વડોદરા – ઇન્ટરનેટના જમાનામાં ઓનલાઇન રહેવાનું ચલણ વધી રહ્યું છે. ઓનલાઇન હાજરી માટે વિવિધ એપ્લીકેશન, સોફ્ટવેર, અને ખાસ સોશિયલ મિડીયા એકાઉન્ટ પર પોતાનું એકાઉન્ટ બનાવવમાં આવે છે. પ્રત્યેક એકાઉન્ટનું એક આઇડી અને પાસવર્ડ હોય છે. આઇડી મોટાભાગે ઇમેલ એડ્રેસ રાખી શકાય છે. પરંતુ તમામ એકાઉન્ટમાં એક જ પાસવર્ડ રાખવો યોગ્ય નથી. નાનો પાસવર્ડ રાખવાને કારણે જલ્દીથી યાદ રહી જાય છે. પરંતુ તે સુરક્ષિત વિકલ્પ નથી. નંબર, આલ્ફાબેટ (કેપીટલ – સ્મોલ), યુનિક સાઇન નો ઉપયોગ કરીને 9 અંક ધરાવતો પાસવર્ડ રાખવો જોઇએ.

પાસવર્ડમાં કેટલા અંક હોવા જોઇએ અને તેની પાછળનું કારણ

મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, પાસવર્ડમાં 9 થી 11 અંક હોવા જોઇએ. પાસવર્ડ હેક કરવા માટે હેકર્સ દ્વારા સોફ્ટવેર બનાવવામાં આવે છે. જેના દ્વારા 8 અંક સુધીના પાસવર્ડને આસાનીથી ક્રેક (તોડવું) કરી શકાય છે. પરંતુ તેનાથી વધારે અંકનો પાસવર્ડ ક્રેક કરવો હાલ આસાન નથી. જેને કારણે પાસવર્ડમાં જેટલા અંક વધારે તેટલો પાસવર્ડ વધારે મજબુત અને તેટલી જ એકાઉન્ટ હેક થવાની શક્યતા ઓછી ગણી શકાય. તમામ એકાઉન્ટમાં અલગ – અલગ પાસવર્ડ રાખવા જોઇએ. જે એકાઉન્ટ આપણે નિયમીત ઉપયોગમાં લેતા હોઇએ, તેનો પાસવર્ડ સમયાંતરે બદલી નાંખવો જોઇએ.

પાસવર્ડ યાદ રાખવાની માથાકુટમાંથી મુક્તિ આપતી પાસવર્ડ મેનેજર ટુલ Kee Pass

જેટલો યુનિક પાસવર્ડ તેટલી વધારે સુરક્ષા, પરંતુ અલગ – અલગ પાસવર્ડ યાદ રાખવાની માથાકુટ મોટી છે. તેમાંથી મુક્તિ અપાવવા માટે ઉપલબ્ધ છે : Kee Pass , પાસવર્ડ મેનેજર ટુલ. Kee Pass અંગે માહિતી આપતા મયુર ભુસાવળકરે જણાવ્યું કે, સોફ્ટવેર દ્વારા એન્ક્રીપ્ટેડ સ્વરૂપમાં પાસવર્ડનો સંગ્રહ કરવામાં આવે છે. તમામ પાસવર્ડ એક જ ડેટાબેઝ ફાઇલમાં રાખી શકાય છે. Kee Pass સોફ્ટવેર એક માસ્ટર પાસવર્ડથી લોક થયેલો હોય છે. એટલે તમારે અલગ અલગ એકાઉન્ટ ઓપન કરવા માટે એક જ પાસવર્ડ યાદ રાખવો પડે છે. Kee Pass સોફ્ટવેરમાં એક વખત એન્ટ્રી કર્યા બાદ માસ્ટર પાસવર્ડથી એપ્લીકેશમાં લોગઇન થઇ શકાય છે. આ સોફ્ટવેર એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબસાઇટ ફોરમેટમાં ઉપલબ્ધ છે.

પાસવર્ડનો હાલ ઉપલબ્ધ વિકલ્પ  OTP

મયુર ભુસાવળકરે ઉમેર્યું હતું કે, પાસવર્ડનો હાલ ઉપલબ્ધ વિકલ્પ OTP (વન ટાઇમ પાસવર્ડ) છે. કેટલીક વેબસાઇટ દ્વારા સિસ્ટમમાં લોગઇન થવા માટે મોબાઇલ પર ઓટીપી મોકલવામાં આવે છે. ઓટીપી વેબસાઇટમાં નાંખવાથી તમે ઓનલાઇન થઇ શકો છે. વેબસાઇટમાંથી બહાર નિકળી ગયા બાદ ફરી નવો ઓટીપી મોબાઇલ પર આવે છે. અને પ્રક્રિયા પુન અનુસરવી પડે છે. જો કે તમામ વેબસાઇટ ઓટીપી આધારીત લોગઇન થવાની સગવડ આપતી નથી.

 

(મયુર ભુસાવળકર સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર છે. તેઓ ગુજરાતના અગ્રણી સમાચાર પત્રમાં કોલમીસ્ટ છે અને સમયાંતરે સાંપ્રત વિષયો પર અનેક ન્યુઝ પેપર અને ચેનલમાં તેમનો એક્સપર્ટ વ્યુ આપતા હોય છે.)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud