watchgujarat: ભારતીય ક્રિકેટ ટીમે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 130 રનની જંગી લીડ મેળવી હતી. મેચના ત્રીજા દિવસે ભારતનો પ્રથમ દાવ 327 રનમાં સમેટાઈ ગયો હતો અને ત્યાર બાદ મોહમ્મદ શમીની ઘાતક બોલિંગના આધારે યજમાન ટીમ 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ દરમિયાન, તે 200 ટેસ્ટ વિકેટ લેનારો પાંચમો ભારતીય ઝડપી બોલર બન્યો.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે કેએલ રાહુલની સદીના આધારે ભારતે 3 વિકેટે 272 રન બનાવ્યા હતા. વરસાદના કારણે બીજા દિવસે મેચ રમાઈ શકી ન હતી. ત્રીજા દિવસે ભારતનો પ્રથમ દાવ 327 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. આ પછી ભારતીય બોલરોએ સાઉથ આફ્રિકા પર સ્ક્રૂ કસ્યો અને આખી ટીમ 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

શમીએ પૂરી કરી 200 ટેસ્ટ વિકેટ

સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શમીએ 16 ઓવરમાં 44 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ પાંચ વિકેટની મદદથી તેણે ટેસ્ટમાં 200 વિકેટનો આંકડો પાર કર્યો. શમી ભારત માટે આવું કરનાર 5મો ઝડપી બોલર બન્યો છે. શમીએ કપિલ દેવ (434), ઝહીર ખાન (311), ઈશાંત શર્મા (311), જવાગલ શ્રીનાથ (236)ની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

શમીએ અશ્વિનને પાછળ છોડી દીધો

55મી ટેસ્ટ મેચમાં શમીએ 103મી ઇનિંગમાં બોલિંગ કરતા 200મી વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 9896 બોલ ફેંક્યા અને ભારતીય અશ્વિનને પાછળ છોડી દીધો. ભારતીય સ્પિનરે 10,248 બોલ ફેંકીને 200 ટેસ્ટ વિકેટ લીધી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud