મ.સ. યુનિ.ની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના નાટ્ય વિભાગ અને ગાયન વિભાગમાં ગોલ્ડ મેડલ સાથે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનાર ચિરાગ ભટ્ટ શહેરના કલાજગતમાં એક જાણીતું નામ છે. દેશ – વિદેશમાં સંગીતના સંખ્યાબંધ કાર્યક્રમો રજૂ કરવા ઉપરાંત ચિરાગ ભટ્ટે ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ટીવી સિરીયલ, ટેલિફિલ્મ તેમજ 150થી વધુ નાટકોમાં અભિનય કર્યો છે. કેટલાંક નાટકોનું દિગ્દર્શન કર્યું છે. તદ્ ઉપરાંત, મ્યુઝિક ડાયરેક્ટર / એરેન્જર, પ્રોફેશનલ સિંગર, જીંગલ્સ, વિડીયો આલ્બમ ગઝલ, ગરબા, ઓરકેસ્ટ્રા ગાયક વગેરે ક્ષેત્રે કલાનું ખેડાણ કર્યું છે. વર્ષ 2008, 2009 અને 2011માં અમેરિકા ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લીધો છે.

અભિનય અને ગાયન – વાદન ક્ષેત્રે સારી નામના પ્રાપ્ત કરનાર ચિરાગ ભટ્ટે કોરોના કાળ દરમિયાન સંગીત સાથે સ્મિત પિરસવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વિવિધ વિષયો પર વિડીયો બનાવીને યૂ-ટ્યૂબ પર અપલોડ કર્યા છે. હવે તેઓ Watch Gujarat ના માધ્યમથી આપની સુધી મસ્ત મ્યુઝિકલ મસ્તી પહોંચાડી રહ્યાં છે.

આજના વિડીયોમાં કોરોના કાળ દરમિયાન પરિસ્થિતિ પ્રમાણે કેવાં કેવાં ગીત ગાઈ શકાય. તે અંગે ચિરાગ ભટ્ટ સંગીતમય વાત છેડે તો… નિહાળો અને માણો…

Share – Like – Comment

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !