Google Meet Update: Google Meet દ્વારા એક નવું ફીચર અપડેટ આપવામાં આવ્યું છે. જેના કારણે હોસ્ટ મીટિંગને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકશે. આ પહેલા, Google Meet ના તમામ યુઝરો પાસે માઇક અને કેમેરા નિયંત્રણ હતું. જેના કારણે ઘણી વખત બેઠક દરમિયાન ગરબડ થઈ હતી. આનો સામનો કરવા માટે, હોસ્ટને કંપની તરફથી કેમેરા અને માઇક્રોફોન બંધ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો મીટિંગ દરમિયાન હોસ્ટ ઈચ્છે તો મીટિંગના તમામ યુઝર્સ કેમેરા અને માઈક્રોફોન બંધ કરી શકે છે.
મોબાઇલ આધારિત iOS અને Android એપ્લિકેશન્સ માટે આવશે અપડેટ્સ
જણાવી દઈએ કે Microsoft Teams માં Google જેવી સુવિધા પહેલાથી જ Microsoft દ્વારા ઑફર આપવામાં આવી રહી છે. આ જ તર્જ પર, Google દ્વારા Google ના Education Fundamentals અને Educations Plus ના તમામ કાર્યસ્થળોના મીટિંગ હૉસ્ટને વધુ નિયંત્રણો આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, બાકીના Google Workspace ને આગામી દિવસોમાં આ સુવિધાનું અપડેટ મળશે. મીટિંગ હોસ્ટ પાસે તમામ યુઝરોના માઇક્રોફોન અને કેમેરાને મ્યૂટ કરવાનો અધિકાર હશે. જો કે, જો જરૂરી હોય તો, યુઝરો પોતાને અનમ્યૂટ કરી શકશે. જ્યારે માત્ર હોસ્ટ પાસે તમામ યુઝર્સને મ્યૂટ કરવાની સુવિધા હશે. આ સુવિધા ફક્ત ડેસ્કટોપ બ્રાઉઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ ટૂંક સમયમાં iOS અને એન્ડ્રોઇડ આધારિત મોબાઇલ એપ્સ માટે આ ફીચર રિલીઝ થઇ શકે છે.
કેમેરા અને માઇક્રોફોન ફીચર ડિફૉલ્ટ રૂપે થશે મ્યૂટ
Google Meet નું માઇક્રોફોન અને કેમેરા ફીચર ડિફૉલ્ટ રૂપે લૉક કરવામાં આવશે. હોસ્ટ મીટિંગ દરમિયાન તેને ચાલુ કરી શકશે. હાલમાં, લાઇવ સ્પીચ ટ્રાન્સલેશન કૅપ્શન સુવિધા Google દ્વારા Google Meet માં રોલઆઉટ કરવામાં આવી છે. લાઇવ કૅપ્શન સુવિધા ખાસ કરીને એવા યુઝરો માટે ખૂબ જ અનુકૂળ રહેશે જેમને દ્રષ્ટિની સમસ્યા છે. તેમજ જે યુઝર્સને વાંચવામાં તકલીફ પડે છે.