watchgujarat: Reliance Jio એ થોડા દિવસો પહેલા 1 રૂપિયાનો પ્લાન લૉન્ચ કર્યો હતો, જે કંપનીનો સૌથી સસ્તો પ્રી-પેડ પ્લાન હતો. Jioના 1 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને એક મહિનાની વેલિડિટી સાથે 100MB ડેટા મળતો હતો. આ પ્લાન એવા ગ્રાહકો માટે ગિફ્ટથી ઓછો ન હતો જેમને માત્ર પોતાનો નંબર ચાલુ રાખવા માટે રિચાર્જ કરાવવું પડતું હતું.

આ પ્લાન લૉન્ચ કર્યા બાદ ખૂબ જ વાયરલ થયો હતો, ત્યારપછી જિયોએ તેને અપડેટ કર્યું હતું. અપડેટ પછી, Jioના આ 1 રૂપિયાના પ્લાનની વેલિડિટી ઘટાડીને 1 દિવસ કરવામાં આવી હતી અને 100MB ડેટા ઘટાડીને 10MB કરવામાં આવ્યો હતો. લોન્ચ થયાના લગભગ એક અઠવાડિયા પછી, Jio એ આ પ્લાનને વેબસાઈટ અને એપ બંને પરથી હટાવી દીધો છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે Jio આ રૂપિયા 1 પ્લાનનું પરીક્ષણ કરી રહ્યું હતું.

જણાવી દઈએ કે Jioએ હાલમાં જ હેપ્પી ન્યૂ યર ઓફર રજૂ કરી છે. આ વખતે Jioએ તેના ગ્રાહકોને એક મહિનાની વેલિડિટી ફ્રીમાં આપી છે. Jioનો રૂ. 2,545નો પ્રી-પેડ પ્લાન હવે નવા અવતારમાં આવ્યો છે. Jioના રૂ. 2,545ના પ્લાન સાથે ગ્રાહકોને 336 દિવસની વેલિડિટી મળી રહી હતી, પરંતુ હેપ્પી ન્યૂ યર ઓફર હેઠળ આ પ્લાનની વેલિડિટી વધારીને 365 દિવસ કરી દેવામાં આવી છે એટલે કે આ પ્લાનની વેલિડિટી 29 દિવસ વધારી દેવામાં આવી છે.

Jioની આ ઑફર મર્યાદિત સમય માટે છે, જોકે કંપનીએ આ પ્લાનને રિચાર્જ કરવાની છેલ્લી તારીખ ક્યારે છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ રિપોર્ટ અનુસાર, આ પ્લાન 2 જાન્યુઆરી, 2022 સુધી જ ઉપલબ્ધ રહેશે.

Jioના આ લાંબી વેલિડિટી પ્રી-પેડ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા મળે છે. આ સિવાય આ પ્લાનમાં દરરોજ 100 SMS પણ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે JioTV, JioCinema, JioSecurity અને JioCloudનું સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ હશે. જે લોકો લાંબી વેલિડિટી પ્લાન શોધી રહ્યા છે તેમના માટે આ શ્રેષ્ઠ પ્લાન સાબિત થશે.

Facebook Comments Box

Videos

Our Partners