી વાત માનો ને ‘હા’ કહી દો; ના – ના કરશો તો નરકમાં જશો.

અંગત સંગતમાં સ્વભાવે મોળા લોકો ના કહીને વાતનો છેડો લાવવાંવાળા હા કહેનારા ઉત્સાહીઓનું ઝાઝુ દિલ તોડી શક્તા નથી. આશાવાદીઓની આશાએ દુનિયા ટકી છે. ના પાડનારા ય જોઇએ. ક્યારેક ‘ના’ પાડનાર પણ મોડે મોડે વ્યવહાર જગતમાં મુસદ્દી સાબિત થયાં ના દાખલા મોજૂદ છે પણ મોટોભાગે રહી ગયાંની feeling વાળા પણ તેઓ જ હોય છે. હા નો હોકારો સદાય શુભ સાબિત થાય એવુંય નથી.

જે સૌનું થશે એ આપણું થશે ‘હમ તો મરેગેં પર તુમ કો ભી લે ડૂબેંગેં સનમ’ જેવો હાલ જોવાં મળે. ‘ના’ પાડવાવાળાઓ જોડે એક જ વાત હોય છે ‘હું ન્હોતો કહેતો?!’

એક નાની વાતથી વાતને પડતી મૂકવી છે. ‘એકવાર એક પેટ્રોલપંપ પર આગ લાગી. મિડીયા ભેગું થયું. કોઇ કશું જ જાણતું ન્હોતું કેમેરામાં થોડે દૂર એક માણસ નાચતો અને આગ સામે જોઇને હસતો જણાયો. હોશિયાર ન્યૂઝ રીડરે કોઈ ન મળતાં એનો ઈન્ટરવ્યુ કરવાનું વિચાર્યું. પેલાં ભાઇ નાચત઼ાં નાચતાં ગાતાં હતાં. હું ન્હોતો કે’તો, ન્હોતો કે’તો, ન્હોતો કહેતો; હું ન્હોતો કે’તો, ન્હોતો કે’તો, ન્હોતો કહેતો… ન્યૂઝ રીડરે પૂછ્યું શું? ન્હોતો કહેતો? પેલા ભાઇ અટકીને બોલ્યાં કે, પેટ્રોલપંપ પર બિડી નહીં પીવાની..!! સમજદારોને ઈશારો કાફી છે.

સ્વસ્થ રહો. મસ્ત રહો. વ્યસ્ત રહો. હું ન્હોતો કે’તો?

Share – Like – Comment

positivevaato@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud