watchgujarat: મોબાઈલ રિચાર્જ પ્લાન ખરીદવો દિવસેને દિવસે મોંઘો થતો જાય છે. ઉપરથી, ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓએ હવે પ્રીપેડ ટેરિફ પર કિંમતો વધારવાનું શરૂ કર્યું છે. સોમવારે જ, ટેલિકોમ ક્ષેત્રની સૌથી મોટી કંપની Bharti Airtel એ તેના પ્રીપેડ ટેરિફ અને ડેટા ટોપ અપ પ્લાનની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી અને હવે Vodafone Idea (VIL) એ પણ તે જ માર્ગ અપનાવ્યો છે. કંપનીએ મંગળવારે જાહેરાત કરી છે કે તે તેના પ્રીપેડ ટેરિફના દરમાં પણ વધારો કરશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી સૂચનામાં જણાવ્યું છે કે તે તેના પ્રીપેડ ટેરિફ રેટમાં 25 ટકા સુધીનો વધારો કરી રહી છે. આ નવી કિંમતો 25મી નવેમ્બર એટલે કે આ ગુરુવારથી લાગુ થશે.

કંપનીએ તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે ‘પ્રીપેડ ટેરિફ રેટ વધાર્યા પછી, નવો પ્લાન ARPU (average revenue per user) એટલે કે વપરાશકર્તાની સરેરાશ આવકમાં વધારો કરશે અને આ તણાવગ્રસ્ત ઉદ્યોગને ટેકો આપશે.’

કેટલા મોંઘા થશે Vodafone-Ideaના પ્લાન?

કંપનીએ પ્રીપેડ ટેરિફ મોંઘા કર્યા બાદ Vodafone-Ideaના ગ્રાહકોએ આવતા ગુરુવારથી 79 રૂપિયાનો પ્લાન 99 રૂપિયામાં ખરીદવો પડશે. 149નો પ્લાન 179 રૂપિયામાં મળશે. 1,498નો પ્લાન હવે 1,799 રૂપિયામાં રિચાર્જ કરાવવો પડશે અને 2,399 રૂપિયાનો પ્લાન હવે 2,899 રૂપિયાનો થઈ ગયો છે.

જયારે, ડેટા ટોપ-અપ પ્લાનની વાત કરીએ તો, 48 રૂપિયાનું ટોપ અપ હવે 58 રૂપિયામાં રિચાર્જ કરવામાં આવશે. 98 રૂપિયાનો પ્લાન 118 રૂપિયાનો થઈ ગયો છે. 251 રૂપિયાનો પ્લાન 298 રૂપિયાથી મોંઘો થયો છે. જયારે 351ના પ્લાન માટે તમારે સીધા 418 રૂપિયા ખર્ચવા પડશે.

જણાવી દઈએ કે સોમવારે Bharti Airtelએ પણ પ્રીપેડ ટેરિફ રેટમાં વધારો કર્યો છે. આ વધારા હેઠળ, કંપનીએ પ્રીપેડ ટેરિફમાં 20 થી 25 ટકાનો વધારો કર્યો છે, જ્યારે ડેટા ટોપ-અપ પ્લાન પણ 20 થી 21% સુધી વધ્યો છે.

Airtel પ્લાનની નવી કિંમત

Airtel દ્વારા કરવામાં આવેલો વધારો 26 નવેમ્બરથી લાગુ થશે. ગ્રાહકોને જે 79 રૂપિયાનો પ્લાન મળશે છે તે હવે શુક્રવારથી 25 ટકાના વધારા સાથે 99 રૂપિયામાં મળશે. હવે 149 રૂપિયાના પ્લાન માટે 179 રૂપિયા ખર્ચવા પડશે. 1,498 રૂપિયાનો પ્લાન લેનારાઓએ હવે 1,799 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે. જયારે, 2,498 રૂપિયાનો પ્લાન હવે મોંઘો થઈ જશે અને તેને 2,999 રૂપિયામાં વેચવામાં આવશે.

જો ડેટા ટોપ અપ પ્લાનની વાત કરીએ તો 48 રૂપિયાનો પ્લાન હવે 58 રૂપિયામાં મળશે. 98 રૂપિયાનો પ્લાન 118 રૂપિયામાં મળશે. 251 રૂપિયાનો પ્લાન 301માં મળશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud