watchgujarat: KL રાહુલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ઈતિહાસ રચ્યો હતો. સેન્ચ્યુરિયન ટેસ્ટના પહેલા દિવસે રાહુલે સદી ફટકારી અને આ સાથે તે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા મહાન બેટ્સમેનોની ખાસ યાદીમાં સામેલ થઈ ગયો. રાહુલ 122 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો, જ્યારે અજિંક્ય રહાણે 40 રન બનાવીને તેનો સાથ આપી રહ્યો છે. ભારતે પ્રથમ દિવસે જોરદાર રમત બતાવતા ત્રણ વિકેટે 272 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલે 60 રનની મહત્વની ઇનિંગ રમી હતી.

આ મેચમાં પોતાની સદી સાથે રાહુલ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સદી ફટકારનાર માત્ર બીજો ભારતીય ઓપનર બની ગયો છે. આ પહેલા વસીમ જાફરે 2007માં ઓપનર તરીકે 116 રન બનાવ્યા હતા. સેન્ચુરિયનમાં સદી ફટકારનાર રાહુલ માત્ર ત્રીજો બેટ્સમેન છે. તેના પહેલા માત્ર તેંડુલકર અને વિરાટ જ આ કારનામું કરી શક્યા છે. સચિને 2010માં સેન્ચુરિયનમાં 111 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 2018માં 153 રન બનાવ્યા હતા. રાહુલ હવે આ ખાસ યાદીમાં જોડાઈ ગયો છે.

કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સદી ફટકારનાર માત્ર 10મો ભારતીય બેટ્સમેન છે. તેમના પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, રાહુલ દ્રવિડ, કપિલ દેવ, વસીમ જાફર, મોહમ્મદ અઝહરુદ્દીન, વિરેન્દ્ર સેહવાગ અને પ્રવીણ આમરે આ કારનામું કરી ચુક્યા છે. દક્ષિણ આફ્રિકામાં ભારતનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 169 રન છે, જે સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે. સચિને દક્ષિણ આફ્રિકામાં પાંચ ટેસ્ટ મેચમાં 173ની સરેરાશથી 692 રન બનાવ્યા છે. તેના ખાતામાં પાંચ સદી છે. વિરાટ બાદ તેણે દક્ષિણ આફ્રિકામાં બે સદી ફટકારી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud