watchgujarat: ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર આશિષ નેહરા અમદાવાદ IPL ટીમના મુખ્ય કોચ હશે જ્યારે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર વિક્રમ સોલંકી તેના ક્રિકેટ ડિરેક્ટર હશે. ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ભારતના કોચ ગેરી કર્સ્ટન આ ટીમના મેન્ટર હશે. નેહરા અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કોચ રહી ચૂક્યા છે.

IPLના એક સૂત્રએ જણાવ્યું કે, “આશિષ અમદાવાદની ટીમનો મુખ્ય કોચ હશે. સોલંકી ક્રિકેટના ડિરેક્ટર અને બેટિંગ કોચ હશે જ્યારે કર્સ્ટન તેના મેન્ટર હશે. અમદાવાદની ટીમે હજુ ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે કારણ કે તે ઈરાદા પત્ર મળ્યા બાદ જ કરી શકાશે. આ ત્રણેયની અમદાવાદની ટીમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને તેમની આ સિઝન માટે પસંદગી કરવામાં આવી છે.

નેહરા અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે કોચ રહી ચૂક્યા છે જ્યાં કર્સ્ટન પણ કેટલીક સીઝન માટે સામેલ હતો. જ્યારે નેહરા ખેલાડી હતા અને કર્સ્ટન તેના રાષ્ટ્રીય કોચ હતા ત્યારથી આ બંને વચ્ચે લાંબા કાર્યકારી સંબંધ છે. નેહરા સોલંકી સાથે પણ સારો સંબંધ ધરાવે છે, જેઓ અગાઉ IPLમાં કોચ તરીકે કામ કરી ચૂક્યા છે.

નેહરા બે સિઝન માટે કોચિંગથી દૂર હતો કારણ કે તેણે નક્કી કર્યું હતું કે જો તેની પાસે મુખ્ય કોચનો હોદ્દો હશે તો જ તે આ પ્રકારની કામગીરી સંભાળશે જ્યાં તે ટીમની રચના અને વ્યૂહરચના બંનેની દ્રષ્ટિએ તફાવત લાવી શકે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud